________________
બોલી શકે એવી શક્તિ ન હોયતો પોતાના ક્રોધથી જીવ પોતાના આત્મામાં લાંબા કાળ સુધી બળ્યા કરે. એક વાર નિમિત્ત મળ્યા પછી ીથી નિમિત્ત ન મળે તો પણ અંતરમાં બળાપો ચાલુ રહ્યા કરે તે સંજ્વલન. ૭. કલહ :- મોટેથી બૂમ પાડી પાડીને બોલવું તે. ક્રોધમાં ને ક્રોધમાં મોટેથી બૂમો પાડી પાડીને બોલવું કલહ એટલે કજીયો થાય તે પ્રમાણે બોલવું તે પણ ક્રોધનો જ એક પ્રકાર છે.
૮. ચાંડિક્ય :- રૌદ્રાકાર. જે બાબતમાં કજીયો થયો હોય ક્રોધ થયો હોય તે પદાર્થને વારંવાર ચિંતન કરી સ્થિર કરી કરીને ક્રોધ કર્યા કરવો અને તે ક્રોધના સ્વરૂપને ન છોડવું તે ચાંડિક્ય કષાય કહેવાય છે.
૯. ભંડન :- લાકડીથી લડવું એટલે કે ક્રોધ પેદા કરતાં કરતાં મારો કાપો ખતમ કરો એવા વિચારો કરતાં કરતાં લાકડી આદિ શસ્ત્રોથી લડવું તે ભંડન કષાય.
૧૦. વિવાદ :- વિરોધ પક્ષ એટલે કે પ્રતિપક્ષ ભાવ ગ્રહણ કરીને બોલવું તે.
જે બાબતની વાતમાં વિરોધ થાય - વિવાદ થાય તે બાબતને બરાબર ધ્યાનમાં રાખીને તેનો પક્ષ બનાવીને લડ્યા કરવુ. તે પક્ષને માટે મનમાં વિચારો કરી કરીને ક્રોધ કર્યા કરવો તેની વાતો ચીતો કર્યા કરવી તે વિવાદ ક્રોધ કષાય કહેવાય છે. એવી જ રીતે તે પ્રતિપક્ષી પક્ષ માટે ગમે તેમ લખવું બોલવું અંતરમાં વિચાર્યા કરવું તે વિવાદ ક્રોધ કહેવાય છે.
આ રીતે ક્રોધ કષાયના ૧૦ ભેદો થયા.
હવ માન કષાયના ૧૧ ભેદો કહેવાય છે.
૧. માન એટલે અભિમાન કપાય.
સામાન્ય રીતે નારકીના જીવોને ક્રોધ વધારે હોય. તિર્યંચ ગતિમાં રહેલા જીવોને માયા વધારે હોય. મનુષ્યગતિમાં રહેલા જીવોને માન વધારે હોય અને દેવગતિમાં રહેલા જીવોને લોભ વધારે હોય છે. આ કારણથી જે જીવોન સ્વાભિમાન વિશેષ રહેલું હોય છે તે માન કષાય કહેવાય છે.
૨. મદ :- મૂઢતા. એટલે કે પોતાના માન કષાયના ઉદયથી અંતરમાં અને અંતરમાં આનંદ પામતો
જાય તે.
૩. દર્પ :- અહંકાર. પોતાની કાર્ય સિધ્ધિ થાય અને ધારી સફ્ળતા પ્રાપ્ત થતી જાયતો તેમાં અહંકાર
કરવો તે.
૪. સ્તંભ :- અ નમન - પોતાના અહંકારમાં એટલો બધો મસ્ત થયેલો હોય કે જેના પ્રતાપે પોતાના જેવો બીજો કોઇ નથી એમ માનીને બીજા મોટાઓને પણ નમન કરે નહિ. બધાથી જાણે હું જ મોટો છું. ૫. આત્મોત્કૃષ્ટ એટલે કે સ્વ (ઉત્કૃષ) એટલે કે પોતાને થોડું ઘણું કાંઇ પણ આવડે એટલ બીજાની પાસે પોતાની આપ બડાઇ રૂપે પોતાના ગુણગાન ગાયા કરે. જ્યાં જાય ત્યાં પોતાના ગુણોની પ્રશંસા કર્યા કરવી તે. આ પણ એક માન કષાયનો જ પ્રકાર છે.
૬. ગર્વ :- અનુશય. ચાલતાં ઉઠતાં બેસતાં કોઇની સાથે વાત કરતાં તેના જીવનમાં પોતે કાંઇ કર્યું અથવા મેળવ્યું છે એવું જે દેખાયા કરે તે ગર્વ કહેવાય છે.
૭. પર-પરિવાદ - બીજાની નિંદા.
પોતાનાથી મોટો હોય યા નાનો હોય તો પણ પોતાના ગર્વના પ્રતાપે તેની ૠધ્ધિ ન ખમાતાં અને નાના માણસ માટે કાંઇ આવડત નથી એમ વિચારણાઓ કરીને બીજાની નિંદા કર્યા કરવી તે. ૮. આક્રોશ - તિરસ્કાર.
Page 47 of 161