________________
પ્રકાર- વ્યંજનાવગ્રહ તથા અર્થાવગ્રહ.
જેના દ્વારા અર્થની અભિવ્યક્તિ થાય તે વ્યંજન. ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિ પરિણત દ્રવ્યોનો પરસ્પર સંબંધ હોય તો શ્રોત્ર પ્રમુખ ઇન્દ્રિયાદિ દ્વારા તે અર્થની અભિવ્યક્તિ થઇ શકે. આ વ્યંજન દ્વારા સંબધ્યમાન શબ્દાદિ રૂપ અર્થનો અવ્યક્ત રૂપ જે પરિચ્છેદ તે વ્યંજનાવગ્રહ અથવા શબ્દાદિ રૂપ પરિણત દ્રવ્યો- “કે જે ઉપકરણઇન્દ્રિય સાથે સંબંધ ધરાવે છે.' -નો અવ્યક્ત પ્રકાશ, અથવા ઉપકરણઇન્દ્રિય જે સ્વસંબદ્ધ અર્થનું અવ્યક્ત ગ્રહણ કરે તે વ્યંજનાવગ્રહ.
આ વ્યંજનાવગ્રહ મન અને નયનવર્જિત ઇન્દ્રિયોનો હોય છે, કારણ કે-આ બે ઇન્દ્રિયોનો વિષય સાથે સંબંધ થતો નથી. તેની સત્તા અન્તર્મુહૂર્તપ્રમાણ છે.
પ્રથમ સમયમાં તે તે દ્રવ્યો તથા ઉપકરણઇન્દ્રિયનો પરસ્પર સંબંધ થવા છતાંય કાંઇ પણ જ્ઞાન ના થાય તો બીજા, ત્રીજા યાવત ચરમ સમયમાં પણ જ્ઞાન થઇ શકે નહિ. જ્યારે ચરમ સમયે અર્થાવગ્રહ રૂપ જ્ઞાન થાય જ છે એટલે પૂર્વમાંય તેની અમુક માત્રા માનવી જ રહી. કેવળ તે અવ્યક્ત રૂપ છે.
- આ વ્યંજનાવગ્રહ ઉપયોગનો કારણાંશ છે. ચક્ષ અને મનના સ્થળમાંય અર્થાવગ્રહથી અગાઉ લબ્ધીન્દ્રિયના ગ્રહણોન્મુખ પરિણામને જ ઉપયોગના કારણાંશ તરીકે સ્વીકારેલ છે.
આ પ્રકારે વ્યંજનાવગ્રહના “શ્રોસેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, રસનેન્દ્રિયવ્યંજનાવગ્રહ તથા સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ” રૂપ ચાર ભેદ થયા.
સ્વરૂપ, નામ, જાતિ પ્રમુખ કલ્પનાથી રહિત સામાન્યનું (અવાન્તર સામાન્યનું) ગ્રહણ કરવું તે અર્થાવગ્રહ. આ અર્થાવગ્રહના બે પ્રકાર છે. નૈઋયિક અને વ્યવહારિક. પહેલો સામાન્ય માત્ર ગ્રાહી છે અને એક સમય માત્ર તેની સ્થિતિ છે. તેના ઉત્તરકાળમાં ઇહાનો ઉપયોગ શરૂ થાય છે. બીજો વિશેષ વિષયક છે. તેના ઉત્તરકાળમાં જેને ઉત્તરોત્તર ધર્મની આકાંક્ષા રૂપ ઇહાની પ્રવૃત્તિ થાય છે તેમ તે જિજ્ઞાસિત ધર્મનો નિર્ણય થાય છે અને પુનઃ ધર્મની જિજ્ઞાસા થાય છે. તે જિજ્ઞાસા-ઇહા વિના અવગ્રહ હોઇ શકે નહિ તેથી તે અવગ્રહ વ્યાવહારિક છે.
અવગૃહીત અર્થની સદ્ભત ધર્મના સ્વીકાર તથા અસભૂત ધર્મના પરિહારાભિમુખ જે ચેષ્ટા, બહુ વિચારણા તથા તર્ક તે ઇહા, ચિત્તા અને વિચારણા. (ઇહા વર્તમાનકાલીન છે, જ્યારે ચારે તર્ક ત્રિકાલીના છે.) ઇહા વસ્તુવિષયક જે સંશય તેનાથી જન્ય છે અર્થાત પ્રથમ વસ્તુનો સંશય થાય છે તે પછી ઇહા ઉત્પન્ન થાય છે, તેથી ઇહા સંશય રૂપ ન હોઇ શકે. તેમજ સંશય અજ્ઞાન રૂપ હોવાથી અપ્રમાણ છે, જ્યારે ઇહા મતિજ્ઞાનનો અંશ છે તેમજ નિશ્ચર્યાભિમુખ છે તેથી તે પ્રમાણ રૂપ છે. આ અવગ્રહ અને ઇહા એ વ્યાપારાશા
છે.
ઇહા થયા બાદ વસ્તુનો વિશેષ જે નિર્ણય થાય તે અપાય. જેમકે- “આ ઘટ જ છે” એટલું તો જરૂર સમજવું જ કે- “આસત્તિ-યોગ્યતા ઇત્યાદિ દ્વારા જનિત ક્ષયોપશમના યોગે જેટલા જેટલા ધર્મોની ઇહા થઇ હોય તેટલા તેટલા ધર્મો આ અપાયમાં ભાસી શકે.
એક વસ્તુનો અમુક નિર્ણય થયા બાદ પણ તેના વિશેષ વિષયક જિજ્ઞાસા જો પ્રગટે તો તે તે અપાય જ. ઉત્તરોત્તર વિશેષ નિર્ણયની અપેક્ષાએ સામાન્ય વિષયક હોવાથી ઉક્ત વ્યાવહારિક અવગ્રહસ્વરૂપ બની. જાય છે. જિજ્ઞાસાનો નિવૃત્તિ થયા બાદ જે અંતિમ વિશેષ નિર્ણય થાય તે તો અપાય રૂપ જ સમજવો.
આ અપાય ફ્લાંશ રૂપ છે. તે સમયમાન અન્તર્મુહૂર્ત છે. નિર્મીત તેજ અર્થનું ધારણ કરવું તે ધારણા. તેના ત્રણ પ્રકાર છે. અવિશ્રુતિ, સંસ્કાર-વાસના અને સ્મૃતિ.
Page 94 of 161.