________________
બન્યા વગર અને દુ:ખમાં દીન થયા વગર પોતાનો જીવન કાળ પસાર કરે તો જીવને દંડાવાનું મટી જાય છે અને જીવ પોતાના શુધ્ધ સ્વરૂપને સંપૂર્ણ પેદા કરી શકે છે. આ માટે જ ચારે ગતિમાં જીવો શેના શેનાથી દંડાઇને દુઃખ પામી શકે છે, પામે છે તે જણાવવાનો પ્રયાસ કરી જીવ એ દુ:ખોથી છૂટે એવી ભાવના આ મહાપુરૂષે વ્યક્ત કરેલ છે.
ચોવીશ દ્વાર
(૧) શરીર, (૨) અવગાહના, (૩) સંઘયણ, (૪) સંજ્ઞા, (૫) સંસ્થાન, (૬) કષાય, (૭) વેશ્યા, (૮) ઇન્દ્રિય, (૯) બે પ્રકારના સમુદ્યાત. (૧૦) દ્રષ્ટિ, (૧૧) દર્શન, (૧૨) જ્ઞાન, (૧૩) અજ્ઞાન, (૧૪) યોગ, (૧૫) ઉપયોગ, (૧૬) ઉપપાત, (૧૭) ચ્યવન, (૧૮) સ્થિતિ, (૧૯) પર્યાપ્તિ, (૨૦) કિકાહાર, (૨૧) સંજ્ઞી, (૨૨) ગતિ, (૨૩) આગતિ અને (૨૪) વેદ.
૧. શરીર દ્વારોનું વર્ણન
શરીર પાંચ હોય છે.
(૧) દારિક શરીર, (૨) વૈક્રીય શરીર, (૩) આહારક શરીર, (૪) તેજસ શરીર અને (૫) કામણ શરીર.
(૧) દારિક શરીર - જગતમાં જીવોને ગ્રહણ કરવા લાયક વર્ગણાઓનાં યુગલો આઠ પ્રકારના હોય છે એમાંની સૌથી પહેલી વર્ગણાના પુદગલો, દારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો. કહેવાય છે. એ વર્ગણાઓના પુદ્ગલોને ગ્રહણ કરી-દારિક શરીર રૂપે પરિણાવી-વિસર્જન કરવાની જે શક્તિ ઓદારિક શરીર નામ કર્મના ઉદયથી પેદા થાય છે તે દારિક શરીર કહેવાય. શરીરની અપેક્ષાએ શ્રી જિનેશ્વર દેવોનું શરીર મનોહર પુદ્ગલોનું બનેલું સર્વોત્તમ શરીર હોય છે માટે આ શરીરને પહેલું કહેલું છે. જગતમાં સૌથી ઉંચામાં ઉંચુ મનોહર પુદગલોવાળું શરીર હોય તો તે શ્રી તીર્થંકર પરમાત્માઓનું હોય છે. એમનું રૂપ-બલ આદિ ઉત્તમ કોટિનું હોય છે. એ તીર્થંકર પરમાત્માઓ કરતાં અનંત ગુણ હીન શરીર ગણધર ભગવંતોના આત્માઓનું હોય છે. એમના કરતાં અનંત ગુણ હીન શરીર અનુત્તરવાસી દેવાનું હોય છે. આથી સર્વશ્રેષ્ઠ શરીર શ્રી તીર્થંકર પરમાત્માઓનું ગણાય છે.
આ દારિક શરીર કેવા પ્રકારનું હોય છે ?
આ દારિક શરીર, ધર્મ અને અધર્મ ઉપાર્જન કરવામાં સમર્થ હોય છે એટલે કે જો જીવો આ શરીરથી ધર્મ ઉપાર્જન કરવા ધારે તો સારી રીતે ધર્મ ઉપાર્જન (મેળવી) કરી શકે છે. પોતાના આત્મામાં રહેલો સંપૂર્ણ ધર્મ આ શરીરથી જ ઉપાર્જન થઇ શકે છે. બાકી કોઇ શરીર ધર્મ ઉપાર્જન કરવામાં સહાયભૂત થતું જ નથી. એવી રીતે કોઇ જીવો જીવનમાં અનેક પ્રકારના પાપોનું આચરણ કરી અધર્મી ઉપાર્જન કરવા ધારે તો અધર્મ પણ આ શરીરથી જ પેદા થઇ શકે છે. એમાં વેક્રીય આદિ શરીરો કામ કરી શકતા નથી કારણ કે કહ્યું છે કે આ શરીરથી અધર્મ ઉપાર્જન કરીને જીવો જગતમાં રહેલા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિનાં દુ:ખોને એટલે સાતમી નારકીને ઉપાર્જન કરી શકે છે. જ્યારે વક્રીય શરીરવાળા જીવો.
દારિક શરીર વાળાની જેમ ધર્મ ઉપાર્જન કરી શકે તો અનુકૂળ પદાર્થોની ઓળખ કરીને એનાથી સાવચેતી રાખીને સુખમાં લીન ન બને અને દુ:ખમાં દીન ન થાય એટલો જ ધર્મ પામી શકે છે અને એજ
Page 5 of 161