________________
ન હોઇ શકે.)
ઉક્ત શેષ ઇન્દ્રિયજન્ય અક્ષરલાભ પણ શબ્દાર્થ પર્યાલોચન રૂપ હોવાથી શ્રોત્રેન્દ્રિયજન્ય ઉપલબ્ધિ રૂપ સમજવો અથવા શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિ પદથી શ્રોત્રેન્દ્રિયજન્ય વ્યંજનાક્ષર આહિત શાબ્દબોધ, દ્રવ્યશ્રુત પદથી શેષ ઇન્દ્રિયજન્ય સંજ્ઞાક્ષર જ્ઞાનાહિત શાબ્દબોધ અને અક્ષરલાભ પદથી ઉભયથી ભિન્ન શ્રુતજ્ઞાનાવરણ કર્મક્ષયોપશમજનિત બુદ્ધિ ગ્રહણ કરવી. કારણ કે-સંજ્ઞા તથા વ્યંજનાક્ષરની દ્રવ્યશ્રુત તરીકે તથા લબ્ધિની ઉપયોગ તરીકે વ્યાખ્યા કરેલી છે એટલે કોઇ દોષ નહિ આવે.
આ પ્રકારે તે તે ભેદના યોગે મતિ અને શ્રુતનો ભેદ પણ છે. વાસ્તવિક તો શ્રુત એ એક પ્રકારનો મતિનો વિશિષ્ટ ભેદ જ છે. આ રીતે શ્રુતનું સંક્ષિપ્ત વર્ણન સમાપ્ત થયું.
અવધિજ્ઞાન
અવધિ આદિ ત્રણ જ્ઞાન સ્વોત્પત્તિમાં આત્મિક વ્યાપાર માત્રના સાપેક્ષ હોવાથી તે પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. તેમાં આવારક આવરણના સર્વથા વિલયથી જન્ય જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે, જેને સકલ તરીકે સંબોધાય છે. તેના ક્ષયોપશમથી જન્ય જ્ઞાન અવધિ તથા મન:પર્યાય જ્ઞાન છે, જેને વિકલ કહેવાય છે. સકલ રૂપી દ્રવ્યોને વિષય કરનાર ક્ષયોપશમજન્ય સ્પષ્ટ જ્ઞાનવિશેષ અવધિજ્ઞાન. તેના બે પ્રકાર. ભવપ્રત્યયિક તેમજ ગુણપ્રત્યયિક-ક્ષાયોપશમિક. આધજ્ઞાન નારક જીવોને હોય, જ્યારે
અંતિમજ્ઞાન દેવ માનવીઓને અને તિર્યંચોને હોય.
યદ્યપિ દેવ તથા નારક સંબંધી અવધિજ્ઞાન પણ પરમાર્થથી તો ક્ષાયોપશમિક જ છે, છતાંય તેની નારકાદિ ભવમાં અવશ્ય ઉત્પત્તિ થતી હોવાથી તે તેનું નિમિત્ત ગણાય છે. રૂપિદ્રવ્ય અવધિજ્ઞાનનો વિષય છે, છતાંય તેના વિશેષ સામર્થ્યનું પ્રતિપાદન કરવા માટે તેમ પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે કે ‘જો અલોકાકાશમાંય દર્શનીય રૂપિ વસ્તુ હોત તો તેમાય ( અવધિ (પરમાવધિ) જ્ઞાની) લોક પરિમિત અસંખ્યેય ખંડોનું દર્શન પણ કરી શકત અને જ્ઞાન પણ કરી શકત.' અર્થાત્ અલોકમાંય રૂપિદ્રવ્યનો સંભવ કલ્પી અવધિજ્ઞાનની આટલી ઉચ્ચ કક્ષા છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. શક્તિવિશેષના જ્ઞાપનથી એવું સૂચન કરે છે કે-અવધિજ્ઞાનની લોકાકાશસ્થ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર રૂપીદ્રવ્યોમાં વિષયતા છે. ગુણપ્રત્યયિક અવધિજ્ઞાનના છ પ્રકારો છે. અનુગામિ, વર્તમાન, પ્રતિપાતિ, અનનુગામિ, હીયમાન અને અપ્રતિપાતિ. મન:પર્યાયજ્ઞાન
માત્ર મનનું જ સાક્ષાત્કારકારિ જ્ઞાન મન:પર્યાયજ્ઞાન. આ જ્ઞાનની સિદ્ધિ માત્ર મનોદ્રવ્યને આલંબીને જ છે. મન રૂપે પરિણત સ્કન્ધો દ્વારા આલોચિત બાહ્ય અર્થોને તો અનુમાનથી જ જાણી શકે છે : કારણ કે-મનનકર્તા તો અમૂર્ત ધર્માસ્તિકાર્યાદિનું પણ મનન કરે છે, જ્યારે મનનો તો મૂર્તદ્રવ્ય જ વિષય છે. બાહ્ય અર્થ વિષયક અનુમાન અંગે જ અચક્ષુદર્શન સ્વીકારવામાં આવ્યું છે, કે જેના યોગે સૂત્રમાં ‘મનોદ્રવ્યો જાણે છ અને જૂએ છે.’ આ પ્રકારે વ્યવહાર કરવામાં આવેલ છે. આપેક્ષિક સામાન્ય જ્ઞાન પણ વ્યાવહારિક દર્શન રૂપે હોઇ શકે છે. પરમાર્થથી તો તે સઘળુંય જ્ઞાનજ છે, કારણ કે-આ જ્ઞાન મનદ્રવ્યના પર્યાયો-વિશેષોને જ ગ્રહણ કરે છે. વિશેષગ્રાહક જ્ઞાન જ હોય, તેથી મન:પર્યાય દર્શન નથી. આ જ્ઞાન અઢી દ્વીપવર્તી જીવે પરિગૃહીત અને મન રૂપે પરિણામિત દ્રવ્યોનું ગ્રાહક છે.
તેના બે પ્રકાર છે. ૠજુમતિ અને વિપુલમતિ. અલ્પવિશેષોપેત દ્રવ્યગ્રાહક ઋજુમતિ અને અનેક
Page 97 of 161