________________
તેમના જીવે પોતાની સાથે બીજા પાંચ મિત્રોને પ્રતિબોધ કરીને સંયમની ભાવના પેદા કરાવી સંયમ અપાવેલ. એમ બધા સાથે સુંદર રીતે સંયમનું પાલન કરે છે. તેઓ સાથે તપ કરે છે તેમાં ગુરૂ ભગવંત બીજા મિત્રોના તપની પ્રશંસા કરે છે. પણ પોતાના તપની પ્રશંસા કરતાં નથી તેથી અંતરમાં વિચાર આવે છે કે હું જેઓને પ્રતિબોધ કરીને લાવ્યો તેમની પ્રશંસા થાય છે મારી નહિ. આથી પોતાની પ્રશંસા કરાવવા માટે પારણાના દિવસે કોઇપણ વ્હાનું કાઢીને ગુરૂ મહારાજ પાસે રજા લઇ તપ કરતા હતાં. તેમાં વિશેષ તપ થતો. હોવાથી ગુરૂ ભગવંત તેમની પ્રશંસા કરવા લાગ્યા આ રીત માયા સેવીને તપ કરતાં અને પ્રશંસા સાંભળી રાજી થતાં તેમાં જે પુરૂષવેદનો રસ બંધાતો હતો તે સત્તામાં રહેલ સ્ત્રીવેદના રસમાં સંક્રમ થઇ થઇને સ્ત્રીવેદની સ્થિતિ અને રસ વધારી દીધેલ તથા તે સ્ત્રીવેદની સ્થિતિ અને રસ નિકાચીત કરેલ. આ રીતે જીવો અપ્રશસ્ત સંજ્વલન કષાયથી અશુભ પ્રકૃતિઓનો સ્થિતિ અને રસ સંક્રમ દ્વારા વધારી શકે છે તેને જ્ઞાની ભગવંતો સ્ત્રીવેદ બાંધ્યો એમ પણ કહે છે. આ રીતે તે સ્ત્રીવેદની સ્થિતિ અને રસ એવા નિકાચીત કર્યા કે જેના કારણે અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમના દેવ થયા તો પણ તે સ્ત્રીવેદનું એક પણ દલિક (પુગલ) પુરૂષવેદમાં સંક્રમીત થઇને પ્રદેશોદયથી ભોગવી શકાયું નહિ અને તેત્રીશ સાગરોપમ સુધી પુરૂષ વેદના ઉદયને ભોગવતાં સ્ત્રીવેદનો વીપાકથી ઉદય થયો આથી સ્ત્રી તીર્થકર તરીકે ઉત્પન્ન થયા. અનંતી. ઉત્સરપિણી અને અનંતી અવસર્પિણી કાળ પછી આવું બને છે.
આ કારણથી એ વિચાર કરવાનો કે જે ગુણસ્થાનકે પ્રકૃતિનો બંધ ન હોવા છતાં ય અપ્રશસ્ત કષાયના પ્રતાપે અશુભ પ્રકૃતિનો સ્થિતિ અને રસ વધી શકે છે. નિકાચીત થઇ શકે છે અને અવશ્ય ભોગવવો પડે છે માટે આ કષાયોથી કેટલી સાવચેતી રાખીને આરાધક ભાવ ટકાવી રાખી આગળ વધવું પડે. આથી જ્ઞાની ભગવંતોએ જે કહ્યું છે કે- સમય ગોયમ મા પમાયએ કે હે ગૌતમ એક ક્ષણ જેટલો પણ પ્રમાદ કરીશ નહિ ! સંજવલન સંજ્વલન ક્યાય -
આ કષાય છઠ્ઠા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે તેમાં છઠ્ઠા ગુણસ્થાનકે નિરતિચાર ચારિત્ર પાળવામાં સહાયભૂત થાય છે અને સંયમ સ્થાનો અસંખ્યાત-અનંતગુણ-અનંતગુણ વિશુધ્ધિવાળા કહ્યા છે તેમાં જીવ વિશુદ્ધિ પ્રાપ્ત કરતો કરતો આગળ વધતો જાય છે અને તે વિશુદ્ધિના બળે જીવ કષાય મંદ કોટીનો બનાવી અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે સાતમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરતો જાય. છે. આથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આ કષાયની જેવી માત્રા હોય છે તેનાથી સાતમાં ગુણસ્થાનકમાં મંદ કોટીની માત્રા હોય, તેનાથી આઠમા ગુણસ્થાનકમાં મંદમાત્રામાં કષાય હોય, તેનાથી નવમાં ગુણસ્થાનકમા વિશુદ્ધિ વધેલી હોવાથી કષાયની માત્રા એકદમ મંદ હોય છે અને દશમાં ગુણસ્થાનકે તેનાથી એકદમ મંદ માત્રા રહેલી હોય છે.
આ કષાયની હાજરીમાં છઠ્ઠા ગણસ્થાનકે જીવો આયુષ્યનો બંધ કરી શકે તો અનુત્તર દેવનું તેત્રીશા સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. તે આયુષ્ય બાંધતા બાંધતા જીવો સાતમા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે તો આયુષ્યનો બંધ હોય છે પણ ત્યાં સાતમા ગુણસ્થાનકમાં નવા આયુષ્યનાં બંધની શરૂઆત કરતાં નથી. કારણ ક કષાયની મંદતા થયેલી હોવાથી તથા પરિણામ વિશુદ્ધ બનેલો હોવાથી આયુષ્ય બંધની અયોગ્યતા રૂપે ગણાય છે. આથી સાત-આઠ-નવ અને દશ એ ચાર ગુણસ્થાનકમાં જીવો આયુષ્યનો બંધ કરતાં નથી.
Page 41 of 161