________________
આ કષાયની મંદતામાં સાતમા ગુણસ્થાનકમાં રહેલા જીવો ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન પ્રાપ્ત કરી શકે છે. પછી મન-વચન-કાયાનું વીર્ય એકઠું કરી સામર્થ્ય વધારી જો તાકાત હોય તો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે અને એટલું સામર્થ્ય ન હોય તો ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે અને આઠમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અનંતગુણ વિશુદ્ધિના બળે કષાયની માત્રા મંદ કરીને જીવ નવમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાં ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિઓમાંથી એક સંજ્વલન લોભ સિવાય બાકીની વીશ પ્રકૃતિઓનો ક્ષપકશ્રેણિવાળા જીવો ક્ષય કરે છે અને ઉપશમશ્રેણિવાળા જીવો ઉપશમ કરે છે. ત્યાર પછી અનંતગુણ વિશુદ્ધિએ જીવ દશમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં સંજ્વલન લોભનો ઉદય એકદમ મંદ કોટીનો હોય છે. જ્યારે જીવો અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એટલે કે ઉપશમશ્રેણિવાળા જીવો તે ગુણસ્થાનકને પામે ત્યાં મોહનીય કર્મનો સર્વથા ઉપશમ હોય છે અને ક્ષપકશ્રેણિવાળા જીવો મોહનો સર્વથા. ક્ષય કરીને બારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
ક્યાં ક્યાં રહેલા જીવોને કયા કયા કષાયો હોય છે તેનું વર્ણન - (૧) એકથી છ નારકીમાં રહેલા જીવોને પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ-અનંતાનુબંધિ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય અને
અનંતાનુબંધિ સંજ્વલન કષાયો હોય છે. તેમાં અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ક્રુર અને ઘાતકી પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ક્રુર અને ઘાતકી પરિણામ સિવાયના સામાન્ય પરિણામવાળા પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો અનાર્ય ક્ષેત્ર આદિનું તથા આર્ય ક્ષેત્રાદિમાં જ્યાં ધર્મ સામગ્રી પ્રાપ્ત ન થાય એવા ક્ષેત્રવાળા મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ સંજ્વલન કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો આર્યદેશાદિ ધર્મ સામગ્રીની પ્રાપ્તિવાળા મનુષ્યપણા રૂપે બાંધી શકે છે.
બીજા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય મોટેભાગે હોતો નથી કારણ કે ત્યાં જઘન્ય યોગ હોય છે. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાય-અનંતાનુબંધિ સંજ્વલન કષાય હોઇ શકે છે. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયથી તિર્યંચાયું બાંધે અને અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય અને અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે.
ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય કષાય મોટે ભાગે જીવોને હોય છે.
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયો હોય છે.
અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાયના કાળમાં પોતાના કરેલા પાપની નિંદા કરતાં કરતાં પોતાના પાપોને ખપાવતાં જાય છે અને દુ:ખ વેઠવામાં સુંદર સમાધિ જાળવી શકે છે. આ ચારેય પ્રકારના કષાયમાં આયુષ્યનો બંધ થાય તો નિયમા મનુષ્ય આયુષ્ય બાંધે છે અને સમકીત લઇને મનુષ્યમાં આવી શકે છે.
સાતમી નારકીમાં રહેલા જીવોને પહેલા ગુણસ્થાનકે અનંતાનુબંધિ અનંતાનુબંધિ આદિ ચારેય કષાયો હોય છે. તે ચારેય પ્રકારના કષાયોથી આયુષ્યનો બંધ કરે તો નિયમાં તિર્યંચ આયુષ્ય બાંધે છે.
Page 42 of 161