________________
૯. દંભ :- બીજાને ઠગવા માટે બહારથી ઠાઠ-માઠ દેખાડી સારી સજાવટ કરી તથા અમો કેવા સારા માણસો છીએ એવો દેખાવ કરી બીજાને ઠગવા તે.
૧૦. કટ :- કપટ જાલ. પોતાના વિશ્વાસમાં લઇને પછી માયાની જાળ પાથરી ઠગવાનો પ્રયત્ન રવો.
૧૧. જેહમ :- વંચના માટે મંદતા.
બીજાને ઠગવાના વ્હાનાથી પોતે નાનો થઇ જાય, દગાબાજ દૂગુના નમે તેની જેમ દીન બનીને બીજાને ઠગવા તે જેમ કહેવાય છે.
૧૨. કિલ્બિપુ - ખરાબ ચેષ્ટાઓ દ્વારા બીજાને ઠગવાનો પ્રયત્ન કરવો તે. ભાંડ-ભવેયા વગેરેની ચેષ્ટાઓ કરતાં કરતાં બીજાને ઠગવા. તે કિબિષ માયા કહેવાય છે.
૧૩. અનાચરણતા :- વંચના માટે આચરણ કરવું. એટલે બીજાને ઠગવા માટે અનેક પ્રકારના અનાચારના આચરણો કરવાં તે.
૧૪. ગૂહનતા :- સ્વરૂપ છુપાવવું તે. પોતાનું સાચું સ્વરૂપ છૂપાવી ખોટા સ્વરૂપો બતાવવા તે ગૃહનતા કહેવાય.
૧૫. વંચનતા :- છેતરપિડી. વાત વાતમાં બીજાને છેતર્યા કરવું તે. ૧૬. પ્રતિ કંચનતા - છલ. એવી માયા રમે કે સામા માણસને મજેથી છેતરી શકાય તે છલ. ૧૭. સાતિયોગ :- ઉત્તમની સાથે હલકાની મિલાવટ.
પોતાના વિશ્વાસના કારણે ઉત્તમ માણસની સાથે નીચ માણસની સોબત કરાવી આપવી અથવા નીચની સાથે ઉત્તમની સોબત કરી આપવી તે સાતિયોગ કહેવાય. જેમ કે કજોડું બનાવવું તે.
આ રીતે માયા અનેક પરિણામોથી જીવો આચરે છે. સ્થલ દ્રષ્ટિથી આ સત્તર ભેદો કહ્યા છે. બાકી પરિણામની ધારાથી માયાનાં અસંખ્ય ભેદો પ્રાપ્ત થઇ શકે છે.
આ માયાના પરિણામને આધીન થઇને જીવો પોતાનો દુઃખમય સંસાર સંખ્યાત-અસંખ્યાત કે અનંત કાળ સુધીનો વધારી શકે છે.
લોભ કષાયના ૧૪ ભેદો કહેલા છે.
૧. લોભ :- તૃષ્ણા. જેમ જેમ જીવોને અનુકૂળ પદાર્થોનો સંયોગ થતો જાય તેમ તેમ અધિક અધિક અનુકૂળ પદાર્થો મેળવવા માટેનો જે લોભ પેદા થાય તે તૃષ્ણા. આ તૃષ્ણાના પરિણામે જીવના અંતરમાં સંતોષ પેદા થતો નથી. અસંતોષની આગ ચાલું જ રહે છે.
૨. ઇરછા - અભિલાષા.
અનાદિ કાળથી અનાદિ કર્મના સંયોગવાળા અનંતા જીવો રહેલા છે. એ અનાદિ કર્મના સંયોગના કારણે રાગ-દ્વેષ આદિ પરિણામ પણ અનાદિ કાળથી છે. તેના કારણે જીવોને આહારાદિ સંજ્ઞાનો અભિલાષા ચાલુ જ રહે છે. માત્ર વચમાં એક ભવમાંથી બીજા ભવમાં જતાં આહારના પુગલો જીવને ન મલે તેટલા કાળ સુધી એ આહારનાં અભિલાષ વાળો હોવા છતાં ય અનાહારી કહેવાય છે. એ જે આહારાદિ પુદ્ગલોનો અભિલાષ તે ઇચ્છા કહેવાય છે તેને લોભ ગણાય છે. આ પણ લોભનો પ્રકાર છે.
૩. મૂચ્છ :- મોહ. જેમ જેમ જીવોને ઇચ્છા મુજબ આહાર આદિના પગલો મળતાં જાય છે તેમ તેમ તેનો લોભ વધે છે અને તે લોભના કારણે મૂચ્છ પેદા થાય છે એટલે તે પુગલો પ્રત્યે મોહ પેદા થાય છે.
૪. કાંક્ષા – અપ્રાપ્ત પદાર્થોની ઇચ્છા.
Page 49 of 161