________________
જરૂરીયાત રહેતી નથી.
“જેનશાસનનું દ્રષ્ટિબિંદુ તો કેવળ મુક્તિ-સર્વકર્મઅક્ષય દ્વારા સંપૂર્ણ સ્વરૂપાવિર્ભાવ પ્રત્યે જ અથવા તેના પ્રકૃષ્ટ સાધન પ્રત્યે જ કેન્દ્રિત થયેલ છે. તેની સ્થાપના પણ તે ધ્યેયને ઉદ્દેશીને જ કરવામાં આવી છે. આ જગમાં કોઇ પણ પ્રાણી દુ:ખઇચ્છુક નથી, પ્રત્યેક પ્રાણી સુખના જ વાંછુક છે. આથી કોઇ પણ સંસારવર્તિ પ્રાણી દુ:ખના તથા દુઃખાનુબંધના અનન્ય નિમિત્તભૂત પાપને ત્રિવિધ ત્રિવિધ કોટિમાંથી એક પણ કોટિએ કરો નહિ, એટલું જ નહિ પણ તેનાથીય વિશેષ એ કે કોઇ પણ સુખાભિલાષી પ્રાણી દુ:ખી થાઓ નહિ અને પરંપરાએ પણ દુ:ખના અસાધારણ કારણ કર્મોથી-કલેશોથી-વાસનાથી-પ્રકૃતિથી સર્વથા મુક્ત થાઓ; કે જેથી શાશ્વત સુખ અને આનંદ પ્રગટ થાય.” આવી પ્રવૃત્તિક ઉત્કૃષ્ટ ભાવના એ જૈનશાસનના ઉદ્ભવની જડ છે.તેના સ્થાપક સર્વથા નિર્દોષ હોઇ પરમ આપ્ત હોવા સાથે યથાર્થદર્શી છે. તેમણે સ્વસ્વરૂપનો આવિર્ભાવ કરેલ છે અને તેથી જ કેવલાલોક દ્વારા સારાય લોકાલોકને કે ચરાચર જગને અવલોક્યું છે અને પ્રકાશાનુસારે જ તે તે વિષયોનું યથાતથ નિરૂપણ કર્યું છે. આથી જ તેમનું વચન શ્રદ્ધેય છે તથા આદેય છે. તેમના વચનમાં અસત્યતાની સંભાવના એટલે સૂર્યના પશ્ચિમ દિશામાં ઉદયની કલ્પના. કદાચિત કાકતાલીયન્યાયે એ અસંભવિત હોવા છતાંય સંભવિત કરવામાં આવે, તોયે વીતરાગોક્ત વચનમાં મિથ્યાત્વની શંકા કે સંભાવના તો સ્વપ્રમાંય શક્ય નથી.
આ તો આવશ્યક હોવાથી પ્રાસંગિક વિવેચન કર્યું. મુખ્ય ધ્યેય તો જ્ઞાનની મહત્તાનું છે. છતાંય. અતિ આવશ્યક હોવાથી અપ્રસ્તુત હોવા છતાંય અનિવાર્ય હોવાથી આટલું વિવેચન કરવું પડ્યું છે. તાત્પર્ય તો એ જ છે કે-હરેકે દરેકે જ્ઞાનની પરમ આવશ્યક્તા સ્વીકારી છે તેમજ પ્રચારી છે, એ નિર્વિવાદ છે.
એ જ્ઞાન શું છે તે હવે પછી જોઇશું.
જ્ઞાન એ જીવનો સ્વ-પર પ્રકાશક અસાધારણ ગુણ છે. તેનો એવો અનુપમ સ્વભાવ છે કે-તે અજ્ઞાનને દૂર કરવા સાથે તથા પ્રકાશ્ય વસ્તુના પ્રકાશને કરવા સાથે સ્વનો પણ સાથે જ પ્રકાશ કરે છે. સૂર્ય અને ચંદ્ર પ્રમુખનો પણ પ્રકાશ ઘોર અંધકારને દૂર કરી અને જગતને પ્રકાશમય કરી સ્વનો પણ પ્રકાશ સાથે જ કરે છે. અર્થાત જેમ સૂર્ય અને ચંદ્રાદિના પ્રકાશના પ્રકાશને અંગે અન્ય પ્રકાશની આવશ્યક્તા રહેતી નથી અથવા પ્રદીપના પ્રકાશના પ્રકાશને અંગે અન્ય પ્રદીપની આવશ્યક્તા રહેતી જ નથી, તેમજ જ્ઞાન રૂપ પ્રકાશના પ્રકાશને માટે અન્ય પ્રકાશની આવશ્યક્તા રહેતી જ નથી. તે તો સૂર્યાદિના પ્રકાશવત્ સ્વત એવ સ્વપ્રકાશ કરે છે.
જો કદાચિત આ એક નક્કર સત્ય નહિ સ્વીકારતા તેના પ્રકાશ માટે અન્ય પ્રકાશકની અપેક્ષા રાખવામાં આવે અર્થાત તે પ્રકાશને અન્યતઃ પ્રકાશ્ય માનવામાં આવે, તો એ અન્ય પ્રકાશક યદિ જડસ્વરૂપ હોય તો તે કદાપિ પ્રકાશક બની શકે જ નહિ : કારણ કે-જે સ્વયં સ્વપ્રકાશમાંય સામર્થ્ય ધરાવતું નથી તે અન્ય પ્રકાશમાં શક્તિશાળી હોય એ કલ્પના જ અસંભવિત છે.
જડનો અર્થ જ તે છે કે-એ અન્યતઃ પ્રકાશ્ય છે. સ્વપ્રકાશમાં તો એ સર્વથા શક્તિરહિત છે. એથી જ એ અન્ય પ્રકાશકનો સ્વયં જડ હોવા છતાંય તથા અન્યતઃ પ્રકાશ્ય હોવા છતાંય પ્રકાશ કરશે, એ કલ્પના આકાશકુસુમની સુગંધિની કલ્પનાતુલ્ય હોઇ તુચ્છ છે અને તેથી જ આદરણીય નથી.
કદાચિત એ દોષના નિવારણ અંગે અન્ય પ્રકાશકને તેના પ્રકાશક તરીકે સ્વીકારવામાં આવે તો અલબત્ત !પૂર્વોક્ત દોષની સંભાવના નથી જ. છતાંય એક પ્રગ્નની ઉપસ્થિતિ તો શક્ય જ છે કે- “જેમ આ પ્રકાશક અન્યનો પ્રકાશક હોવાથી સ્વત: પ્રકાશ્ય ન હોઇ શકે કિન્તુ પરતઃ પ્રકાશ્ય જ હોય, તેમજ અન્યા
Page 90 of 161