________________
સન્ની પર્યાપ્તા – તિર્યંચના જીવોને પહેલા ગુણસ્થાનકે ચારેય કષાય હોય છે. અનંતા. અનંતા. અનંતા. અપ્રત્યા. અનંતા. પ્રત્યા. અનંતા. સંજ્વલન.
અનંતા. અનંતાનુબંધિ કષાયથી આ જીવો એકથી સાત નારકીમાંથી કોઇપણ નરકનું આયુષ્ય બાંધી શકે છે.
જઘન્ય આયુષ્ય - ૧૦ હજાર વરસ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું બાંધે છે. આથી દશ હજાર વરસથી એક સમયે અધિક અધિક કરતાં તેત્રીશ સાગરોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા. સમયો જેટલા અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયના મધ્યમ પરિણામના આયુષ્ય બાંધવાની યોગ્યતાવાળા અધ્યવસાયો હોય છે.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયમાં જીવો આયુષ્યનો બંધ કરે તો એકેન્દ્રિયથી સન્ની પંચેન્દ્રિય તિર્યંચોમાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે.
જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમનું આયુષ્ય બાંધી શકે છે. આથી એક અંતર્મુહૂર્ત અને એક સમય અધિકથી શરૂ કરી ત્રણ પલ્યોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા સમયોના આયુષ્ય બાંધવાના અધ્યવસાય સ્થાનો મધ્યમ કષાયના હોય છે.
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં મનુષ્ય આયુષ્ય બાંધે છે. જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમનું બાંધી શકે છે. આથી જઘન્ય એક અંતર્મુહૂર્ત એક સમય અધિક-બે સમય અધિક યાવત ત્રણ પલ્યોપમ સુધીમાં જેટલા સમય થાય એટલા અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયના મધ્યમ પરિણામવાળા આયુષ્ય બંધના અધ્યવસાય સ્થાનો થાય છે.
અનંતાનુબંધી સંજ્વલન કષાયની હાજરીમાં આ જીવો આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્યનો બંધ કરે છે. જઘન્યથી દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. આથી દશ હજાર વરસ એક સમય અધિક-બે સમય અધિક આદિ કરતાં કરતાં યાવત ૧૮ સાગરોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા અનંતાનુબંધિ સંજ્વલન કષાયના મધ્યમ કષાયના આયુષ્ય બંધના અધ્યવસાય સ્થાનો પ્રાપ્ત થાય છે.
બીજા ગુણસ્થાનકે આ જીવોને અનંતા અપ્રત્યા-અનંતાપ્રત્યા. અને અનંતા-સંજ્વલન કષાયા ઉદયમાં હોય છે એમાં આયુષ્યનો બંધ કરે તો અનંતા-અખત્યા. થી તિર્યંચનું આયુષ્ય બાંધે અનંતા-પ્રત્યા. કષાયથી આયુષ્યનો બંધ કરે તો મનુષ્ય આયુ. બાંધે છે. અને અનંતા. સંજ્વલન કષાયથી આયુષ્યનો બંધા કરે તો દેવાયુષ્ય બાંધે છે.
ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોય છે.
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાઅનંતા-અપ્રત્યા. અપ્રત્યા-અપ્રત્યા-પ્રત્યા. અને અપ્રત્યાસક્વલન એમાં ચારે ય કષાયનો ઉદય હોય છે. આ ચારેય કષાયથી આયુષ્યનો બંધ થાય તો આ જીવો નિયમા દેવાયુષ્યનો બંધ કરે છે. પાંચમાં ગુણસ્થાનકે આ
આ
જીવોને પ્રત્યાખ્યાનીય જીવન પ્રત્યાખ્યાળાવી
અનંતાનુબંધિ-પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય સંજ્વલન એમ ચારે ય કષાયો ઉદયમાં હોઇ શકે છે અને આ ચારે કષાયમાં વિદ્યમાન જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવાયુષ્ય બાંધે છે. આ તિર્યંચમાં રહેલા જીવોને પણ પ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયના ઉદયથી અનંત ગુણ વિશુદ્ધિ પેદા થતાં
Page 44 of 161