________________
તેમાં પહેલા બે કષાયોથો ક્રુર અને ઘાતકી પરિણામવાળા તિર્યંચનું અને છેલ્લા બે કષાય દ્વારા સામાન્ય પરિણામવાળા તિર્યંચનું આયુષ્ય બંધાય છે.
આ જીવો બીજા-ત્રીજા-ચોથા ગુણસ્થાનકે આયુષ્ય બાંધતા ન હોવાથી તે કષાયો તે રૂપે હોય છે. તિર્યંચગતિને વિષે-એકેન્દ્રિય જીવોને વિષે-અનંતાનુબંધિ અનંતાનુબંધિ-અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ સંજ્વલન એમ ૪ કષાયો હોય તેમાં અનંતા-અનંતામાં આયુષ્યનો બંધ કરે તો નિગોદનું આયુ બાંધી શકે છે.
અનંતા. અપ્રત્યા. માં આયુષ્ય બાંધે તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાંથી કોઇપણનું બાંધી
શકે છે.
અનંતા. પ્રત્યા. માં આયુષ્ય બાંધે તો મનુષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું બાંધે.
અનંતા. સંજવ.માં આયુ. બાધે તો મનુષ્યનું આર્યદેશાદિ ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય એવું યાવત્ તીર્થંકરની માતા થઇ શકે એવું આયુષ્ય બાંધી શકે છે.
વિકલેન્દ્રિય જીવોને અનંતા. અનંતા-અનંતા. અપ્રત્યા-અનંતા. પ્રત્યા. અને અનંતા. સંજ્વલન એમ ચાર કષાયો હોય છે. તેમાં અનંતા. અનંતા. કપાયથી એકેન્દ્રિયનું નિગોદનું આયુષ્ય બાંધી શકે છે. અનંતા. અપ્રત્યા.થી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચમાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે. અનંતા. પ્રત્યા. કષાયથી મનુષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું આયુષ્ય બાંધી શકે છે અને અનંતા. સંજ્વલન કષાયથી મનુષ્ય આયુ. આર્ય ક્ષેત્રાદિ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ થાય એ રીતે બાંધી શકે છે.
વિકલેન્દ્રિયપણામાંથી મનુષ્ય થાય તે જીવો તે ભવમાં મોક્ષે જતાં નથી. વધારેમાં વધારે સાતમા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરી શકે છે.
અસન્ની અપર્યાપ્તા તથા સન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવોને અનંતા. અનંતા-અનંતા. અપ્રત્યા-અનંતા. પ્રત્યા-અનંતા. સંજવ. એમ ૪ કષાયો હોય છે તેમાં અનંતા. અનંતા. કષાયમાં આયુષ્યનો બંધ કરે તો નિગોદનું આયુ બાંધી શકે છે.
અનંતા, અપ્રત્યા, કષાયમાં આયુ. બાંધે તો એકેન્દ્રિયથી પંચે. તિર્યંચ સુધીમાંથી કાઇનું પણ આયુ.
બાંધી શકે છે.
અનંતા. પ્રત્યા. કષાયમાં મનુષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું અને અનંતા. સંજવ માં મનુષ્યનું આર્ય ક્ષેત્રાદિનું ધર્મ સામગ્રી સંપન્ન રૂપે આયુ. બાંધી શકે છે.
અસન્ની પર્યા. તિર્યંચોને અનંતા.અનંતા-અનંતાઅપ્રત્યા-અનંતાપ્રત્યા અને અનંતાસંજ્વલન એમ
૪ કપાયો હોય છે. તેમાં અનંતા, અનંતાનુબંધિ કષાયમાં આયુષ્યનો બંધ કરે તો પહેલી નારકીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે. આથી વધારે આયુષ્ય બાંધી શકતા નથી. અનંતા. અપ્રત્યાખ્યાનીય કષાયથી આયુષ્યનો બંધ કરે તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચપણામાંથી કોઇન પણ આયુષ્ય બાંધી શકે છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચનું વધારેમાં વધારે આયુષ્ય બંધ કરે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે છે.
અનંતા. પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી આયુષ્યનો બંધ કરે તો મનુષ્યનું આયુષ્ય જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે.
અનંતા. સંજ્વલન કષાયથી આયુષ્યનો બંધ કરે તો દેવનું આયુષ્ય જઘન્યથી દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે.
Page 43 of 161