________________
પ્રધાનપણે સામાન્ય રીતે જીવોને રસનેન્દ્રિય ઇન્દ્રિય વધારે મળેલી હોવાથી તેનો ઉપયોગ વધારે કરે છે. જેમકે આ જીવને ભૂખ લાગે એટલે આહારની શોધમાં નીકળે તેમાં જે આહાર મળે ત્યાં અટકે અને જીભથી. તે આહારને ચાખે. સ્વાદમાં ઠીક લાગે તો ખાય નહીં તો આહારની શોધમાં તેને છોડીને આગળ જાય. એકેન્દ્રિયપણામાં સ્પર્શેન્દ્રિયથી આહાર લેતો હતો અહીં શક્તિ વધી છે માટે રસનેન્દ્રિયથી આહાર કરવામાં ઉપયોગ વધારે કરે છે. આથી કર્મબંધ પણ પચ્ચીશ ઘણો અધિક થાય છે. આ રીતે આ જીવો તેર વિષયોમાંથી પ્રધાનપણે પાંચ રસનેન્દ્રિયના વિષયોમાં મુંઝાતા ર્યા કરે છે.
તે ઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિયના-૮-રસનેન્દ્રિયનાં-૫ અને ધ્રાણેન્દ્રિયના બે વિષયો થઇને પંદર વિષયો હોય છે. આ જીવો પંદર વિષયોમાં રાગાદિ પરિણામ કરતાં કરતાં એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ઘણો કર્મબંધ કરી ર્યા કરે છે. આ જીવોને સારા રસવાળા પુગલો આહાર માટે મળે છતાં સુગંધ કેવી છે તે જાણવા માટે સુંઘે અને તે સુગંધ પોતાને અનુકૂળ લાગે તોજ આહાર કરે નહિ તા નહિ. આ સ્વભાવ વિશેષ હોય છે.
ચઉરીન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય-૮, રસનેન્દ્રિયના-૫, ધ્રાણેન્દ્રિયના-૨ અને ચક્ષરીન્દ્રિયનાં પાંચ વિષયો થઇને ૨૦ વિષયો હોય છે. તેમાં સારા નરસાપણું કરી પોતાનો સંસાર વધારતા જાય છે. આ જીવોનો પ્રધાનપણે સ્વભાવ એવો હોય છે કે સારા રસવાળા પુદ્ગલો મલે અનુકૂળ ગંધવાળા મલે તો પણ આંખે ગમે એવા ન હોય તો એ આહારનો ઉપયોગ ન કરે તેને છોડી બીજા આહારની શોધમાં જાય છે. આ જીવો. એકેન્દ્રિય કરતાં સો ગુણો અધિક કર્મબંધ કરે છે.
અસન્ની પંચેન્દ્રિય જીવોને ૮ + ૫ + ૨ + ૫ + ૩ = ૨૩ વિષયો હોય છે. તે ત્રેવીશ વિષયોમાંથી કોઇને કોઇ વિષયમાં સારા નરસાપણું કરતાં કરતાં પોતાનો સંસાર વધારતા જાય છે. આ જીવો પ્રધાનપણે કડક સારા અવાજવાળી ચીજ આહારમાં વધારે પસંદ કરે છે. આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં એક હજાર ઘણો અધિક કર્મબંધ સમયે સમયે કરે છે.
સન્ની પંચેન્દ્રિય જીવોને વેવીશ વિષયોમાં વિશેષ રીતે સારા નરસાપણું કરવા માટે અધિક મન મળેલું હોય છે તેથી સારી રીતે અનુકુળ વિષયોમાં એકાગ્ર ચિત્તે રાગાદિ કરતાં જાય છે અને પ્રતિકુળ વિષયોમાં દ્વેષાદિ સારી રીતે કરી કરીને પોતાનો સંસાર અધિક અધિક વધારતા જાય છે. આ જીવોને મન મેળેલું હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં અંતઃકોટાકોટી સાગરોપમ જેટલો કર્મબંધ સમયે સમયે કર્યા જ કરે છે અને રાગાદિની તીવ્રતાના કારણે કોઇ કોઇવાર ઉત્કૃષ્ટથી દરેક કર્મનાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધને પણ કર્યા કરે છે. આજે આપણને મળેલી ઇન્દ્રિયોનો લગભગ મોટા ભાગે કયો ઉપયોગ કરીએ છીએ એ ખાસ વિચાર કરવાનો છે. ઇન્દ્રિયોને આધીન બની જીવવામાં બહાદુરી એટલે શુરવીરતા નથી પણ તે તે ઇન્દ્રિયોની સંયમતા કરીને જીવવામાં બહાદુરી કહેલી છે. આથી કઇ કઇ ઇન્દ્રિયો પ્રધાનપણે મને હેરાન કરે છે, વારંવાર તે તે વિષયોમાં મને ખેંચી જાય છે તે જાણીને તેનાથી છૂટવાનો અને સંયમ કરવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ. જો એ નહિ થાય તો સંસાર માથા ઉપર ઉભો રહે છે. સંસાર કાપવો હોય અને મોક્ષનો અભિલાષ પેદા કરી તેને ટકાવવો હોય તો આ પ્રયત્ન અવશ્ય કરવો જ પડશે. આથી આખા દિવસમાં ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયોમાંથી કેટલા વિષયોમાં રાગ-દ્વેષાદિ પરિણામ કરી કરીને જીવ્યા અથવા જીવીએ છીએ તેને જોવાનો પ્રયત્ન કરવો પડશેને ? આ પ્રયત્ન કરતાં રહીશું તો ઇન્દ્રિયોનો સંયમ જલ્દી થઇ શકશે. આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે એક સેકંડ અનુકૂળ પદાર્થની ઇચ્છા કરીએ અથવા પ્રતિકૂળ પદાર્થોમાં નારાજી કરીએ કે દ્વેષ કરીએ એટલે દશ ભવની પરંપરા વધે છે. બીજી વાર વિચાર કરે એટલે
Page 79 of 161