________________
આધીન થયેલો હોય તો જેટલા કર્મો ખપે છે તેના કરતાં કઇ ગુણા અનંત કર્મો બાંધે છે એ કષાય સમુધાત કહેવાય છે.
(૩) મરણ સમુદ્ધાત - જગતમાં રહેલા જીવોને પોતાનું ભોગવાતું આયુષ્ય છેલ્લું એક અંતર્મુહૂર્તનું ભોગવવાનું બાકી રહે ત્યારે જે જીવોને મરણ સમુદ્ધાત થવાનો હોય તે જીવ જે ભવનું આયુષ્ય બાંધેલું હોય તે જે ક્ષેત્રમાં જઇને ભોગવવાનું હોય તે ક્ષેત્ર સુધી પોતાના આત્મપ્રદેશો લંબાવીને દંડરૂપે બનાવે છે અને તે ક્ષેત્રને સ્પર્શીને પાછો પોતાના સ્થાને આવે છે. આ ક્રિયાને મરણ સમુદ્ધાતની ક્રિયા. કહેવાય છે. એમાં કેટલાક જીવો આ રીતે દંડરૂપે આત્મપ્રદેશો લંબાવ્યા પછી પોતાના સ્થાને પાછો આવી
થી પણ તે ક્ષેત્ર સધી આત્મ પ્રદેશો લંબાવે છે અને તે સ્થાનમાંથી આત્મપ્રદેશોનો સંકોચ કરતાં કરત વચમાં જ પોતાનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરી શકે છે તે પણ મરણ સમુદ્ધાત કહેવાય છે. આ રીતે એક ભવમાં બે વાર મરણ સમુદ્ધાતને જીવો કરી શકે છે પણ બીજીવાર મરણ સમુદ્ધાત કરનારા જીવો પોતાના ભોગવાતા આયુષ્યને પોતાના ક્ષેત્રમાં પૂર્ણ કરતાં નથી પણ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનું હોય તે ક્ષેત્ર તરફ વચમાં ભોગવાતું આયુષ્ય પૂર્ણ થાય છે. જ્યારે એક વાર મરણ સમુદ્ ધાત કરનારો જીવ દંડરૂપે આત્મા પ્રદેશોને જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં સુધી વિસ્તાર કરી પછી મૂલ સ્થળે પાછો આવી પછી જ એ મૂલ સ્થળે. જ મરણ પામે છે. અને પછી એ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનો હોય ત્યાં પહોંચી જાય છે. એ મરણ સમુદ્ધાત કહેવાય છે. આ રીતે એકવાર અથવા બે વાર દંડરૂપે આત્મપ્રદેશોને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કોઇ પણ જીવો કરી શકે છે. દરેક જીવનું મરણ સમુદ્ધાતથી જ થાય એવો નિયમ નથી. સમુદ્ધાત વગર પણ જીવો મરણ પામી શકે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે યમ લેવા માટે આવ્યો. યમ એમને લઇને એ ક્ષેત્ર બતાવી આવ્યો એમ કહેવાય છે. તે આને એટલે મરણ સમુદુધાતને અનુલક્ષીને જાણવું બાકી કોઇ લેવા આવતું નથી અને કોઇ કાંઇ બતાવતું નથી.
(૪) વૈક્રીય સમુદ્ધાત - આ સમુદ્ધાત વક્રીય શરીર નામકર્મ ઉદયક હોય છે. વૈક્રીય શરીરની વિકુર્ણ કરે ત્યારે હોય છે એટલે દેવતા અને નારકીના જીવો ઉત્તર વક્રીય શરીર એટલે બીજું વૈક્રીય શરીર બનાવતા હોય ત્યારે આ સમુધાત હોય છે અને એ વક્રીય શરીરનું સંહરણ કરતાં હોય, નાશ કરતાં હોય ત્યારે આ સમુદ્ધાત હોય છે એવી જ રીતે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો ઉત્તર વેક્રીય શરીર બનાવે અને સંહરે ત્યારે આ સમુદુધાત હોય છે. જ્યારે ઉત્તર વૈક્રીય શરીર બનાવતા હોય ત્યારે પોતાના શરીરની અવગાહનામાં રહેલા આત્મ પ્રદેશોને બહાર કાઢી દડરૂપે બનાવે અને તે જ વખતે જગતમાં રહેલા વૈક્રીય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી વૈક્રીય રૂપે પરિણમાવી વક્રીય શરીર બનાવે છે તે વિક્રીય સમદુધાત કહેવાય છે અને તે વક્રીય શરીર બનાવ્યા પછી એની જરૂરત ન હોય ત્યારે તે શરીરને સંહરણ કરતાં આત્મ પ્રદેશોને દંડરૂપે બનાવી એ પુદગલોનો નાશ કરે છે ત્યારે વેક્રીય સમુધાત કહેવાય છે. આ સમુદ્ધાત પ્રમાદથી પેદા થતો હોવાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી આ સમુદ્ધાત હોય છે.
(૫) આહારક સમુધાત :- આ સમુધાત આંહારક શરીર નામકર્મ વિષયક છે. ચૌદ પૂર્વધર મહાત્માઓ જ આ સમુદ્ધાત કરી શકે છે. જ્યારે કોઇ પદાર્થમાં શંકા પડે અને સમાધાન ન મળે તો તે સમાધાન મેળવવા માટે આ સમુદ્ધાતનો ઉપયોગ કરે છે અથવા ભગવાનનું સમવસરણ રચેલું હોય અને એના દર્શન કર્યા ન હોય તો તે જોવા માટે આ સમુદ્ધાતનો ઉપયોગ કરે છે. આ સમુદ્ધાતનો ઉપયોગ માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે જ થાય છે. જ્યારે જીવો આહારક શરીર બનાવવાના હોય ત્યારે પોતાના આત્મ પ્રદેશો દંડરૂપે બનાવે છે અને તે જ વખતે જગતમાં રહેલા આહારક વર્ગણાના પગલોને ગ્રહણ કરી આહારક
Page 84 of 161.