SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશક પણ સ્વતઃ પ્રકાશ્ય ન જ હોય કિન્તુ અન્યતઃ પ્રકાશ્ય હોય.' ત્યારે અન્ય પ્રકાશક, કે જે મૂળ પ્રકાશકનો પ્રકાશ કરે છે તેનો પ્રકાશક કોણ ? આ દ્રષ્ટિએ બારીકાઇથી વિચારણા કરતાં જરૂર નિર્ધાર થઇ શકશે કે- “એક મૌલિક સિદ્ધાન્તનો ત્યાગ કરી અન્ય કલ્પિત સિદ્ધાન્તનો સ્વીકાર કરવામાં અનેકાનેક વિકલ્પોની શ્રેણિ ખડી થઇ જાય છે અને વસ્તુતત્વની અભિમત સિદ્ધિ થઇ શકતી નથી.' તેથી જ અન્ય પ્રકાશકથી મૂળ પ્રકાશકનો પ્રકાશ માનવા કરતાં તથા તે અન્ય પ્રકાશકને પણ સ્વતઃ પ્રકાશક માનવા કરતાં એ જ યોગ્ય છે કે-મૂળ પ્રકાશકને જ સ્વતઃ પ્રકાશ્ય સ્વીકારવો. ઉક્ત જ્ઞાન રૂપ ગુણ ચેતનનો સ્વભાવભૂત છે. ગુણ પણ ગુણીનો સ્વભાવભૂત હોઇ શકે છે, કારણ કે-ગુણ-ગુણીનો જેમ ધર્મ-ધર્મભાવ સંબંધના યોગે ભેદ છે, તેમજ તે ગુણીનો ગુણ સાથે તાદાભ્ય-અવિષ્ય ભાવ-અભેદ સંબંધ હોવાથી અભેદ પણ છે. એ જ્ઞાન સકલ મેઘપટલથી વિમુક્ત શારદ દિનકરની જેમ સમસ્ત વસ્તુ-પ્રકાશન સ્વભાવી છે. સર્યનો પ્રકાશ મેઘપટલથી આવૃત્ત થયો હોય અથવા પ્રદીપાદિનો પ્રકાશ તે તે આવારકોથી આવૃત્ત થયો. હોય તો પ્રકાશ્ય વસ્તુનો પ્રકાશ કરી શકતો નથી.' એ જગજાહેર બીના છે. તેમજ ચેતનનો સ્વભાવ પણ આવૃત્ત થવાના કારણે જ સ્પષ્ટ રૂપે પ્રમેય તત્વોનો પ્રકાશક બની. શકતો નથી. છતાંય જેમ ખરતર પવનના સર્ણ ઝપાટાથી મેઘપટલનો વિનાશ થયા બાદ અથવા તે તે આવારકોને દૂર કર્યા બાદ મૂળ પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય છે, તેમજ જીવ પ્રખર ધ્યાનાનલના પ્રબલ પ્રભાવે સમગ્ર આવારક કમધનોને ભસ્મીભૂત કરે છે ત્યારે તે મૂળ સ્વભાવનો આવિર્ભાવ થાય છે. જીવના આ સ્વભાવનો કેવળજ્ઞાન તરીકે વ્યપદેશ થાય છે. જીવનો ઉક્ત સ્વભાવ સર્વઘાતીકેવળજ્ઞાનાવરણ દ્વારા આવૃત્ત થયેલ હોવા છતાંય તેનો અનંતમો ભાગ સર્વદા અનાવૃત્ત જ-પ્રકાશિત જ રહે છે. તે કદાપિ આવૃત્ત થતો જ નથી, કારણ કે-અક્ષરનો અનંતમો. ભાગ નિત્ય પ્રકાશ સ્વરૂપ જ-અનાવૃત્ત જ ન સ્વીકરવામાં આવે તો જીવ અજીવ સ્વરૂપ જ બની જાય. જાત્ય રત્નમાં પણ અનાદિકાલીન આવૃત્ત હોવા છતાંય જેમ ઇતરની તુલનામાં તારતમ્ય રહે તે ખાતરેય કાંઇક જ્યોતિ રહે જ છે, તેમજ જીવમાં પણ અજીવ વ્યાવર્તક ચેતન્યની આંશિક સત્તા માનવી જ જોઇએ. ભલે તે પછી સ્વ સ્વરૂપભૂત કેવલજ્ઞાનનો અંશ હોય યા તો શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ હોય કે પારિણામિક મતિજ્ઞાનનો અનંતમો ભાગ હોય. જેમ મેઘપટલ દ્વારા ચંદ્ર અને સૂર્ય પ્રમુખ અત્યાવૃત્ત થયેલા. હોવા છતાંય દિવસ અને રાત્રિના વિભાગ-પૃથક્કરણને અંગે તેમની અષ્ટપ્રભા સ્વીકારવી જ પડે છે, તેમજ જીવમાં પણ સમગ્ર આવારક આવરણથી આચ્છાદિત થયેલો હોવા છતાંય અજીવ વ્યાવર્તક ચેતન્યાંશ માનવો જ જોઇએ. જેમ મેઘપટલથી આચ્છાદિત સુર્યના પ્રકાશને મંદપ્રકાશ તરીકે સંબોધવામાં આવે છે, તેમજ કેવલજ્ઞાનાવરણીયથી આવૃત્ત થયેલા જીવના સ્વભાવને પણ મંદપ્રકાશ તરીકે સંબોધાય છે. જીવના ઉક્ત સાહજિક સ્વભાવનું તથાવિધ પરિવર્તન ઉપાધિને આધીન છે. ઉપાધિના યોગે તથા પ્રકારના સ્વભાવમાંય અજબ પરિવર્તન થાય છે તે અનુભવસિદ્ધ છે. એ ઉપાધિ વસ્તુમાં કોઇ અનેરી વિકૃતિ ઉત્પન્ન કરી મૂળા સંસ્કૃતિમાં અગમ્ય પરિવર્તન કરી દે છે, તેથી જ તેનું અન્તિમ પરિણામ એ આવે છે કે- ‘વસ્તુ કદાચિત મૂળ સ્વરૂપનોય ત્યાગ કરી દે.” તેમ છતાંય એટલું તો ચોક્કસ કે- “અમુક પ્રકારની વ્યવસ્થા કે અમુક પ્રકારના વિભાગ યા તો. અમુક પ્રકારની સ્વતો વ્યવસ્થિત પ્રણાલિકાને અંગે તેના અમુક અંશો તો મૂળ સ્વરૂપમાં જ રહે. એ કદાપિ Page 91 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy