________________
આવે એ સુખના આસ્વાદને પામું એજ ભાવ રાખવાનો છે.
જૈન શાસનમાં તો કહ્યું છે કે કોઇના કપડા કોઇએ એટલે બીજાએ પહેરાય નહિ. જો એ પહેરવામાં આવે તો તે કપડા જેવા હોય તેના જેવા વિકારોના વિચારો ચાલતા હોય તેવા વિકારોના વિચારો પેદા થાય છે માટે જે વિકારોના વિચારોથી છૂટવા માગતો હોય તેઓએ કપડા પહેરવામાં પણ સંયમ ખૂબ રાખવાનો છે. આજે જે રીતે તમો વર્તો છો અને જીવો છો એ રીતે વર્તાય કે જીવાય નહિ.
એમાં વિકારોના વિચારો ક્યાંથી આવે ? ' અરે જ્ઞાની ભગવંતો કહે છે કે જ્યાં સ્ત્રીઓ બેઠેલી હોય ત્યાં પુરૂષે બે ઘડી સુધી બેસાય નહિ અને પુરૂષો બેઠા હોય ત્યાં સ્ત્રીઓએ ત્રણ પ્રહર બેસાય નહિ શાથી ? તેમના શરીરમાંથી જે પુદ્ગલો નીકળે છે. તે પુદ્ગલો એટલા કાળ સુધી ત્યાં રહી શકે છે માટે એનાથી પણ વિકાર થાય તો કપડા પહેરવામાં ન થાય.
પેથડશાહ મંત્રીને વ્રતધારી શ્રાવકે કામળી ભક્તિ રૂપે આપેલી ત્યારે મંત્રીશ્વરે કહ્યું મારે ન લેવાય હું વ્રતધારી નથી. શ્રાવકે ખુબ જ આગ્રહ કર્યો એટલે તે કામળીન ગામ બહાર લઇ જઇ વાજતે ગાજતે નગર પ્રવેશ કરાવી પોતાના ઘરમાં દાખલ કરી છે તેમાં હેતુ એક જ હતો કે આ વ્રતધારી શ્રાવકની કામળીના દર્શનથી મને વ્રત લેવાની તાકાત જલ્દી આવે ! ઘરમાં લાવીને કબાટમાં મૂકી છે રોજ ભગવાનની સેવા પૂજા કરીને આવ્યા પછી એ કબાટ ખોલી કામળીને હાથ જોડીને ભાવના ભાવે છે કે હું ક્યારે જીંદગીભરનું બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરું એ ભાવના ભાવી કબાટ બંધ કરે છે એમાં ઘરવાળી જોઇ ગઇ પૂછે છે કોને હાથ જોડો છો ? કામળીને, શાથી ? આ ભાવના ભાવવા માટે. તો કહે છે કોની રાહ જૂઓ છો ? તો કહે તારી. બાઇ તૈયાર થઇ અને બન્નેએ ગુરૂ પાસે જઇ બ્રહ્મચર્ય વ્રત નિયમ ગ્રહણ કર્યો. આથી લિત થાય છે કે નિર્વિકારી જીવોનાં કપડાં ઉપયોગમાં લેવાના નહિ. તે ક્ત દર્શન કરવા માટે જ ઘરમાં રખાય. આ બધા. ઉપરથી ખાસ વિચાર કરવા જેવો નથી લાગતો ? આજે તો પુરૂષોનાં કપડા સ્ત્રીઓ પહેરે, સ્ત્રીઓનાં કપડાં બાઇઓ પહેરે પછી વિકારના વિચારોની વૃધ્ધિ ન થાય તો થાય શું ? ભગવાનની ભક્તિથી પણ પછી નિર્વિકારી થવાની ભાવનાપેદા ન થાય. પેદા થાય તો ટકે નહિ. સ્થિરતા ન આવે એમાં કાંઇ દોષ છે ? માટે આત્મામાં રહેલા ધર્મને પેદા કરવો હશે, ભગવાન જે સુખની અનુભૂતિ કરે છે તેની આંશિક અનુભૂતિ કરવી હશે તો કેટલો બધો સંયમ કરતાં શીખવું પડશે ? વર્તન પણ કેવું બનાવવું પડશે ? વિચારો આ જન્મમાં જો આવી અનુભૂતિ કરી નહિ શકીએ તો પછી બીજા કયા જન્મમાં અનુભૂતિ કરશું? આથી નક્કી કરો કે ધર્મ આરાધના કરતાં કરતાં સમકીત પામવું જ છે અને તાકાત હોય તો સયમ પામવું છે તે ન હોય તો સમકીત પામ્યા વગર મરવું જ નથી આ વાત બરાબર છે ને !
એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરીન્દ્રિય-અસન્ની પંચેન્દ્રિય આ બધા અપર્યાપ્તા જીવો તથા પર્યાપ્તા જીવો તેમજ સન્ની અપર્યાપ્તા (લબ્ધિ પર્યાપ્તા) જીવો નિયમા એક નપુંસકવેદના ઉદયવાળા જ હોય છે તેમજ નારકીના જીવો પણ નિયમા નપુંસક વેદના ઉદયવાળા જ હોય છે. આ વેદનો ઉદય લિંગાકારની અપેક્ષાએ જાણવો બાકી તો એક એક અંતર્મુહૂર્ત ત્રણે વેદમાંથી કોઇ પણ વેદનો ઉદય હોય છે. લિંગાકાર એટલે શરીરની જે બાહ્ય આકૃતિ મળેલી હોય તે પ્રમાણે જે લિંગ હોય તે.
દેવતાના જીવોને પુરૂષવેદ અને સ્ત્રીવેદ બે વેદનો ઉદય હોય છે પણ નપુંસક વેદનો ઉદય નિયમા. હોતો નથી.
સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો તથા મનુષ્યોને ત્રણે વેદમાંથી કોઇપણ વેદનો ઉદય હોય છે. આ ત્રણેય વેદ લિંગાકાર રૂપે હોઇ શકે છે અને ભાવથી એક એક અંતર્મુહૂર્ત ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે પણ ચાલુ જ હોય છે.
ત્રીશ અકર્મભૂમિ અને છપ્પન અંતર દ્વીપમાં રહેલા મનુષ્યોને પુરૂષવેદ અને સ્ત્રીવેદ એ બે વેદમાંથી
Page 10 of 78