________________
વિકૃત નજ થાય. અન્યથા અનાદિકાલીન વ્યવહાર જ ઉચ્છિન્નપ્રાય: થઇ જાય.
એ ઉપાધિનો તેના પ્રતિપક્ષનું સેવન કરવાથી સંપૂર્ણ ક્ષય પણ થઇ જાય છે. એ વિનાશ થતા વેંત જ વરસ્તુના મૂળ સ્વરૂપનો યથાતથ આવિર્ભાવ થાય છે. જેટલા જેટલા અંશમાં વિનાશનો અભાવ, તેટલા તેટલા અંશમાં મૌલિક સંસ્કૃતિનો અભાવ અને વિકૃતિજન્ય મલિનતા.
તાત્પર્ય એ કે-વસ્તુમાં અમુક અંશે મૂળ સ્વરૂપની તથા ઉપાધિજન્ય ઓપાધિક-વેભાવિક સ્વરૂપનીય હયાતી હોય છે. તેમ છતાંય એટલું તો નિશ્ચિત જ કે- “ઓપાધિક સ્વરૂપની હસ્તી ત્યારે જ હોય, કે જ્યારે મૂળ સ્વરૂપનો નિરોભાવ હોય.' સાથોસાથ એ પણ નિર્મીત જ કે- “મૂળ સ્વરૂપના. આવિર્ભાવમાં પાધિક સ્વરૂપનું અસ્તિત્વ પણ ન જ હોય.'
જીવનું પણ એકાલિક અને સાર્વત્રિક પ્રકાશ્ય પ્રકાશક જ્ઞાન રૂપ મૂળ સ્વરૂપ ઘાતિકર્મ રૂપ ઉપાધિથી આચ્છાદિત હોવાના કારણે પરિવર્તન પામી ગયું છે, વિકૃત થઇ ગયું છે, શારદચંદ્રની ચંદ્રિકાવત નિર્મળ હોવા છતાંય જબરજસ્ત ઉપાધિના યોગે મલિન થઇ ગયું છે. તે મલિન સ્વરૂપ ઓપાધિક હોવાના કારણે જ વિભાવગુણ તરીકે ઓળખાય છે. તેથી જ તેના ક્ષયાદિમાં તેની સંપૂર્ણ ઉત્પત્તિ થતી નથી, કિન્તુ મૂળ સ્વરૂપની જ ઉત્પત્તિ યા તો આવિર્ભાવ થાય છે.
ઉક્ત ઉપાધિ સ્પષ્ટ પ્રકાશની પ્રતિબંધક હોવા છતાંય મંદપ્રકાશની ઉત્પત્તિ તો જરૂર કરે છે. જેમ ઉત્કટ પણ અભ્રપ્રમુખ આવરણ ચંદ્રાદિના પ્રકાશના પ્રતિબંધક હોવા છતાંય મન્દપ્રકાશજનક છે તેમજ ઉત્કટ પણ કેવળજ્ઞાનાવરણીય રૂપ ઉપાધિ જીવના વેષ્ટ પ્રકાશની પ્રતિબન્ધક હોવા છતાંય મંદપ્રકાશની જનેતા હોઇ શકે છે. તે અનાવૃત્ત સ્વભાવ એક હોવા છતાંય અનંત પર્યાયોથી યુક્ત હોવાથી મન્દ પ્રકાશ રૂપે સંબોધાય છે. જેમ ઘનપટલથી આવૃત્ત સૂર્યાદિનો પ્રકાશ અંતરાલસ્થિત તેને આવરણ વિવરણ રૂપ પ્રદેશભેદે ભિન્ન ભિન્ન સ્વરૂપ સ્વીકારે છે, તેમજ જીવનો પણ મન્દપ્રકાશ અમાન્તરાલસ્થિત મતિજ્ઞાનાદિ આવરણના ક્ષયોપશમના યોગે ભિન્ન ભિન્ન રૂપતા સ્વીકારે છે.
આ મતિજ્ઞાનાદિ રૂપ મન્દપ્રકાશ જન્માદિ પર્યાયોની જેમ અમુક દ્રષ્ટિએ આત્મસ્વભાવભૂત હોવા છતાંય પાધિક હોવાથી ઉપાધિના અભાવમાં વિનાશ પામી જાય છે અને કેવલ્યસ્વરૂપનો આવિર્ભાવ થાય છે. અગર જો કે આ વિષયમાં મતાન્તર છે કે- “જેમ સૂર્યના પ્રકાશમાં ચંદ્રાદિના પ્રકાશનો સમાવેશ થઇ જાય છે પરંતુ તેઓનો પ્રકાશ નાશ પામી જતા નથી, તેમ મતિજ્ઞાનાદિનો પ્રકાશનો ભાસ્કર પ્રકાશતુલ્ય કેવળજ્ઞાનપ્રકાશમાં સમાવેશ થઇ જાય છે પરંતુ નાશ પામી જતો નથી. છતાંય આ મતમાં બલિષ્ઠતા નહિ હોવાથી તથા અમુકનો જ આ મત હોવાથી પૂર્વમત જ આદરણીય છે.
બલિષ્ઠ કેવલજ્ઞાનાવરણીયથી પણ અનાવાર્ય અનન્તતમ ભાગ મતિજ્ઞાનાવરણાદિથી આવૃત્ત થાય છે અને તેના ક્ષયોપશમના અનુસાર તે તે રૂપે સંબોધાય છે. આ પ્રકારે જ્ઞાનસ્વરૂપે સમાનતા હોવા છતાંય તે તે પરિસ્થૂળ નિમિત્તના ભેદે જ્ઞાનના પાંચ ભેદ થાય છે. તેમજ તેના આવારક પણ પાંચ પ્રકારના હોય છે.
મતિ-અભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મત્યાદિ ચાર ક્ષયોપથમિક છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય રૂપ ઉપાધિના સંપૂર્ણ ક્ષયથી જન્ય હોવાથી કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન કહેવાય છે; જ્યારે અત્યાદિ ચાર તે તે આવરણના ક્ષયોપશમ- “ઉદિત કર્માશનો ક્ષય અને અપ્રકટિત કર્મોનો ઉપશમ” થી જન્ય છે, તેથી તે ક્ષયપથમિક કહેવાય છે. દાખલા તરીકે- “ખરતર પવનથી મેઘપટલના વિઘટન થવાના યોગે આવિર્ભત થયેલ એકદેશીય ચંદ્રની ચંદ્રિકા.” આ પાંચ જ્ઞાનમાં મતિ અને શ્રત વાસ્તવિક પરોક્ષ છે અને અન્તિમ ત્રણ પ્રત્યક્ષ છે.
Page 92 of 161