SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ નવાંકુરની જેમ કોમળતાને ધારણ કરે છે, બપોરીયાના કુસુમ જેવી તેનામાં રતાશ ચળકી રહી છે, વિદ્વાન જેમ કાવ્યના રસને કબૂલ કરે, તેમ તે બધા રસને માન્ય રાખે છે (સમજી શકે છે), બત્રીશ દાંતથી ચૂર્ણ થયેલ અન્નનોજ જે સતત આહાર કરે છે, બીજી સર્વ ઇંદ્રિયોનું તે પરિપોષણ કરે છે અને તેનું રક્ષણ કરવાને કિલ્લાતુલ્ય અધર શોભે છે, માટે આપણા સર્વની એ રસનાજ સ્વામિની થાઓ.” આ આપણે સર્વ ઇંદ્રિયોએ તેને મુખ્ય બનાવીને પછી આ રીતે તેઓ તેને શિખામણ આપવા લાગી:હે રસના ! તું જગજ્જનથી દુર્જય છે, માટે અમોએ અત્યારે વિચાર કરીને તને અમારી સ્વામિની બનાવી છે, તો હવે વચન બોલવામાં, ભોજન કરવામાં અને યુક્તિ રચવામાં તારે સાવધાન રહેવું, કારણ કે તારી ગફ્લત થશે, તો અમારે સર્વને નુક્શાની વેઠવી પડશે.” કહ્યું છે કે ___ “ जिवे प्रमाण जानीहि, भोजने वचने तथा । પ્રતિમુthતીવોd, પ્રાણીનાં પ્રાણનાશનમ્ III” હે રસને !ભોજન અને વચનનું પ્રમાણ તારે બરાબર સમજી લેવું.કારણકે અતિ ભક્ત અને અતિ પ્રોક્તથી અર્થાત અત્યંત ખાવાથી અને અત્યંત બોલવાથી પ્રાણીઓના પ્રાણનો નાશ થાય છે.” તેમજ વળી: “हितं मितं प्रियं स्निग्धं, मधुरं परिणामि यत् । મોનનું વાપિ, મુbari પ્રશચતે 19ી” “હિતકર, પરિમિત, પ્રેમાળ, કોમળ, મધુર અને ળદાય-એવું ભોજન અને વચન, જો ખાવામાં અને બોલવામાં આવે, તો તે પ્રશસ્ત લેખાય છે.” વળી એ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે: “निर्दग्धो वहिनना वक्षः, कदाचिच्छाङवलो भवेत । પ્રાપની દિવાનના દ્રઘો, ન પુન: રસ્તેદાંતિ IIકા” “અગ્નિથી દગ્ધ થયેલ વૃક્ષ કદાચિત નવપલ્લવિત થાય, પણ રસનારૂપ અગ્નિથી (કુવચનથી) દગ્ધ થયેલ પ્રાણી પુન: સ્નેહયુક્ત થતો નથી; માટે પ્રયોજનવાળું, પરિમિત, હિતકર, સમુચિત, સાર, ગર્વરહિત, વિચારયુક્ત, સહેતુક, સારી નિપુણતાવાળુ, દોષરહિત, કોમલ, સત્ય, દીનતાવર્જિત, સ્થિર, ઉદ્ધતાઇ રહિત, સારસહિત, મનોહર, સંબંધયુક્ત, મનને રૂચે તેવું-એવું મધુર વાક્ય ડાહ્યા માણસોને બોલવું સમુચિત છે.” મર્યાદાનું ઉલ્લંઘન કરનારા માણસો તો આ જગતમાં સંખ્યાબંધ છે, પણ પોતાના માનથી અતિશયયુક્ત એવા આચાર-ચારિત્રવાળા તો ગુણીજનો જ હોય છે. જુઓ ! નાસિકાદિક ચાર ઇંદ્રિયોની અપેક્ષાએ લોકમાં રસનાએ શું નાયકપણું નથી મેળવ્યું ? અર્થાત સર્વમાં તેનું સ્વામિત્વ સદોદિત છે. ઇન્દ્ર એટલે આત્મા (પરમેશ્વર્ય વાનું) તે આત્માએ ઉત્પન્ન કરેલી જે ચીજ તે ઇન્દ્રિયો કહેવાય છે. આત્મા હંમેશા શુધ્ધ ચેતના મય છે પણ સંસારી જીવો અનાદિ કર્મના સંયોગવાળા હોવાથી, તેનાથી પોતાની શુધ્ધ ચેતના દબાયેલી છે. પ્રગટ થયેલી નથી તથા તે દબાયેલી શુધ્ધ ચેતના જેનાથી દબાયેલી છે તેમાં જીવો રાગાદિ પરિણામ કરતાં કરતાં જીવે છે તેનાથી પોતાનો બાહ્ય જન્મ મરણ રૂપ સંસાર વધતો જાય છે. આ શુધ્ધ ચેતનાને દબાવનાર અશુધ્ધ ચેતનામય ઇન્દ્રિયો પાંચ હોય છે. (૧) સ્પર્શના, (૨) રસના, (૩) ગંધ, (૪) રૂપ અને (૫) શબ્દ. (૧) સ્પર્શેન્દ્રિયથી જીવોને સ્પર્શનો અનુભવ થાય છે. રસનેન્દ્રિયથી જીવોને રસનો એટલે સ્વાદનો અનુભવ થાય છે. ધ્રાણેન્દ્રિયથી જીવોને ગંધનો અનુભવ થાય છે. ચક્ષરીન્દ્રિયથી જીવોને રૂપનો અનુભવ Page 77 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy