SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરમાં એ રીતે પાંચ પ્રકારનાં ભૂતો રહેલા હોવાથી તેને પંચભૌતિક પણ કહેવામાં આવે છે. શરીરમાં ૭ ધાતુ ઉપરાંત ૭ ત્વચા, ૭૦૦ નાડો, ૯૦૦ નાડીઓ, ૫૦૦ પેશીઓ, ૩૦૦ હાડકાં, ૧૬૦ સાંધાઓ અને 9900 મર્મસ્થાનો હોય છે એ કારણે મનુષ્યશરીરને એક પ્રકારનો હાડકાંનો માળખો, માંસનો લોચો, રૂધિરની કોથળી, વીષ્ઠાની ગાડી, મૂત્રની કુંડી અને ચામડાની મહેલી અશુચિની કોટડી વિગેરે ઉપમાઓ સુઘટિત થાય છે. શરીરના અશુચિ સ્વરૂપનું દિગદર્શન કરાવતાં એક સ્થલે કહ્યું છે કે“स्थानाद्वीजादुपष्टम्भा नि:स्यन्दानिधनादपि । कायमाधेयशौचत्वात् । Toડતા વશુધિં વિદુઃ IIકા” મનુષ્યની કાયાને પંડિતપુરૂષોએ છ કારણે અશુચિ કહેલ છે. (૧) સ્થાન - શરીરનું ઉત્પત્તિસ્થાન માતાનું ઉદર, મૂત્રાદિ કુત્સિત પદાર્થોથી ભરેલું છે. (૨) બીજ - શરીરનું બીજ-મૂળ કારણ શુક્ર અને શોણિતનું મિશ્રણ, અતિ જુગુણિત હોય છે. (૩) ઉપષ્ટન્મ - શરીરને ઉપષ્ટન્મ-પોષણ આપનાર માતાએ ખાધેલા અન્નાદિ પદાર્થોના રસો. અત્યંત અશુચિ હોય છે. (૪) નિઃસ્યદ - પુરૂષનાં નવ અને સ્ત્રીનાં અગીઆર અથવા બાર દ્વાર તથા ૩ ક્રોડ રોમકૂપોમાંથી સદા દુર્ગધવાળું ક્ષરણ ચાલુ હોય છે. (૫) નિધન - મરણ બાદ કાયા થોડી જ વારમાં અત્યંત દુર્ગન્ધથી ગધાઇ ઉઠે તેવી હોય છે. (૬) આંધેયશૌચતા - જલ, મૃરિકા અને કૈલાદિ સુગંધી દ્રવ્યો વડે નિત્ય શુદ્ધિકરવા છતાં, અશુચિ કાયમ રહે છે. એવા પણ શરીરને ધારણ કરનાર સ્ત્રીઓના રૂપ રૂપી જ્વાલામાં પતંગીયા સમાન મોહાંધ બનેલા કેટલાક કુકવિઓ સ્ત્રીશરીરને અનેક પ્રકારની ઉપમાઓ આપે છે, તે નિતાન્ત અસત્ય, ભ્રમોત્પાદક અને મોહવૃદ્વિજનક છે. તેને સત્ય માનવા પહેલાં, શરીરરચનાનું ઉપર્યુક્ત તથ્ય વર્ણન વારંવાર મનન કરવા યોગ્ય છે, જેથી અસત્ય મોહને આધીન થતાં બચી જવાય અને પરિણામે થતાં અનેક અકાર્ય આચરણો અને તે દ્વારા પ્રાપ્ત થતા ઘોર દુર્ગતિપાત વિગેરેથી પણ આત્માનું સંરક્ષણ થાય. વાત, પિત્ત અને કફ માંસ, શુક્ર અને રૂધિર : તથા વીષ્ટા, મૂત્ર અને શ્લેખથી ભરેલ સ્ત્રીશરીરને રેખાની ઉપમા આપવી કે તેનાં અંગોપાંગોને ચંદ્રકિરણોથી ઘડાયેલાં કહેવાં કે તેના મુખાદિમાંથી ઝરતા અશુચિ રસોને મધુ અમૃતાદિ પદાર્થોથી ઘટાવવા એ નિતાન્ત અસત્ય છે, એમ કોઇને પણ કબૂલ કર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ. એવા શરીરના હાવ-ભાવ અને લોચનકટાક્ષાદિ વડે જીવલોકને આશ્વાસન વિગેરે મળે છે, તથા બ્રહ્માએ સમગ્ર શુદ્ધ પદાર્થોનું એક જ સ્થલે પ્રદર્શન કરાવવાની બુદ્ધિએ સ્ત્રી શરીર ઘડેલું છે -એ વિગેરે વાતો જીવની અનાદિની મિથ્યા ભ્રાન્તિને વધારનાર અને કાયમ બનાવનાર છે : તેથી જ્યાં સુધી સ્ત્રીશરીરના નામે એવી રાગવાસના-ગર્ભિત સ્વકપોલકલ્પિત વાતો ચાલે છે, ત્યાં સુધી અનાદિ મોહવશ એવી વાસનાઓને આધીન ન થઇ જવાય, તે ખાતર સાચી વસ્તુસ્થિતિને પણ વારંવાર જાણવા અને મનન કરવા આત્મ હિતેષી અને પરમાર્થદર્શી પુરૂષોએ સજ્જ રહેવું, એ કર્તવ્ય છે. સુકવિ ભર્તુહરિએ એક સ્થલે કહ્યું છે કે Page 8 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy