________________
પાણી જેવો. ટિકના મણકામાં કાળો દોરો નાંખ્યો હોય, તો તે મણકો અંદર કાળા રંગવાળો છે-એવું લાગે છે ને ? વસ્તુતઃ ટિકના મણકામાં કાળાશ નથી, પણ જવા રંગના દોરામાં તે મણકો પરોવાય, તેવો તેનો. રંગ દેખાય. એવી જ રીતિએ, આત્માનો પરિણામ તો ટિક જેવો છે, પણ કૃષ્ણાદિ દ્રવ્યોના સંયોગથી, આત્માનો પરિણામ પણ તેવા રૂપને પામે છે. વિવેકી અને સમજશક્તિવાળો માણસ, પોતાના પરિણામ કેવા. છે-તેની કલ્પના કરવા દ્વારા, પાતે તે સમયે કેવી લેશ્યાવાળો છે તેની કલ્પના કરી શકે છે. કયી વેશ્યાની હાજરીમાં જીવોમાં કેવા પ્રકારનો પરિણામ હોય છે-તેને સમજાવવાને માટે, જ્ઞાનિઓએ વેશ્યાઓ સંબંધી જબૂવૃક્ષાદિકનાં ઉદાહરણો વર્ણવેલાં છે, જે તમે સાંભળશો, એટલે કયી કયી વેશ્યાની હાજરીમાં જીવ કેવા કેવા અભિપ્રાયવાળો બને છે, તે તમને સમજાશે. વેશ્યાઓ છ પ્રકારની હોય છે. કૃષ્ણ વેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપોત લેશ્યા, તેજો વેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેગ્યા. આ છ લેશ્યાઓના વર્ણ, ગંધ, રસ અને સ્પર્ધાદિક વિષે પણ ઉપકારિઓએ વિસ્તારથી વર્ણન કરેલું છે. આપણે તો અહીં માત્ર એ જોવું છે કે-કયી. લેશ્યા વર્તતી હોય, ત્યારે આત્મા કેવા અભિપ્રાયવાળો બને છે; અને એ વાતનો જો તમને બરાબર ખ્યાલ આવી જાય, તો તમે તમારા અભિપ્રાય ઉપરથી, તમે કયી લેગ્યામાં વર્તો છો, તે સમજી શકો. ઉપકારિઓ. કહે છે કે-ત્રણ વેશ્યાઓ કૃષ્ણ વેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા-એ ત્રણે લશ્યા અતિ દુર્ગધવાળી, ખરાબ અને મલિન હોય છે; પહેલી વેશ્યાઓનો સ્પર્શ પણ ઠંડો તથા લુખ્ખો હોય છે. સંકલેશવાળી બની. થકી એ ત્રણ લેશ્યાઓ, દુર્ગતિને આપનાર નીવડે છે. બાકીની ત્રણ લેશ્યાઓ, એટલે તેજો વેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યા -એ ત્રણે વેશ્યાઓ અતિ સુગંધવાળી અને અત્યંત નિર્મળ હોય છે. એ ત્રણ લેશ્યાઓનો સ્પર્શ પણ સ્નિગ્ધ તથા ઉષ્ણ હોય છે અને અસંકિલષ્ટ થઇ એ ત્રણ વેશ્યાઓ, સુગતિને આપનારી નીવડે છે. આ વેશ્યાઓના પરિણામોમાં પણ, ઘણી તરતમતા હોય છે. નીલ આદિ લેશ્યાઓના પરિણામોમાં વર્તતા બધા જીવોના પરિણામો એક સરખા જ હોતા નથી; અને એથી પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અને તેમાંય પાછા ભેદો હોય છે.
હવે આપણે છ વેશ્યાઓને અંગે પ્રાણિઓમાં કેવા પ્રકારના અભિપ્રાયો થાય છે, તે સંબંધી શાસ્ત્રોમાં આપેલ બે દ્રષ્ટાન્તોને જોઇએ. આ બે દ્રષ્ટાન્તોમાં છ માણસ કલ્પવામાં આવ્યા છે. એ છએ માણસો જુદી જુદી લેશ્યાવાળા છે. પહેલો માણસ કૃષ્ણ લેશ્યાવાળો છે, બીજો માણસ નીલ ગ્લેશ્યાવાળો છે. ત્રીજો માણસ કાપોત લેશ્યાવાળો છે, ચોથો માણસ તેજો વેશ્યાવાળો છે, પાંચમો માણસ પદ્મ લેશ્યાવાળો છે અને છઠ્ઠો માણસ શુક્લ લેશ્યાવાળો છે. એકની એક જ વસ્તુ અંગે પણ, આ છ માણસોના અભિપ્રાયોમાં, કેટલો અને કેવો ભેદ પડે છે, તે જોવાનું છે; અને એ અભિપ્રાયભેદ, લેગ્યા અંગે છે-એમ સમજવાનું છે.
ભિન્ન ભિન્ન વેશ્યાવાળા છ માણસો, કોઇ એક સ્થળે પહોંચવાને માટે, સાથે જ નીકળ્યા. રસ્તે ચાલતાં તેઓ ભૂલા પડી ગયા અને ઉંધે રસ્તે ચઢી ગયા. એટલે તેઓ ચાલતાં ચાલતાં એક મોટી અટવીમાં પહોંચી ગયા. મોટી અટવીમાં માર્ગ બતાવવા માણસ પણ મળે ક્યાંથી ? અને પેટ ભરવાને ખાવાનું પણ મળે
ક્યાંથી ? તેઓ ભૂખથી એવા પીડાવા લાગ્યા કે અટવીમાં તેઓ માર્ગને શોધવાને બદલે, ખાવાનું શોધવા લાગ્યા ખાવાનું શોધવાને માટે રખડતાં, તેઓએ એ અટવીમાં આવેલા એક જાંબુનું વૃક્ષ જોયું. જાંબુના વૃક્ષને જોતાં તેમને આનંદ થયો, કારણ કે-ભૂખ પીડી રહી હતી, આટલુંય ખાવાનું સાધન તો મળ્યું ને ? માણસ ભૂખથી પીડાતો હોય છે ત્યારે તેને જેવું તેવું પણ ખાવાનું મળે, તોય તે તેનાથી ચલાવી લે છે ને ?
જાંબુનું વૃક્ષ નજરે પડતાની સાથે જ, એક માણસ બોલી ઉઠ્યો- “આ ઝાડને જો આપણે મૂળમાંથી જ ઉખાડી નાંખીને પાડી દઇએ, તો પછી આપણે કશી પણ મહેનત નહિ. સુખેથી આ જાંબુળોનો આસ્વાદ
Page 57 of 161