________________
ગર્વમાં મસ્ત થયેલો જીવ બીજાનો તિરસ્કાર કર્યા વગર રહે નહિ. બીજાની પાસે કોઇની પણ વાત કરતો હોય તો તેની વાતમાં બીજાને ઉતારી પાડવાની જ વાત દેખાય તે આક્રોશ તિરસ્કાર કહેવાય છે.
૯. અપકર્ષ (પરિભવ) અભિમાનથી પોતાના અથવા બીજાના કોઇ કાર્યથી વિરામ પામવું. તે. એટલે કે પોતાનો ગર્વ પોષાતો હોય અને ગુણગાન ગવાતાં હોય તો પોતાનું કાર્ય છોડી દેતાં અથવા બીજાનું પણ કાર્ય છોડી દેતાં આનંદ થાય તે અપકર્ષ કહેવાય.
૧૦. ઉન્નય :- અભિમાનથી નિતીનો ત્યાગ કરવો.
કેટલાક જીવો જગતમાં એવા પ્રકારના હોય છે કે પોતાનો ગર્વ મિત્ર વર્ગમાં - સ્નેહી સંબંધીમાં પોષાતો હોય અને માન સન્માન મળતું હોય તો નિતીના નિયમો પણ છોડવા તૈયાર થાય અને અનિતી આદિ પાપો મજેથી આચરે તે ઉન્નય માન કષાય ગણાય છે.
૧૧. ઉન્નામ :- અભિમાનથી પ્રતિ નમન ન કરવું તે.
અભિમાન અને ગર્વ અંતરમાં એટલો બધો પેદા થયેલો હોય કે કોઇને વારંવાર નમસ્કાર કરવો
હોય તો તે કરે નહિ. એને વળી આપને નમસ્કાર કરવાનું શું પ્રયોજન ? જરૂર હશે તો તે નમતો આવશે. એવા વિચારોમાં રહીને પોતાનું જીવન જીવવું તે ઉન્નામ માન કષાય કહેવાય.
માયાના ૧૭ ભેદો
૧. માયા :- કપટ હૈયામાં દુષ્ટ ભાવ, મેલાપણું રાખવું તે.
૨. ઉપધિ :- બીજાને ઠગવા માટે હૈયામાં વંચક ભાવ એટલે કે લુચ્ચાઇવાળો ભાવ રાખવો તે. એટલે કે હૈયામાંથી સરલ સ્વભાવ દૂર કરીને ઠગવાનો ભાવ રાખીને બીજા પ્રત્યે વચન બોલવું. વર્તન કરવું તે ઉપધિ.
૩. નિકૃતિ :- આદરથી બીજાની પંચના કરવી તે. એટલે કે જે માણસને ઠગવો હોય તે માણસને પોતાના પ્રત્યે વિશ્વાસ પેદા કરાવીને તેના પ્રત્યે આદરભાવ રાખીને એટલે દેખાડીને તેનો વિશ્વાસઘાત કરવો એટલે કે તેને ઠગવો તે નિકૃતિ કહેવાય છે.
૪. વલય :- વક્ર સ્વભાવ. બીજાની પાસે વક્તાનો સ્વભાવ બતાવીને તેને પોતાના વિશ્વાસમાં લેવો અને મજેથી ઠગવો તે.
૫. ગહન :- ન સમજાય તેવી માયા જાળ.
એવી રીતે સામા માણસને ઠગવાનો પ્રયત્ન કરે કે જેથી સામો ગમે તેવો હોંશિયાર હોય તો પણ તેને ખબર ન પડે એવી રીતે ઠગવું તે ગહન.
૬. નૂમ :- સામા માણસને ઠગવા માટે નીચતા આચરવી પડે તો નીચતાનો આશ્રય લઇ ઠગવા તે
મ.
૭. કલ્ક :- હિંસાદિ નિમિત્તે બીજાન છેતરવાનો અભિપ્રાય. એટલે બીજાને છેતરવામાં લાભ થતો હોય અને તેને માટે જે કાંઇ હિંસાદિ થાય તો તે કરીને પણ છેતરવાનો પ્રયત્ન કરવો તે.
૮. કુરૂક (કુરૂપ) ભૂંડા ચાળા.
બીજા માનવો સારા વ્યવહાર કરવાથી ન ઠગાય તો ભૂંડા ચાળા અથવા ભૂંડી ચેષ્ટાઓ કરીને પણ સામાને ઠગવા માટે પ્રયત્ન કરવો અને પોતાના લાભને પ્રાપ્ત કરવો તે કુરૂપ.
Page 48 of 161