________________
થાય છે અને શ્રોત્રેન્દ્રિયથી જીવોને શબ્દનો અનુભવ થાય છે. આ પાંચે ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો કહેલા છે. તેમાં સ્પર્શેન્દ્રિયના ૮ વિષયો ગુરૂ સ્પર્શ-લઘુ સ્પર્શ-શીત સ્પર્શ-મૃદુ એટલે કોમળ સ્પર્શ અને કર્કશ એટલે ખરબચડો સ્પર્શ એમ આઠ સ્પર્શ એ આઠ વિષયો કહેવાય.
(૨) રસનેન્દ્રિયના પાંચ વિષયો હોય છે.
કડવો રસ-તીખો રસ-તૂરો રસ-ખાટો રસ-મીઠો રસ.
આ પાંચ રસવાળા પદાર્થો એ રસનેન્દ્રિયના વિષયો રૂપ કહેવાય છે.
(૩) ધ્રાણેન્દ્રિયના-સુગંધ અને દુર્ગંધ એ બે વિષયો છે.
(૪) ચક્ષુરીન્દ્રિયના પાંચ વિષયો હોય છે. કાળો વર્ણ-નીલો અથવા લીલો વર્ણ-લાલ વર્ણ-પીળો વર્ણ અને સફેદ વર્ણ.
(૫) શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયો હોય છે.
(૧) સચિત્ત શબ્દ-જીવોનાં જે શબ્દો હોય તે.
(૨) અચિત્ત શબ્દ-જીવ રહિત પુદ્ગલના અવાજના જે શબ્દો થાય તે.
(૩) મિશ્ર શબ્દ-જીવ અને અજીવ બન્નેનાં ભેગા શબ્દોનો જે અવાજ સંભળાય તે. જેમકે
કંકણ પહેરેલી સ્ત્રીનો અવાજ અને કંકણનો અવાજ બે ભેગા અવાજો સંભળાય તે.
આ રીતે પાંચ ઇન્દ્રિયોનાં ત્રેવીશ વિષયો થાય છે.
આ પાંચે ઇન્દ્રિયોમાંથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી જગતમાં રહેલા કોઇપણ જીવોને એક સાથે એક અંતર્મુહૂર્ત સુધી એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે અને લબ્ધિ રૂપે દરેક જીવોને પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ રહેલો હોય છે આથી દરેક જીવો ઉપયોગને આશ્રયીને એકેન્દ્રિય કહેવાય છે અને લબ્ધિ રૂપે દરેક જીવો પંચેન્દ્રિય કહેવાય છે.
આથી જ જીવોને એક સ્પર્શેન્દ્રિયનોજ ઉપયોગ હોય છે તે જીવોને એકેન્દ્રિય જીવો કહેવાય. જે જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય આ બે ઇન્દ્રિયો ઉપયોગ રૂપે એક એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે હોય છે તે જીવોને બેઇન્દ્રિય જીવો કહેવાય.
જે જીવોને સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયોનો ઉપયોગ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે હોય છે તે જીવોને તેઇન્દ્રિય કહેવાય. જે જીવોને સ્પર્શના-રસના-ધ્રાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયોનો એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તો ઉપયોગ પરાવર્તમાન રૂપે હોય છે એ જીવોને ચઉરીન્દ્રિય કહેવાય અને જે જીવોને સ્પર્શના-રસના-ધ્રાણ-ચક્ષુ અને શ્રોત પાંચ ઇન્દ્રિયોમાંથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે થયા કરે તેવી જે શક્તિ પ્રાપ્ત થાય તે જીવોને પંચેન્દ્રિય જીવો કહેવાય છે.
એકેન્દ્રિય જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયોમાં મુંઝાયેલા સદા માટે હોય છે એ આઠે વિષયો વાળામાંથી જે વિષયોવાળા પુદ્ગલોનો આહાર મળે તે તે વિષયોવાળા પુદ્ગલોથી આત્મામાં રાજીપો એટલે જે પુદ્ગલોનો આહાર ગમે-આનંદ આવે તે રાજીપો કહેવાય છે અને જે પુદ્ગલોનો આહાર ન ગમે અંતરમાં ગ્લાનિ પેદા કરે તેનાથી નારાજી પેદા થયા કરે છે. તેવી રીતે રાજીપો-નારાજી કરતાં કરતાં પોતાના આત્માની જન્મ મરણ રૂપે પરંપરા વધાર્યા કરે છે.
બેઇન્દ્રિય જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો અને રસનેન્દ્રિયના પાંચ વિષયો સાથે કુલ તેર વિષયોમાંથી કોઇને કોઇ વિષયોમાં રાગાદિ પરિણામ કરતાં કરતાં પોતાનો સંસાર વધારતા જાય છે.
Page 78 of 161