________________
દશ x દશ = સો ભવ થાય છે તથા એક સેકંડ અનુકૂળ પદાર્થની ઇચ્છાથી જીવોને નારકીના જીવો ૧૫૧૫૬૫૨ પલ્યોપમ સુધી જેટલું દુઃખ વેઠે છે એટલું દુઃખ વેઠવાનું કર્મ બંધાય છે.
આથી એ વિચારવાનું કે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં ઇન્દ્રિયજન્ય સુખોથી કેટલા સાવધ રહી સંયમી બનવા પ્રયત્ન કરવો પડે ? આજે આનું લક્ષ્ય કેટલાને છે ? માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોનું બલ ક્ષીણ ન થાય ત્યાં સુધીમાં જેટલું આત્મિક ગુણ માટે સધાય એટલું સાધી લેવું કહ્યું છે કે જેથી ઇન્દ્રિયોનું બલ સંસાર વર્ધક ન બન.
હવે ઇન્દ્રિયોનું સ્વરૂપ જણાવાય છે.
ઇન્દ્રિયો પાંચ હોય છે તે દરેકના બબ્બે ભેદ હોય છે. (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય.
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ હોય છે. (૧) નિવૃત્તિ રૂપ દ્રવ્યેન્દ્રિય, (૨) ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય. નિવૃત્તિ = આકૃતિ તેના પણ બે ભેદ છે. (૧) બાહ્ય, (૨) અત્યંતર.
બાહ્ય નિવૃત્તિ રૂપ ઇન્દ્રિય દરેક પ્રાણીઓને તેમજ મનુષ્યને જુદા જુદા આકારવાળી પ્રત્યક્ષ દેખાય
છે તે.
અત્યંતર નિવૃત્તિ રૂપ ઇન્દ્રિય સર્વ જાતિમાં સમાન હોય છે તેને આશ્રયીને તેના સંસ્થાનોનું નિયતપણું આ પ્રમાણે કહેલું છે.
(૧) શ્રોતેન્દ્રિય તે કદંબ પુષ્પના જેવા માંસના એક ગોલક રૂપ હોય છે.
(૨) ચક્ષુરીન્દ્રિય તે મસુરના ધાન્યની આકૃતિ સમાન હોય છે.
તે
(૩) ઘ્રાણેન્દ્રિય તે અતિ મુક્તના પુષ્પની જેવી-કાહલ (વાજીંત્ર વિશેષ) ની આકૃતિવાળી હોય છે. (૪) જીહવેન્દ્રિય તે સુરપ્રના એટલે અસ્ત્રાના આકારવાળી હોય છે.
(૫) સ્પર્શેન્દ્રિય તે વિવિધ પ્રકારની આકૃતિવાળી હોય છે. કારણકે શરીરની આકૃતિ એ એની આકૃતિ છે.
ઇન્દ્રિયોની બાહ્ય આકૃતિ ખડ્ગની ઉપમાવાળી છે અને અંદરની આકૃતિ ખડ્ગની ધારા જેવી કહી છે જે અત્યંત નિર્મળ પુદ્ગલ રૂપે હોય છે.
બાહ્ય આકૃતિ અને અત્યંતર આકૃતિની શક્તિ વિશેષ તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે.
અત્યંતર આકૃતિના સંબંધમાં બે વિકલ્પ છે. કોઇ અત્યંત સ્વચ્છ પુદ્ગલ રૂપ અંતરંગ આકૃતિ કહે છે અને કોઇ શુધ્ધ આત્મ પ્રદેશ રૂપ અંતરંગ આકૃતિ કહે છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રીય શક્તિ અને શક્તિવાન્ અભિન્ન હોય છે તેથી અંતરંગ નિવૃત્તિથી જુદી પડી શકતી નથી તેથી તે અભેદ છે અને અંતરંગ નિવૃત્તિ છતાં પણ દ્રવ્યાદિક વડે જો ઉપકરણ ઇન્દ્રિય પરાઘાત પામી જાય તો પદાર્થનું અજ્ઞાનપણું પ્રાપ્ત થાય છે તેથી તેમાં ભેદ પણ છે.
ઉપકરણ દ્રવ્યેન્દ્રિય બે પ્રકારની છે. (૧) બાહ્ય અને (૨) અત્યંતર.
તેમાં બાહ્ય ઉપકરણેન્દ્રિય માંસપેશી રૂપ સ્થુળ અને અત્યંતર ઉપકરણેન્દ્રિય તેમાં રહેલી શક્તિ રૂપ સૂક્ષ્મ જાણવી.
ભાવેન્દ્રિયના પણ બે પ્રકાર છે. (૧) લબ્ધિ ભાવેન્દ્રિય અને (૨) ઉપયોગ ભાવેન્દ્રિય.
લબ્ધિ ભાવેન્દ્રિય = કર્ણાદિકના વિષયોવાળો તે તે પ્રકારના આવરણનો જે ક્ષયોપશમ ભાવ તે લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય.
ઉપયોગ ભાવેન્દ્રિય = પોત પોતાની લબ્ધિને અનુસારે વિષયોને વિષે આત્માનો જે વ્યાપાર તે
Page 80 of 161