________________
શતક ગ્રંથમાં કષાયોને રસ બંધના હેતુભૂત ઠરાવ્યા છે. એ વાત આ બન્ને યોગ્ય જ છે. કારણ કે કષાયોના. ઉદયને સહાય કરનારી વેશ્યાઓ ઉપચાર નયે કષાય સ્વરૂપ જ કહેવાય.
જેટલા પ્રમાણમાં કષાયોનો સભાવ હોય તેટલા પ્રમાણમાં આ વેશ્યા દ્રવ્યો તે કષાયોને સહાયરૂપ થઇને પ્રગટ કરે છે.
લેશ્યાના છ ભેદો હોય છે. (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ વેશ્યા, (૩) કાપોત વેશ્યા, (૪) તેજો લેશ્યા, (૫) પદ્મ લેશ્યા અને (૬) શુક્લ લેગ્યા.
આ છએ વેશ્યાના પુદ્ગલો આંહારક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો અને તેજસ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોની વચમાં જે જે પુદ્ગલો રહેલા છે તે પુદ્ગલોને વિષે કૃષ્ણ લેશ્યાવાળા-નીલ ગ્લેશ્યાવાળા કાપોત લેશ્યાવાળા, તેજે લેશ્યાવાળા, પદ્મ લેશ્યાવાળા અને શુક્લ લેશ્યાવાળા પુદ્ગલો અનંતા અનંતા. અનંતી અવંતી વર્ગણાઓ રૂપે જગતમાં એટલે ચોદ રાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર સદા માટે ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. એ પગલોમાંથી જીવો જે જે વેશ્યાના પુગલોની જરૂર પડે તે તે વર્ગણાના પુગલોને ગ્રહણ કરી તે રૂપે પરિણામ એટલે અધ્યવસાય બનાવતા જાય છે.
(૧) કૃષ્ણ લેશ્યાનું વર્ણન - કૃષ્ણ વેશ્યાવાળા જીવોનું લક્ષણ..
(૧) હિંસાદિ પાંચ મહાપાપથી મન, વચન, કાયા વડે છૂટવા માટે બેદરકાર, (૨) ઉત્કટ પાપ પ્રવૃત્તિઓમાં ઉધમવંત, (૩) છ કાય જીવ પ્રત્યે અવિરત, (૪) શુદ્ર, (૫) સાહસિક, (૬) નાસ્તિક, (૭) અજીતેન્દ્રિય અને (૮) ક્રુરતામય લક્ષણોવાળા જીવોને કૃષ્ણ લેશ્યા હોય છે.
(૨) નીલ ગ્લેશ્યાના લક્ષણો :- (૧) ઇર્ષા, (૨) અમર્ષ, (૩) અવિધા, (૪) માયા, (૫) શાંતિનો અભાવ, (૬) નિર્લજ્જતા, (૭) વિષ લંપટતા, (૮) મદ્રેષ યુક્ત, (૯) શઠ, (૧૦) પ્રમત્ત, (૧૧) રસ લોલુપ, (૧૨) પાપમય પ્રવૃત્તિમાં ઉધમવંત, (૧૩) ઇન્દ્રિય સુખાભિલાષી, (૧૪) અને (૧૫) સાહસિક. આ લક્ષણોવાળા જીવોને નીલ ગ્લેશ્યા હોય છે.
(૩) કાપોત વેશ્યાવાળાનાં લક્ષણો - (૧) વાંકુ બોલનાર, (૨) વાંકું આચરનાર, (૩) શઠ, (૪) સ્વદોષ છુપાવનાર, (૫) કપટી, (૬) વિપરીત શ્રધ્ધાવાન્ , (૭) કઠોર ભાષી, (૮) અનાર્ય, (૯) ચોર અને મત્સર યુક્ત આ લક્ષણોવાળા કાપોત લેશ્યા વાળા કહેવાય છે.
(૪) તેજો વેશ્યા વાળાનાં લક્ષણો :- (૧) નમ્ર, (૨) અચપળ, (૩) અમારી, (૪) અકુતુહલી, (૫) વિનયી, (૬) ઇન્દ્રિય નિગ્રહી, (૭) યોગવાન, (૮) ધર્મપ્રિય, (૯) દ્રટધર્મી, (૧૦) પાપભીરૂ અને (૧૧) પરોપકારી. આ લક્ષણોવાળા તેજ લેશ્યાવાળા હોય છે.
(૫) પદ્મ લેશ્યાવાળાનાં લક્ષણો :- (૧) ચાર કષાયોને ઉપશમાવેલ, (૨) આત્માનું દમના કરનાર, (૩) યોગવાન, (૪) સ્વલ્ય ભાષી અને જિતેન્દ્રિય જીવોને પદ્મલેશ્યા હોય છે.
(૬) શુક્લ લેશ્યાવાળાના લક્ષણો :- (૧) આર્ત અને રૌદ્રધ્યાન છોડીને ક્ત ધર્મ અને શુક્લ ધ્યાનમાં ઉધમવંત, (૨) પ્રશાંત ચિત્ત, (૩) આત્માનું દમન કરનાર, (૪) અષ્ટપ્રવચન માતાના પાલક અને જિતેન્દ્ર જીવોને શુક્લ લેશ્યા હોય છે.
અભિપ્રાયોનુ અવલોક્ન છ લેશ્યાઓ
લેશ્યા, એ આત્માનાં પરિણામને વિષે અસર ઉપજાવનારી વસ્તુ છે. સ્ફટિક કેવો હોય છે ? સ્વરછ
Page 56 of 161