________________
વિક્રીય શરીરથી અધર્મ ઉપાર્જન કરીને એ શરીરવાળા જીવો એકેન્દ્રિયપણામાં ઉત્પન્ન થઇ શકે એટલું પાપ ઉપાર્જન કરી શકે છે. માટે સર્વોત્કૃષ્ટ ધર્મ અને સર્વોત્કૃષ્ટ અધર્મ ઓદારીક શરીર વાળા જીવો જ પ્રાપ્ત કરી શકે છે માટે પહેલું સહેલું છે.
દારિક શરીર દ્વારા જીવો સુખ અને દુઃખ બન્નેનો અનુભવ કરી શકે છે. સદા માટે સુખનો અનુભવ થતો નથી. થોડોક કાળ સુખનો અનુભવ થાય અને ઘણો કાળ દુ:ખનો અનુભવ આ દારિક શરીરથી જીવો કરી શકે છે. જ્યારે વૈક્રીય આદિ શરીર દ્વારા સુખ દુઃખ બન્નેનો અનુભવ થઇ શકતો નથી. વૈક્રીય શરીરથી જીવોને સુખ મલ્યું હોય તો સુખનો અનુભવ કરે છે અને દુઃખ મલ્યું હોય તો દુ:ખનો અનુભવ કરે છે પણ એ અનુભવ કરતાં જીવો પોતાના ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે ઓદારિક શરીરવાળા સુખ અને દુઃખનો અનુભવ કરતાં કરતાં પોતાના સંપૂર્ણ ધર્મને પેદા કરી શકે છે એ એની વિશેષતા છે.
કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ જીવો આ ઓદારિક શરીરથી જ કરી શકે છે અને મોક્ષની પ્રાપ્તિ પણ આ શરીરથી જ થઇ શકે છે. અર્થાત્ સકલ કર્મોથી રહિતપણું કરવું હોય તો દારિક શરીર જ જોઇએ. આત્માની સાથે અનાદિ કાળથી લાગેલા જે કર્યો છે. એ કર્મોના પુદ્ગલોનો સંપૂર્ણ નાશ કરવા માટે મનોબલની મજબુતાઇ આ શરીર દ્વારા જ પ્રાપ્ત થાય છે માટે જ્ઞાનીઓએ ઓદારિક શરીરને સર્વશ્રેષ્ઠ, પ્રધાન, ઉદાર, આદિ. વિશેષણો આપેલા છે. આ ઓદારિક શરીર સાત ધાતુઓનું બનેલું હોય છે. તે કઇ રીતે બને છે અને જીવ આ શરીરને બનાવવા-પ્રાપ્ત કરવા કેવા કેવા પ્રયત્નો કરે છે એ જણાવાય છે કે આ શરીરમાં શું શું રહેલું છે ?
અન્ય ગતિમાંથી મનુષ્યગતિમાં આવનાર જીવ, પોતાની સાથે માત્ર બે જ વસ્તુ લઇને આવે છે-એક કાર્પણ શરીર અને બીજું તેજસ શરીર. પૂર્વભવોમાં ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મપુલોનો સમૂહ તે કાર્પણ શરીર છે અને આહારની અભિલાષા ઉત્પન્ન કરનાર એક પ્રકારનો અગ્નિ, તે તેજસ શરીર છે. શરીરનું આધ કારણ આહાર છે. એ આહારની અભિલાષા તેજસ શરીરના પ્રતાપે થાય છે અને એ બધાનું મૂળ કારણ કાર્પણ શરીર છે.
મનુષ્યગતિમાં આવવાની સાથે, જીવ પ્રથમ જે કાર્ય કરે છે, તે આહારગ્રહણ કરવાનું હોય છે. માતાનું રૂધિર અને પિતાનું શુક્ર, એ બેના મિશ્રણથી થયેલ પુદ્ગલોનો આહાર, જે સમયે જીવ ગ્રહણ કરે છે, તે જ સમયે જીવનો મનુષ્ય તરીકે જન્મ થયો ગણાય છે. ગર્ભ તૈયાર થઇને નવ માસ પછી માતાના ઉદરમાંથી બહાર આવે છે, તે વ્યવહારિક જન્મ છે, પણ નિશ્ચયથી મનુષ્યનો જન્મ માતાના ઉદરમાં, અન્ય ગતિમાંથી આવ્યા બાદ પ્રથમ આહારગ્રહણકાળે થાય છે, તે જ છે. એ આહારગ્રહણમાંથી શરીર બનવા લાગે છે અને શરીરમાંથી ઇન્દ્રિયો આદિ આપોઆપ નિષ્પન્ન થાય છે.
મનુષ્ય શરીરની આ રચના ક્રમશઃ કેવી રીતે થાય છે, તે સમજવા જેવી હોય છે. એ સમજવાથી, શરીર ઉપરનો અસત્ય મોહ ઓગળી જાય છે અને એમાંથી સારભૂત તત્ત્વ ગ્રહણ કરવા માટેની ઉત્કંઠા જાગ્રત થાય છે. “તંદુલ વૈતાલિક પ્રકીર્ણક’ અને ‘ભવ ભાવના' આદિ શ્રી જિનાગમગ્રન્થોમાં એનું વિસ્તારપૂર્વક સ્વરૂપ વર્ણવેલું છે. અહીં તો, તેનું માત્ર ટૂંકમાં જ દિગદર્શન કરાવવામાં આવે છે.
માતાના રૂધિર અને પિતાના શુક્રનાં અશુચિમય પુદ્ગલોનો આહાર પ્રથમ સમયે ગ્રહણ કર્યા બાદ, તેમાંથી શરીરરચનાનો પ્રારંભ થાય છે. પ્રતિસમય આહારનાં પગલોનું ગ્રહણ પણ ચાલુ રહે છે અને શરીર રચનાનું કાર્ય પણ ચાલુ રહે છે. ગતિ, જાતિ, ઓદારિક અને અંગોપાંગાદિ નામકર્મના આધારે શરીરની
Page 6 of 161