________________
શરીર રૂપે પરિણમાવી મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં શ્રી તીર્થંકર પરમાત્માઓ હોય ત્યાં મોકલે છે અને સમાધાન લઇને તરત જ પાછુ આવે છે અને તેજ વખતે આત્મપ્રદેશોને દંડરૂપે બનાવી આહારક શરીરના પુદ્ગલોનું વિસર્જન કરે છે તે આહારક સમુદ્ધાત કહેવાય છે. આ એક ભવમાં બે વાર કરી શકે છે અને આખા ભવચક્રમાં (સંસારમાં રહે ત્યાં સુધીમાં) ચાર વાર કરી શકે છે.
(૬) તૈજસ સમુદ્ધાંત :- આ તૈજસ શરીર નામકર્મ વિષયક છે. જ્યારે જીવોએ તેજોલેશ્યાની લબ્ધિ કે શીત લેશ્યાની લબ્ધિ પેદા કરેલી હોય છે ત્યારે તેનો ઉપયોગ કરતાં આ સમુદ્ઘાત હોય છે જ્યારે જીવ તેજોલેશ્યાનો કે શીત લેશ્યાનો ઉપયોગ કરતો હોય ત્યારે પોતાના શરીરની અવગાહના રૂપે રહેલા આત્મપ્રદેશોને બહાર કાઢીને દંડરૂપે બનાવે છે અને તજ વખતે જગતમાં રહેલા તૈજસ શરીર વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેમાંથી તૈજસ શરીર રૂપે તેજોલેશ્યા બનાવે છે અને કેટલાક તેમાંથી શીત લેશ્યા પણ બનાવી શકે છે. આ તેજો લેશ્યા કે શીત લેશ્યા બનાવ્યા પછી તેનો ઉપયોગ કરીને તે લેશ્યાના પુદ્ગલોને વિસર્જન કરતાં ફરીથી આત્મ પ્રદશોને દંડરૂપે બનાવી તે લેશ્યાના પુદ્ગલોનો નાશ કરી મૂલ પોતાના શરીરની અવગાહના રૂપે થાય તે તૈજસ શરીર સમુદ્ધાત કહેવાય છે.
(૭) કેવલી સમુદ્ધાંત :-તેરમા ગુણસ્થાનકમાં રહેલા કેવલી ભગવંતોને આ સમુદ્ધાત હોય છે જે કેવલી ભગવંતોનું આયુષ્ય કેવલજ્ઞાન પામ્યા પછી છ મહિનાથી ઓછું હોય તે કેવલી ભગવંતો આ સમુદ્ઘાત કરેય ખરા અથવા ન પણ કરે પણ જે કેવલી ભગવંતોનું આયુષ્ય છ મહિનાથી અધિક હોય એ કેવલી ભગવંતો આ સમુદ્દાત અવશ્ય કરે છે. આ સમુદ્ધાત વેદનીય-નામ અને ગોત્રકર્મના પુદ્ગલો આયુષ્ય કર્મ કરતાં વધારે હોય છે તે વધારાના પુદ્ગલો ખપાવવા માટે અને બાકીના પુદ્ગલો આયુષ્ય કર્મ જેટલા રાખીને આયુષ્ય સુધી ભોગવવા લાયક બનાવે છે તે કેવલી સમુદ્ધાત કહેવાય છે આ સમુદ્ધાત
આઠ સમયનો હોય છે.
કેવલી ભગવંતો પહેલા સમયે મૂલ શરીર રૂપે હોય છે. પહેલા સમયે પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢીને અધોલોકમાં સાતમી પૃથ્વી સુધી લંબાવે છે અને ઉર્ધ્વલોકે પણ છેક લોકના અગ્રભાગ સુધી લંબાવે છે અને પહોળાઇ તથા જાડાઇ પોતાના શરીર પ્રમાણ હોય છે. આ રીતે ચૌદરાજલોક સુધીનો દંડ કરે છે. બીજા સમયે તિતિલોકને વિષે રહેલા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો સુધી એટલે સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી
કપાટ રૂપે બનાવે છે એટલે આત્મપ્રદેશોનો આકાર ચોકડી જેવો થાય છે. ત્રીજા સમયે ચોકડી આકારથી અધિક રૂપે એ ચોકડીના આકારમાં ગુણાકારની ચોકડીના આકાર વધે છે. એટલે દહીં ભાંગવાના સાધન જેવો રવૈયાનો આકાર બને છે અને ચોથા સમયે બાકીના ભાગોને આત્મ પ્રદેશોથી પુરીને લોકવ્યાપી બને છે. બીજા અને ત્રીજા સમયે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે અને ચોથા સમયે લોકવ્યાપી બને ત્યારે કાર્પણ કાયયોગ હોય છે. પાંચમા સમયે રવૈયાના આકાર સિવાય જે આંતરા પુરેલા તે આંતરામાંથી આત્મપ્રદેશો ખેંચી લે છે. છઠ્ઠા સમયે રવૈયાનો આકાર જેવો આકાર થાય છે. સાતમા સમયે કપાટ જેવો (ચોકડી જેવો) આકાર થાય છે અને આઠમા સમયે મૂલ સ્વરૂપે બને છે. ૫-૬-૭ સમયે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. આ આઠ સમયની ક્રિયામાં વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મના અનંતાનંત પુદ્ગલોનો નાશ થાય છે અને પોતાને ભોગવવા લાયક આયુષ્ય પ્રમાણ વેદનીય આદિ ત્રણે કર્મોના પુદ્ગલો રહે છે. આ કેવલી સમુદ્ધાત કહેવાય છે.
વેદના, કષાય અને મરણ આ ત્રણ સમુદ્ઘાતો અનાભોગિક રૂપે કહેવાય છે કારણ ક એ સ્વેચ્છાએ કરાતા નથી પણ જીવના પુરૂષાર્થથી એ ત્રણે થઇ જાય છે. ઇરાદા પૂર્વક કરી શકાતા નથી જ્યારે બાકીના
Page 85 of 161