SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ મતિ અને શ્રત અક્ષ-આત્માથી પર-ભિન્ન દ્રવ્યેન્દ્રિય તથા દ્રવ્યમનથી ઉત્પન્ન થયેલ છે, તેમજ એનો આત્મા સાથે વિષય-વિષયી-ભાવલક્ષણસંબંધ સાક્ષાત નથી કિન્તુ ઇન્દ્રિયાદિ સાથે છે. દ્રવ્યેન્દ્રિય તથા દ્રવ્યમન પુદ્ગલમય હોવાથી તે આત્માથી ભિન્ન છે, એટલે આ જ્ઞાનનો ઉદ્ભવ ઇન્દ્રિયાદિને આશ્રીને થતો. હોવાથી તેનો સંબંધ આત્મા સાથે સાક્ષાત નથી પરંતુ પારસ્પરિક છે; તેથી જેમ ધૂમજ્ઞાનજન્ય અગ્નિજ્ઞાન રૂપ અનુમાન પરોક્ષ છે તેમ પરોક્ષ છે, છતાંય સંવ્યવહારને આશ્રી પ્રત્યક્ષ પણ કહી શકાય છે. સંવ્યવહાર-પ્રવૃત્તિ નિવૃત્યાદિ રૂપ અબાધિત લોકવ્યવહાર તેને અપેક્ષી આ જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે, પરન્તુ તે પારમાર્થિક તો નહિ જ પણ અપારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય. આ અપેક્ષાએ જે જ્ઞાન અપર ધૂમાદિ લિંગની નિરપેક્ષતાએ સાક્ષાત્ ઇન્દ્રિયનો જ આશ્રય કરી ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ (ગૌણ પ્રત્યક્ષ) કહેવાય. જે જ્ઞાન ઇન્દ્રિયના વ્યાપાર સાથે ધૂમાદિ જ્ઞાનની પણ અપેક્ષા રાખી ઉત્પન્ન થાય તે પરોક્ષ કહેવાય. ઇન્દ્રિયની પણ અપેક્ષા વિના કેવળ આત્માની (આવરણના ક્ષય અથવા ક્ષયોપશમની) અપેક્ષા રાખી ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ (પારમાર્થિક) કહેવાય છે. “જે જ્ઞાન સ્પષ્ટઅનુમાનાદિથી વિશેષ પ્રકાશક રૂપ’ હોય તે પ્રત્યક્ષ કહેવાય અને અસ્પષ્ટ રૂપ હોય તે પરોક્ષ કહેવાય.” આ લક્ષણ કરવાથી સઘળુંય વ્યવસ્થિત થઇ જશે. મતિજ્ઞાન : અર્વાભિમુખ જે પ્રતિનિયત બોધ ઉત્પન્ન થાય' તે આભિનિબોધિક જ્ઞાન. અથવા જેના દ્વારા અગર જેનાથી અથવા જેની હયાતીના યોગે વસ્તુનો સ્પષ્ટ બોધ થાય તે અભિનિબોધ. તે જ્ઞાનના આવરણ કર્મનો ક્ષયોપશમ, તેનાથી નિવૃત્ત જ્ઞાન આભિનિબોધિક જ્ઞાન. અથવા જે જ્ઞાન મૃતાનુસાર નહિ હોવા. સાથે અતિશયિત ન હોય તે અથવા જે જ્ઞાન અવગ્રહાદિ ક્રમિક ઉપયોગથી જન્ય હોય તે જ્ઞાન મતિજ્ઞાન. યદ્યપિ અવગ્રહાદિ સંકેતકાળમાં શ્રુતાનુસારિ છે પરંતુ વ્યવહારકાળમાં તેનું અનુસરણ કરવાની. આવશ્યક્તા રહેતી નથી, કારણ કે-અભ્યાસની પટુતાના યોગે તેના અનુસરણ વિના પણ બોધ થઇ શકે છે. અર્થાત જ્યાં જ્યાં શ્રુતાનુસારિતા ન હોય ત્યાં ત્યાં અતિશાયિ ન હોય તો મતિજ્ઞાનરૂપતા ઘટી શકશે અને જ્યાં શ્રુતાનુસરણ હોય ત્યાં ધૃતરૂપતા ઘટી શકશે. શ્રુતાનુસરણ- “આ પદ આ અર્થનું વાચક છે.' આ પ્રકારે વાચ્યવાચકભાવસંબંધ દ્વારા શબ્દ-સંસ્કૃષ્ટ અર્થની પ્રતિપત્તિ-શબ્દાર્થપર્યાલોચન. આવા પ્રકારનું પર્યાલોચન વ્યવહારકાળમાં નહિ હોવાથી મતિધૃત રૂપ નહિ બની શકે. એના બે ભેદો છે. મૃતનિશ્રિત અને અમૃતનિશ્રિત. જે શાસ્ત્ર દ્વારા પરિકર્મિત-સંસ્કારિત બુદ્ધિમતા વ્યક્તિને શાસ્ત્રાર્થના પર્યાલોચન વિના જ જ્ઞાન ઉત્પન્ન થાય તે ધૃતનિશ્રિત. જે શાસ્ત્રીય પરિકર્મણા-સંસ્કાર વિના જ તથાવિધ ક્ષયોપશમના યોગે યથાવસ્થિત વસ્તુ પ્રકાશક જ્ઞાન ઉત્પન્ન થાય તે અમૃતનિશ્રિત. યદ્યપિ આ જ્ઞાન પણ અવગ્રહાદિ રૂપ જ છે તથાપિ કેવળ શ્રુતાનુસરણ નહિ કરનાર હોવાથી તેનું પૃથગ ઉપાદાન કર્યું છે. તેમાંય કોઇક જ્ઞાન મૃતોપકારથી જન્ય હોવા છતાંય બુદ્ધિની સામ્યતાના યોગે તેને અશ્રુતનિશ્રિત રૂપે સ્વીકારવામાં આવેલ છે. મૃતનિશ્રિત જ્ઞાનના ચાર પ્રકાર છે. અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા. રૂપાદિ વિશેષ રહિતા અનિર્દેશ્ય-જેનો નિર્દેશ-ઉલ્લેખ શક્ય ન હોય-સામાન્ય માત્ર રૂપ અર્થનું ગ્રહણ કરવું તે અવગ્રહ. તેના બે Page 93 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy