________________
રચના થાય છે. તેમાં પ્રથમ સાત દિવસે ગર્ભ, કલલ (એક પ્રકારનો પ્રવાહી રસ) રૂપ થાય છે. બીજા સાત દિવસે ગર્ભ, અર્બદ (એક પ્રકારના પરપોટા) રૂપ થાય છે. પછી સાત દિવસે ગર્ભ, માંસની પેશી રૂપ બને છે અને ત્યાર પછીના સાત દિવસે ગર્ભ, માંસની કઠણ પેશી રૂપ બને છે. એ રીતિએ પ્રથમ મહિને એક કષી (પૈસાભાર) ઓછું એક પલ (અધોળ ભાર) વજન થાય છે. બીજે મહિને એ જ પેશી વધારે કઠણ બને છે. ત્રીજે મહિને વધેલા ગર્ભના પ્રતાપે માતાને દોહદો ઉત્પન્ન થાય છે. ચોથે મહિને માતાનાં અંગોપાંગ પુષ્ટ બને છે. પાંચમે મહિને ગર્ભને હાથનાં, પગનાં અને માથાનાં એમ પાંચ અંકુરો ફ્ટ છે. છટ્ટે મહિને પિત્ત અને શોણિત ઉત્પન્ન થાય છે. સાતમે મહિને અનુક્રમે (૭૦૦) નસો, (૫૦૦) માંસ પેશીઓ, (૯) મોટી ધમનીઓ. અને (૯૯ લાખ) રોમકૂપો ઉત્પન્ન થાય છે. દાઢી, મૂછ અને શરીરની મળી કુલ ગણીયે તો (3ll ક્રોડ) રોમકૂપા તૈયાર થાય છે. આઠમે મહિને ગર્ભ સંપૂર્ણ અંગોપાંગવાળો બને છે અને નવમે મહિને પ્રસવ થાય
એ રીતિએ હતું પછી બાર મુહૂર્તે ગર્ભોત્પત્તિ, ૭ દિવસે લલ, ૭ દિવસે અબ્દ, ૭ દિવસે પેશી, બીજા ૭ દિવસે કઠિન પેશી, પ્રથમ માસે એકમતે ૪૮ ટાંક વજનવાળી માંસગોટી, બીજે માસે રૂધિર અને માંસની સ્વલ્પ વૃદ્ધિ, ત્રીજે માસે માતાને દોહદ, ચોથે માસે માતાના અંગોનો વિકાસ, પાંચમે મારો હાથ, પગ અને માથાનાં પાંચ અંગો, છઠ્ઠ માસે પિત્ત અને રૂધિર, સાતમે માંસે ૭૦૦ નસો, ૫૦૦ માંસ પેશીઓ, ૯ ધમણીઓ અને ૩ ક્રોડ રોમકૂપો, આઠમે માસે સકલ શરીર તથા નવ માસ અને સાત દિવસે પ્રસવ થાય
નર-નારીના સંયોગથી જેમ ઓઘાન રહે છે, તેમ કવચિત તેવા પ્રકારના વસ્ત્ર અને જલાદિના સંયોગથી પણ રહે છે. ગર્ભ માતાના ઉદરમાં વૃષ્ટિ આગળ બે હાથ મૂઠી વાળીને ભીચડાઇને ઉંધે મસ્તકે રહે છે. નર-ગર્ભ નાભિની જમણી બાજુએ રહે છે, નારી-ગર્ભ નાભિની ડાબી બાજુએ રહે છે અને નપુંસકગર્ભ નાભિની મધ્યમાં રહે છે. મનુષ્યનો ગર્ભ ૯ માસ ૭ દિવસ પર્યત ઉદરમાં રહે છે અને તિર્યંચનો ગર્ભ યાવત ૮ વર્ષ સુધી પણ ઉદરમાં રહે છે.
જન્મ બાદ પુરૂષ શરીરનાં નવ દ્વાર અને સ્ત્રી શરીરનાં બાર દ્વારા સદા અશુચિ પુદ્ગલોથી વહેતાં રહે છે. બે કાન, બે આંખ, બે નાસિકાનાં છિદ્ર, એક મુખ, એક ગુદા અને એક પુરૂષ ચિહ્ન ઉપરાંત સ્ત્રીશરીરનાં બે સ્તન અને એક આમ્રમંજરી જેવા આકારવાળી અને જેને ક્લ કહેવામાં આવે છે તે અત્યંતર યોનિ, જે સદા માંસભરપૂર રહે છે, તે વહેતાં જ રહે છે. રૂધિરથી વહન થતી સ્ત્રીની યોનિમાં. અનેક સૂક્ષ્મ જંતુઓ રહે છે. તે સઘળાનો ભોગકાળે નાશ થાય છે. રૂથી ભરેલી વાંસની નળીમાં અગ્નિથી. તપાવેલી લાલ વર્ણવાળી સળી નાંખવામાં આવે અને જે રીતે રૂનો નાશ થાય, તે રીતે સ્ત્રી યોનિમાં રહેલા બીજા સમૂચ્છિમ જીવો ઉપરાંત ભોગકાળે ઉત્પન્ન થયેલા નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યજીવોનો પણ વિનાશ થાય છે. એ કારણે શ્રી તીર્થંકરદેવો અને શ્રી ગણધરદેવો આદિએ મેથુનક્રિયાને, નહિંત અને અનેક જન્મ-મરણની પરંપરાઓને, વધારનારા તરીકે બે ઓળખાવેલી છે.
મનુષ્યનો ગર્ભ કોઇ કોઇ વાર બાર વર્ષ અથવા ર૪ વર્ષ સુધી પણ માતાના ગર્ભમાં રહે છે. પ૫ વર્ષે સ્ત્રી અને ૭પ વર્ષે પુરૂષ નિર્બેજ બને છે, એમ પણ પ્રતિપાદન કરેલું છે.
જન્મ થયા બાદ વૃદ્ધિ પામેલા મનુષ્ય શરીરમાં અનુક્રમે ૧૦ શેર રૂધિર, ૧૦ શેર પેશાબ, ૫ શેર ચરબી, ૨ શેર વીષ્ઠા, ૬૪ ટાંક પિત્ત, ૭૨ ટાંક શ્લેખ અને ૩૨ ટાંક વીર્ય કાયમ રહે છે. ઉદરમાં પવન રહે છે, જઠરમાં અગ્નિ રહે છે, રૂધિરમાં જલ રહે છે, હાડકામાં પૃથ્વી રહે છે અને પોલાણમાં આકાશ રહે છે.
Page 7 of 161