________________
મતિ-શ્રુતની સમાનકાલનીતા સ્વીકારી છે, નહિ કે ઉપયોગને આશ્રીને. કારણ કે-ઉપયોગ જીવના તથાભૂત સ્વભાવના યોગે ક્રમિક જ હોય છે. જ્યારે મતિપૂર્વક શ્રુત હોય તે ઉપયોગની અપેક્ષાએ કહેવાય છે, કારણ કે વિના મતિના ઉપયોગે શ્રતગ્રંથાનુસારિ વિજ્ઞાનનો ઉદય જ થતો નથી. ધારણા રૂપ મતિ શ્રતનું કારણ હોવાથી ‘મરૂપુવૅ સુai' -આ નિયમાનુસારે જ્યાં જ્યાં શ્રુત હોય ત્યાં ત્યાં મતિ હોય જ'-આ વ્યાતિ. થઇ શકશે. જ્યારે ‘ન મર્ડસુઝા,વિયા' -આ નિયમાનુસારે “કોઇક સ્થળે મતિની શ્રુતપૂર્વક્તાનો નિષેધ” પણ ઘટી શકશે.
ઉક્ત મતિ-શ્રુતનું લબ્ધિયોગપધ હોવા છતાંય તેમનો ક્રમિક ઉપયોગ તો ધારણા રૂપ મતિને શ્રુતનું નિમિત્ત માનવાથી જ ઘટી શકે.
યદ્યપિ એ તાદૃશ શ્રુતજ્ઞાન જે શ્રોત્રેન્દ્રિયની લબ્ધિવાળો હોય તેમજ ભાષાલબ્ધિમાન હોય. તેને જ ઘટી શકે, પરંતુ એકેન્દ્રિયને ઘટી શકે નહિ ? કારણ કે-તે એકેય પ્રકારની લબ્ધિ ધરાવતો નથી, તો પછી તેને શ્રત કેમ સંભવી શકે એવી શંકાને સ્થાન છે. પરન્તુ તે યુક્ત નથી, કારણ કે- “એકેન્દ્રિય જીવને પણ આહારાદિ સંજ્ઞા છે.' એનું સૂત્રમાં અનેકશ: પ્રતિપાદન કર્યું છે. સંજ્ઞા એ અભિલાષ છે. અભિલાષ એ સ્વપુષ્ટિ નિમિત્ત પ્રતિનિયત ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અંગે અધ્યવસાય વિશેષ છે અને તે શબ્દાર્થ પર્યાલોચનાત્મક હોવાથી શ્રત જ છે. એટલે તેમને પણ શ્રુતજ્ઞાનવાળા માનવા જ રહ્યા. અન્યથા, આહારાદિ સંજ્ઞા જ તેમનામાં ઘટી શકે નહિ.
જેમ બકુલ આદિ વૃક્ષોમાં સ્પર્શનેન્દ્રિય અતિરિક્ત દ્રવ્યન્દ્રિયની લબ્ધિ અવિધમાન છતાંય તેમનામાં કાંઇક સૂક્ષ્મ પાંચેય ભાવેન્દ્રિયજન્ય વિજ્ઞાન સ્વીકારવામાં આવે છે, તેમજ ઉક્ત લબ્ધિ રહિત હોવા છતાંય કાંઇ પણ જ્ઞાન માનવું જ રહ્યું. ભલે તે સૂક્ષ્મ હોય અને અવ્યક્ત હોય.
- ધારણાની જેમ પ્રમાણાન્તરજન્ય પણ શબ્દબોધાનુકૂળ બોધ શ્રુતજ્ઞાન જ સમજવો. તેથી જ ‘પદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યર્થ અને એદંપર્યાર્થ ભેદે ચાર પ્રકારના વાક્યાર્થજ્ઞાનમાં છેક એદંપર્યાથે નિશ્ચય પર્યન્ત મૃતોપયોગનો વ્યાપાર હોવાથી સર્વત્ર શ્રુત જ છે' એવું નિર્મીત કરવામાં આવ્યું છે.
જેમ મતિજ્ઞાનજન્ય સ્મરણ મતિ રૂપ છે તેમ શ્રુતજ્ઞાનજન્ય સ્મરણ શ્રત રૂપ છે. તે જ પ્રકારે મતિજ્ઞાનજન્ય ઊહાદિ જેમ મતિ રૂપ છે તેમ શ્રુતજ્ઞાનમૂલક ઊહ-તકદિ પણ શ્રત રૂપ છે. તેથી જ શ્રુતજ્ઞાન અભ્યત્તરીભૂત મતિવિશેષો દ્વારા જ ચૌદપૂર્વવેત્તાઓને પણ છ સ્થાન પતિત ગણવામાં આવેલ છે. અર્થાત્ તેમાં પણ સંખ્યાત, અસંખ્યાત તથા અનંતગુણવૃદ્ધિ તથા દ્વારા સ્વીકારવામાં આવેલ છે. સઘળાય કથનનો સાર એટલો જ કે-હૃતોપયોગ મતિ ઉપયોગ પૂર્વક હોય છે, તેથી ઉભયનો હેતુ-ળ ભાવ છે.
મતિના ૨૮ ભેદ છે, જ્યારે શ્રુતના ચૌદ ભેદ છે. મતિજ્ઞાન અનેક્ષર-સાક્ષર છે (અવગ્રહજ્ઞાન અનક્ષર છે), કારણ કે સામાન્ય માત્રનું પ્રકાશક હોવાથી તે નિર્વિકલ્પ છે, જ્યારે ઇહાદિ વિશેષગ્રાહી હોવાથી પરામર્શ રૂપ છે એટલે શબ્દ સંસ્કૃષ્ટ અર્થગ્રાહક હોવાથી સવિકલ્પ છે. શ્રત તો સાક્ષર જ છે.
શ્રોબેન્દ્રિયજન્ય ઉપલબ્ધિ જ કૃતસ્વરૂપ છે. (તે પણ શ્રતગ્રંથાનુસારિણી હોય તેજ શ્રુત સમજવી, પરંતુ જે અવગ્રહાદિ રૂપ ઉપલબ્ધિ હોય તે તો મતિ જ સમજવી.) જ્યારે ચક્ષપ્રમુખ ઇન્દ્રિયજન્ય ઉપલબ્ધિ-જ્ઞાન તથા અવગ્રહાદિ રૂપ શ્રોબેન્દ્રિજન્ય ઉપલબ્ધિ પણ મતિ રૂપ છે. પરંતુ જે પુસ્તક તથા પત્રાદિવ્યસ્ત અક્ષર રૂપ દ્રવ્યચુત વિષયક શબ્દાર્થ પર્યાલોચનાત્મક શેષ ઇન્દ્રિયોપલબ્ધિ હોય તે તો મૃત જ સમજવી અને શેષ ઇન્દ્રિયોમાં જે શબ્દાર્થ પર્યાલોચન રૂપ અક્ષરલાભ હોય તે પણ મૃત જ સમજવું. (તે અક્ષરલાભ શબ્દાર્થ પર્યાલોચન રૂપ ન હોય તો તે ઇહાદિ રૂપ મતિજ્ઞાનમાંય સંભવિત છે, તેથી તે શ્રુતજ્ઞાના
Page 96 of 161