________________
એક અર્થના સતદ્ ઉપયોગથી અનિવૃત્તિ તે અવિશ્રુતિ. તેનું અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તેના દ્વારા જે સંસ્કારનું આધાન થાય કે જે સ્મૃતિનો હેતુ છે તે વાસના. તે સંખ્યાત વર્ષજીવી પ્રાણીને સંખ્યાતકાળ અને અસંખ્યાતવર્ષી જીવોને અસંખ્યાતકાળ યાવત પણ રહી શકે છે. આ સંસ્કારના સામર્થ્યથી તથા તથાવિધ અર્થના દર્શનાદિ નિમિત્તથી તેના ઉબંધથી કાળાન્તરે પૂર્વાનુભૂત વસ્તુનું જે જ્ઞાન થાય તે સ્મૃતિ. આ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. આ ત્રણેય ધારણા કહેવાય છે.
મતિજ્ઞાનના આ ચારેય ભેદો સંક્ષેપથી સમજવા, કારણ કે-વિસ્તારથી તો ૨૮ અથવા ૩૩૬ ભેદ થાય છે. આ ચારેય ભેદ પારમાર્થિક સમજવા, કારણ કે-જેનો અવગ્રહ થયો હોય તે જ ધર્મની જિજ્ઞાસા થાય છે, અન્યથા થતી નથી. તેમજ જિજ્ઞાસિત ધર્મનો જ નિર્ણય થાય છે અને નિર્મીતની જ ધારણા થઇ શકે છે.
આ અર્થાવગ્રહાદિ ભેદો છએ ઇન્દ્રિયોના છે તેથી કુલ ૨૪ થયા. તેમાં પ્રથમના ચાર વ્યંજનાવગ્રહ વધારવાથી ૨૮ ભેદ થઇ શકશે. તથા સપ્રતિપક્ષ બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અનિશ્ચિત અને ધ્રુવ રૂપ બાર ભેદો પ્રત્યેક ભેદના માનવાથી ૩૩૬ ભેદ થઇ શકશે.
આ બહુ આદિ ભેદો વિષયની અપેક્ષાએ સમજવા અને તેમાં વ્યાવહારિક અવગ્રહ સમજવો. આ. પ્રકારે દ્રવ્ય અને ભાવ રૂપ ઇન્દ્રિય તથા મનોનિમિત્તક યોગ્ય દેશાવસ્થિત વસ્તુપ્રકાશક અવગ્રહાદિ રૂપ સાંવ્યવહારિક પ્રત્યક્ષ સ્વરૂપી મતિજ્ઞાનનું વર્ણન થયું. શ્રુતજ્ઞાન :
વાચ્ય-વાચકભાવસંબંધપૂર્વક શબ્દાર્થ પર્યાલોચન પુરસ્સર શ્રવણ વિષય શબ્દ સાથે સંસ્કૃષ્ટ અર્થનો જે પરિણામવિશેષ રૂપ પરિરચ્છેદ-બોધ થાય તે મૂત. તે ત્રિકાલીન પદાર્થોનો વિષય કરે છે, તેમજ ઇન્દ્રિય અને મન તેનું નિમિત્ત છે. શ્રુતનો વિષય ત્રિકાલીન અર્થ હોવા છતાંય તે તે દ્રવ્યગત સઘળાય પર્યાયો તેના વિષયો નથી. અર્થાત મૃતનો વિષય અલ્પપર્યાયયુક્ત દ્રવ્યો છે. મતિનો પણ આજ વિષય છે. ઇન્દ્રિયોનો શબ્દ-રૂપાદિ રૂપ પ્રતિનિયત જ વિષય છે, જ્યારે મનનો વિષય વ્યાપક છે. અર્થાત મતિ-શ્રત ઉભયનોય જે વિષય છે તે મનનો વિષય છે.
આ શ્રુતજ્ઞાન અક્ષર, સંજ્ઞિ, સમ્યક, સાદિ, સંપર્યવસતિ, ગમિક અને અંગપ્રવિષ્ટ રૂપ તથા સપ્રતિપક્ષ-અનક્ષરાદિ રૂપ ચોદ ભેદો થાય છે.
અક્ષરના ત્રણ પ્રકાર-સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ. લબ્ધિ-ઇન્દ્રિયમનોનિમિત્તક કૃતોપયોગ અથવા. તેના આવરણનો ક્ષયોપશમ. આ જ્ઞાન પરોપદેશ વિના પણ સંભવિત છે, તેમજ એકેન્દ્રિયોમાં પણ અવ્યક્ત અક્ષરલાભ શાસ્ત્રસિદ્ધ હોવાથી તેમાંય આ જ્ઞાન સિદ્ધ છે.
મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનનો સ્વામી એક જ છે. “જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે તેમજ જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે.” જેટલો મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે તેટલો શ્રુતજ્ઞાનનો પણ કાળ છે. સંતતિ અપેક્ષાએ ત્રણેય કાળ અને અપ્રતિપતિત એક જીવની અપેક્ષાએ કાંઇક અધિક ૬૬ સાગરોપમ. મતિજ્ઞાન ઇન્દ્રિયમનોનિમિત્તક છે તેમજ શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિમનોનિમિત્તક છે. મતિજ્ઞાન આદેશથી સર્વ દ્રવ્યાદિ વિષયક છે તેમજ શ્રુતજ્ઞાન પણ છે. જેમ મતિજ્ઞાન પરોક્ષ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. આ દ્રષ્ટિએ ઉભયનીય તુલ્ય કક્ષતા છે.
શ્રુતજ્ઞાન મતિ પૂર્વક જ હોય અર્થાત્ સર્વત્ર પ્રથમ અવગ્રહાદિ રૂપ મતિજ્ઞાનનો ઉદય થાય છે તદનન્તર જ શ્રુતજ્ઞાનનો ઉદય થાય છે. સમ્યકત્વોત્પત્તિકાળમાં તો માત્ર લબ્ધિની અપેક્ષાએ જ
Page 95 of 161