SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી સારી બુધ્ધિવાળા પુરૂષે સર્વ ઇન્દ્રિયોને ગ્લાનિ કરનાર અને ચારે તરફ પ્રસરતા એવા કોપ રૂપી સર્પને ક્ષમારૂપી જાંગુલી વિધા વડે જીતી લેવો. માન -વિનય, શ્રુત, શીલ તથા ત્રિવર્ગ (ધર્મ-અર્થ અને મોક્ષનો) નો ઘાત કરનાર માન પ્રાણીના વિવેકરૂપી લોચનનો લોપ કરીને તેને અંધ કરી નાંખે છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય બળરૂપ તપ અને શ્રુતનો મદ કરનાર પુરૂષ તે તે વસ્તુનું હીનપણું પ્રાપ્ત કરે છે. જે જે વખતે જાતિ વગેરેનું ઉધ્ધતપણું અંતરમાં સ્પર્શ કરવા લાગે તે તે વખતે તેના પ્રતિકારને માટે મૃદુતાનો આશ્રય કરવો. સર્વઠેકાણે મૃદુતા રાખવી. તેમાં પણ પૂજ્ય વર્ગમાં વિશેષે રાખવી કારણ કે પૂજ્યની પૂજા વડે પાપથી મુક્ત થવાય છ. બાહુબલી માનવડે લતાની જેમ પાપથી બંધાયા હતા અને મૃદુતા વડે તત્કાળ તેનાથી મુક્ત । થઇને કેવલજ્ઞાન પામ્યા હતા. ચક્રવર્તીપણ ચારિત્ર લઇને સંગ રહિત થઇ શત્રુઓનાં ઘરમાં પણ ભિક્ષા માગવા જાય છે. અહા ! તે માનના ઉચ્છેદને માટે કેવી કઠણ મૃદુતા ! ચક્રવર્તી જેવા મહારાજા પણ તત્કાળ દીક્ષા લીધેલા એક રંક સાધુને પણ માન છોડી નમે છે અને ચિરકાળ તેની સેવા કરે છે. માયા :-અસત્યની માતા, શીલ રૂપ વૃક્ષને કાપવાની રસી અને અવિધાની જન્મભૂમિ જે માયા તે દુર્ગતિનું કારણ છે. કુટિલપણામાં ચતુર અને માયા વડે બગલાની જેવી વૃત્તિવાળા પાપી પુરૂષો જગતને વંચતા પોતાના આત્માને જ વંચે છે. રાજાઓ ખોટા ષડગુણના યોગથી છળ અને વિશ્વાસઘાત વડે અર્થ લોભને માટે સર્વ જગતને છેતરે છે. બ્રાહ્મણો તિલક-મુદ્રા-મંત્ર અને દીનત્વ બતાવી અંતરમાં શૂન્ય અને બહાર સારવાળા થઇ લોકોને ઠગે છે. માયાના ભાજન વણિક લોકો ખોટા તોલા અને માનપાનથી તથા દાણચોરી વિગેરેથી ભોળા લોકોને વંચે છે. પાખંડીઓ અને નાસ્તિકો જટા-મૌજી-શિખા-ભસ્મ-વલ્કલ અને અગ્નિ વગેરે ધારણ કરીને શ્રધ્ધાવાળા મુગ્ધજનને ઠગે છે. વેશ્યાઓ અરાગી છતાં હાવભાવ લીલાગતિ અને કટાક્ષ વડે કામીજનોનું મનોરંજન કરતી સર્વજગતને ઠગે છે. દ્યુત કારો તથા દુઃખે પેટ ભરવામાં તત્પર લોકો ખોટા સોગનથી અને ખોટા નાણાથી ધનવાનને વંચે છે. જે સરળ પણે આલોચના કરે છે તે સર્વ દુષ્કર્મને ખપાવે છે અને જે કુટિલપણે આલોચના કરે છે તે થોડા દુષ્કર્મ હોય તો તેને ઉલ્ટા વધારે છે. જેઓ મન, વચન અને કાયાથી સમસ્ત પ્રકારે કુટિલ છે. તેમનો માક્ષ થતો નથી પણ જેઓ મન, વચન, કાયાથી સર્વત્ર સરલ છે તેનો મોક્ષ થાય છે. લોભ :- સર્વદોષોની ખાણ ગુણનો ગ્રાસ કરવામાં રાક્ષસ વ્યસરૂપી લતાનું મૂળ અને સર્વ અર્થને બાધ કરનાર લોભ છે. નિર્ધન સોને, સો વાળો સહસ્ત્રને, સહસ્ત્રાધિપતિ લક્ષને, લક્ષપતિ કોટીને, કોટીપતિ રાજાપણાને, રાજા ચક્રવર્તી પણાને, ચક્રવર્તી દેવપણાને અને દેવ ઇન્દ્રત્વને ઇચ્છે છે. ઇન્દ્રપણું પ્રાપ્ત થતાં પણ ઇચ્છા નિવૃત્તિ પામતી નથી તેથી મૂળમાં લઘુપણે રહેલો એ લોભ કુંભારના ચક્ર પર રહેલા શરાવલા (રામપાત્ર)ની જેમ વધ્યા કરે છે. સર્વપાપમાં જેમ હિંસા-સર્વ કર્મમાં જેમ મિથ્યાત્વ અને સર્વ રાગમાં જેમ રાજ્યક્ષમા (ક્ષયરોગ) તેમ સર્વ કષાયોમાં લોભ મોટો છે. આભૂષણ-ઉધાન અને વાપિકા વગેરેમાં મૂર્છાવાળા દેવતાઓ પણ ત્યાંથી ચ્યવીને તેજ ઠેકાણે પૃથ્વીકાય વગેરેમાં ઉત્પન્ન થાય છે. મુનિજનો પણ ક્રોધાદિકનો વિજયકરીને ઉપશાંત મોહ નામના અગીઆરમા ગુણઠાણાને પ્રાપ્ત થયા છતાં એક લોભના અંશ માત્રથી પતિત થાય છે. લેશમાત્ર ધન લોભથી સહોદર ભાઇઓ પણ એક માંસના લવની ઇચ્છાએ બે કુતરાઓ લડે તેમ પરસ્પર યુધ્ધ કરે છે. ગ્રામ્યજન Page 54 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy