________________
ચાર (વૈક્રીય, આહારક, તૈજસ અને કેવલી સમુદ્ઘાત) એ આભોગિક રૂપે હોય છે એટલે ઇરાદાપૂર્વક કરવા હોય ત્યારે થઇ શકે છે માટે આભોગિક કહેવાય છે.
વેદના-કષાય અને મરણ તથા કેવલી સમુદ્ધાતો અનિયત હોય છે એટલે તે તે પ્રસંગે એ હોય જ એવો નિયમ નથી. જ્યારે બાકીના વૈક્રીય-આહારક અને તૈજસ સમુદ્ધાતો નિયત હોય છે.
કેવલી સમુદ્ધાત સિવાયના બાકીના છ સમુદ્ધાતો એક અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ હોય છે. કેવલી સમુદ્દાત આઠ સમયનો હોય છે.
૧૦ દ્રષ્ટિ દ્વાર
આત્માની અશુધ્ધિના પ્રકર્ષની તરતમતાને અને શુધ્ધિની પ્રકર્ષ અપકર્ષની તરતમતાને દ્રષ્ટિ કહેવાય છે.
જગતમાં રહેલા જીવો કોઇને કોઇ દ્રષ્ટિવાળા હોય જ છે પણ એ દ્રષ્ટિ દરેકને એક સરખા પરિણામવાળી હોતી નથી કોઇની તીવ્રતર હોય, કોઇની તીવ્રતમ હોય, કોઇની તીવ્ર હોય, કોઇની મંદતર હોય, કોઇની મંદતમ હોય અને કોઇની દ્રષ્ટિ મંદ પણ હોય એમ અનેક પ્રકારો વાળી દ્રષ્ટિઓ હોય છે. એ એક એકમાં દ્રષ્ટિના પરિણામની તરતમતા અસંખ્યાતા અને અનંતા ભેદવાળી હોય છે. એ દ્રષ્ટિના જ્ઞાની ભગવંતોએ ત્રણ ભેદો પાડેલા છે. (જણાવેલા છે.)
(૧) સમ્યદ્રષ્ટિ, (૨) મિથ્યાદ્રષ્ટિ અને (૩) મિશ્રદ્રષ્ટિ એમ ત્રણ ભેદો હોય છે.
(૧) સમ્યદ્રષ્ટિ :- શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા (જણાવેલા) તત્વો પ્રત્યે અવિચલ શ્રધ્ધા તે સમ્યદ્રષ્ટિ કહેવાય છે.
શ્રી જિનેશ્વર પરમાત્માઓને કેવલજ્ઞાન થયા પછી જગતમાં જે જે પદાર્થો જે સ્વરૂપે રહેલા હોય છે તે સ્વરૂપે જુએ છે અને જાણે છે એ જોયા અને જાણ્યા પછી જગતના જીવોને એ પદાર્થોનું એ સ્વરૂપે જ્ઞાન પેદા થાય એ માટે અર્થથી નિરૂપણ કરે છે એમાં જે પદાર્થો આત્માને નુક્શાન કારક હોય તે પદાર્થો તેવા સ્વરૂપે નિરૂપણ કરી એ પદાર્થો છોડવા લાયક રૂપે જુએ છે. તે રીતે તેનું વર્ણન કરે છે. કારણ કે એ પદાર્થો છોડવા લાયકને છોડવા લાયક રૂપે માને નહિ, સ્વીકારે નહિ ત્યાં સુધી એ પદાર્થોને જીવો ગ્રહણ કરવા લાયક માનીને દુ:ખી થતા હોય છે એમ જુએ છે આથી છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની જીવ બુધ્ધિ પેદા કરે તે યથાર્થ જ્ઞાનરૂપે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. એવી જ રીતે જે પદાર્થો ગ્રહણ કરવાથી આત્માના સુખની અનુભૂતિ થાય છે. આત્મદર્શન પ્રગટ થાય છે એવા પદાર્થોને ગ્રહણ કરવા લાયક રૂપે નિરૂપણ કરે છે. એ રીતની યથાર્થ રૂપે જીવને બુધ્ધિ પેદા થાય, ગ્રહણ કરવા લાયકમાં ગ્રહણ કરવાની બુધ્ધિ થાય તે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. એ રીતે પદાર્થોમાં અવિચલ દ્રષ્ટિ શ્રધ્ધા પેદા થાય તે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. જીવને જ્યારે એ સમ્યદ્રષ્ટિ પેદા થાય ત્યારે સમ્યગ્દર્શન જીવમાં પેદા થાય છે.
(૨) મિથ્યાદ્રષ્ટિ :- જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્વો પ્રત્યે જીવને અવિચલ અશ્રધ્ધા પેદા થાય તે મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. મિથ્યા = ખોટી દ્રષ્ટિ-ઉંધી દ્રષ્ટિ-વિપરીત દ્રષ્ટિ પેદા થયેલી હોય તે.
જેમકે છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ પેદા ન થતાં એ છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા થયેલી હોય અને ગ્રહણ કરવા લાયક પદાર્થોને વિષે ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા ન થતાં છોડવા લાયકની બુધ્ધિ પેદા થયેલી હોય તે મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. અનાદિ
Page 86 of 161