SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકારી અને રાજાઓ ગામ વગેરેના એક સીમાડાની બાબતમાં લોભ કરી સૌહદ ભાવને છોડી દઇને પરસ્પર વૈર બાંધે છે. લોભરૂપી ખાડો જેમ જેમ પૂરવા માંડીએ તેમ તેમ વધતો જાય છે. એ મોટું આશ્ચર્ય છે. કદિ જળવડે સમુદ્ર પૂરી શકાય પણ ત્રૈલોક્યનું રાજ્ય મલે તો પણ તે પૂરી શકાતો નથી. ભોજન વસ્ત્ર, વિષય અને દ્રવ્યનો સંચય અનંતીવાર. એકઠો કરીને ભોગવ્યા છતાં પણ લોભનો એક અંશ પણ પૂરાતો નથો. મોટી બુધ્ધિવાળા પુરૂષે એક લોભના ત્યાગને માટેજ યત્ન કરવો. સદ્ગુધ્ધિવાળા પુરૂષે લોભના પ્રસરતા એવા ઉદ્વેગ સાગરને સંતોષના સેતુબંધ વડે રોકવો. તૃણની શય્યા પર સુનારા પણ સંતોષીઓને જે સુખ થાય છે તે સુખ રૂની શય્યા પર સુનારા પણ સંતોષ વગરના પુરૂષોને થતુ નથી. અસંતોષી ધનવાન પુરૂષો સમર્થ પુરૂષોની પાસે તૃણ સમાન લાગે છે અને સંતોષી પુરૂષોની પાસે સમર્થ પુરૂષો પણ તૃણ સમાન લાગે છે. ચક્રવર્તીની અને ઇન્દ્રાદિકની સંપત્તિ પ્રયાસ જન્ય અને નશ્વર છે પરંતુ સંતોષથી થયેલું સુખ આયાસ રહિત અને નિત્ય છે માટે સારી બુધ્ધિ વાળા પુરૂષે સર્વ દોષના સ્થાન રૂપ લોભને દૂર કરવાને માટે અદ્વૈત સુખના ગૃહરૂપ સંતોષનો આશ્રય કરવો. ૭. લેશ્યા દ્વાર સ્વભાવના બંધારણને લેશ્યા કહે છે. કૃષ્ણાદિ પુદ્ગલોના સંયોગથી સ્ફટિક રત્નનું જે પરિણામ થાય છે. એવી રીતે કર્મોના સંયોગથી આત્માનો પરિણામ ( અધ્યવસાય) તે લેશ્યા કહે છે. અન્વય વ્યતિરેકથી, લેશ્યાના સંયોગપણાને લીધે, લેશ્યાના દ્રવ્યો યોગને વિષે અંતરગત છે એમ સમજવું. યોગાંતરગત એક જાતના પુદ્ગલોના સંબંધી જે જીવના શુભાશુભ પરિણામ થાય છે તેને લેશ્યા કહેવાય છે. પંચ સંગ્રહમાં લેશ્યાઓને યોગાંતર ગત એટલે કે મન-વચન-કાયાના વર્ગણાઓની પરંપરાગત લેશ્યાઓની અનંતી વર્ગણાઓ કહેલી છે. પહેલા મતે :- લેશ્યા કષાયના નિચંદ રૂપ છે તેમાં કષાય મોહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલી ગણાય છે. આ પ્રમાણે વ્યાખ્યા કરીને વિચારીએ તો અકષાયી જીવોને લેશ્યાના અભાવનો પ્રસંગ આવે. બીજા મતે :- લેશ્યા કર્મના નિદરૂપ છે. તો પ્રશ્ન થશે કે કયા કર્મના નિસ્યંદ રૂપ છે ? જો આઠે કર્મના નિણંદ રૂપ કહેશો તો ચાર કર્મોવાળા અયોગી જીવોને લેશ્યાના સદ્ભાવનો પ્રસંગ આવે. ચાર ઘાતી કર્મનો ક્ષય થયેલ હોઇ અયોગીને ન હોય એમ કહેશો તો સયોગી કેવલીને પણ લેશ્યાના અભાવનો પ્રસંગ આવશે કારણ કે સયોગી કેવલી ભગવંતો ને પણ ચાર ઘાતી કર્મો હોતા નથી. ત્રીજા મતે :- લેશ્યા યોગના પરિણામરૂપ છે. આ મતે ત્રણયોગ જનક કર્મના ઉદયથી લેશ્યા સમજવી એમ કર્મગ્રંથ વૃત્તિનો અભિપ્રાય છે. તત્વાર્થ વૃત્તિમાં મનોયોગના પરિણામ રૂપ લેશ્યા કહેલી છે. પ્રાણી સમુદાયમાં કોઇક સ્વભાવથી શાત હોય, ઉગ્ર હોય, ઘાતકી હોય, દયાળુ હોય, ધીમો હોય, ઉતાવળો હોય તે સ્વભાવના બંધારણને લેશ્યા કહે છે અથવા લૌકિક વ્યવહાર ઉપરથી કરવામાં આવેલું લાગણીઓનું પૃથક્ કરણ એ લેશ્યાઓ છે. લેશ્યા એટલે જીવનો કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાષ્યમાન પરિણામ તે લેશ્યા. લેશ્યાઓ ક્યાયોને સહાય કરનારી છે.લેશ્યાઓને કર્મની સ્થિતિના હેતુભૂત કોઇ કહેતુ નથી. કર્મ સ્થિતિના કારણ રૂપ તો કષાયો જ છે. લેશ્યાઓ તો કષાયોમાં અંતરગત થઇને એની પુષ્ટિ કરનારી હોઇને તત્સ્વરૂપ થઇ રસબંધના હેતુભૂત થાય છે. આમ હોવાથી જ લેશ્યાઓ રસના હેતુભૂત કહેલી છે. એ વાત પૂ. શિવશર્મ સૂરીજીએ પોતાના Page 55 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy