SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) જે કોઇ મદોન્મત્ત થયેલા કૃતાન્ત-કાળ જેવા વનહાથીને પકડી રાખે છે તેને તે ચૂર્ણ કરી નાંખે છે. એવોજ ભયંકર માન-અભિમાન-હસ્તી છે. (૯) જે કોઇ વિષવેલીમય મહાવનમાં સામા પવને પેસે છે તે તેના ઝેરી પવનના સ્પર્શ અને ગંધવતી. તત્કાળ મરણ પામે છે. માયારૂપી વિષવેલી પણ એવી જ ભયંકર છે એમ સમજી તેને તજવી જોઇએ. (૧૦) મરછ, મગરમચ્છ અને ગ્રાહાદિક જળજંતુઓથી ભરેલા મહાભયંકર સમુદ્રમાં જે કોઇ પ્રવશા કરે છે તે મરણાન્ત સંકટને સાક્ષાત્ અનુભવે છે. લોભસમુદ્ર પણ એવો અત્યન્ત ભયંકર છે, તેથી જ તે તજવા યોગ્ય છે. (૧૧) જ્ઞાનાદિક અથવા ક્ષમાદિક સદ્ગુણો અને અજ્ઞાનાદિક અથવા ક્રોધાદિક દુર્ગુણો (દોષો) નો વિવેક સારી રીતે જાણ્યા છતાં જો (પ્રમાદવશ) જનો સદગુણોનો આદર-સ્વીકાર અને દુર્ગણોનો ત્યાગ ન કરે તો તે ભારેકર્મીપણાને લીધે જ સમજવું અને જેમ બને તેમ વિષયકષાયાદિ પ્રમાદનો ત્યાગ કરવા ચીવટ રાખવી. હાસ્યાદિક દોષોનો ત્યાગ કરવો જરૂરનો છે. (૧) અહટ્ટ હાસ્ય (ખુલ્લે મુખે ખૂબ હસવું) ઠઠ્ઠામશ્કરી, સામાન્ય હાસ્ય, હાસ્યગતિ કાવ્યાલંકાર, રતિકંદર્પ (કામક્રીડા) કે પરનું ઉપહાસ્ય સાધુ (પવિત્ર) જનો કરે નહીં. ‘હુસતાં બાંધ્યાં કર્મ, રોતાં છૂટે નહી’ એમ તેઓ સમજે છે. (એથી સાવધાનપણે વર્તે છે.) (૨) રખે મને શીત-તાપાદિકથી પીડા થાય એવી બીક ઉત્તમ સાધુ રાખે નહીં. મારું શરીર કેવું સુંદર છે અથવા મજબૂત કે નિર્બળ છે તે તપાસવા આરીસો વિગેરે દેખે નહિ. તપસ્યાથી કંટાળે નહીં. આપવખાણ કરે નહીં. તેમજ ગમે તેટલો લાભ સાંપડે તોપણ હર્ષઘેલા બને નહીં. (તપ-સંયમમાં સાવધાન પણે વર્તે.) (૩) ઉદ્વેગ, ધર્મધ્યાનથી, વિમુખતા, અરતિ (અત્યંત ઉદ્વેગ), ચિત્ત-ક્ષોભ અને અનેક પ્રકારે ચિત્તની ચપળતા સુવિહિત સાધ જનોને શા માટે હોય ? (૪) શોક, સંતાપ, અધીરજ, અત્યંત શોકજન્ય ક્ષોભ, વૈમનસ્ય (વિરોધ), મંદ સ્વરથી રૂદન અને લાંબે સ્વરે રૂદન કરવું એ સઘળું મુનિમાર્ગથી વિરૂદ્ધ છે. (૫) ભય, સંક્ષોભ, ખેદ, ચાલતા પંથને તજી સિંહાદિકના ભયથી અન્ય પંથે ચાલવું, વેતાલાદિકથી. ડરી જવું તથા ભયથી બીજાને માર્ગ બતાવવો અથવા મિથ્યામાર્ગનું કથન કરવું એ સઘળું દ્રઢધર્મીને કરવું અનુચિત છે. પંથભેદ વિગેરે તો જિનકલ્પીમુનિને આશ્રીને સમજવું. (૬) અત્યન્ત મલીન પદાર્થ દેખી મનમાં દુગંરચ્છા, મૃતકલેવર વિગેરે દેખીને ઉદ્વેગ અને અશુભા વસ્તુને દેખી આંખ વી નાંખવી એ સુસંયતને ઉચિત નથી. (૭) ઉક્ત કષાય નોકષાય વિગેરે દોષો તજવા યોગ્ય છે એમ પ્રસિદ્ધ જિનવચનને જાણવા છતાં તેમાં મુંઝાઇ તેને તજી શકે નહીં એ કર્મનું પ્રબળપણું જણાવે છે. એમ સમજી ભવભીરૂ જનોએ ખૂબ ચેતીને ચાલવું જોઇએ, ક્રોધ નામે કષાય ઉપતાપ કરનાર, વૈરનું કારણ દુર્ગતિને આપનાર અને સમતા સુખને અટકાવનાર ભોગરૂપ છે. તે ઉત્પન્ન થતાં જ અગ્નિની પેઠે પ્રથમ પોતાના આશ્રયને તો બાળે જ છે પછી. બીજાને બાળે છે કિંવા નથી પણ બાળતો, આઠ વર્ષે ઉન પૂર્વકોટી વર્ષો પર્યત ચારિત્ર અને તપ કરેલું હોય, તો તેને પણ ક્રોધરૂપી અગ્નિ ક્ષણવારમાં દહન કરી નાંખે છે. પૂર્વના પુણ્ય સંભારથી સંચય કરેલું સમતારૂપ પય, ક્રોધરૂપ વિષના સંપર્કથી તત્કાળ અસેવ્ય થઇ જાય છે. વિચિત્ર ગુણને ધારણ કરનારી ચારિત્ર રૂપ ચિત્રની રચના (ચિત્ર શાળી) ને ક્રોધ રૂપ ધુમાડો પ્રસરીને અત્યંત મલીન કરી નાંખે છે. Page 53 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy