________________
તહત્તિ કરી મહાત્માને ખભા ઉપર બેસાડી ત્યાં લઇને આવ્યા. ગુરૂ ભગવંતને વંદન કર્યું. પછી પૂછે છે સેવકને કેમ યાદ કર્યો ? આચાર્ય ભગવંતે બધી વાત જણાવી ત્યારે વિષ્ણુકુમાર મુનિ કહે છે કે હું જાઉં છું, સમજાઉં છું, પોતે રાજસભામાં જઇ નમુચિ રાજાને સમજાવે છે. ભાઇને પણ બોલાવીને સમજાવે છે, છેલ્લે હું રાજાનો ભાઇ છું તો મને થોડી વધારે રહેવા માટે જગ્યા આપ એમ જણાવ્યું. ત્યારે નમુચિએ કહ્યું કે તમોને ત્રણ પગલા જગ્યા રહેવા માટે આપીશ. ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું કે હાલ ચોમાસુ શરૂ થાય છે સાત દિવસમાં છ ખંડનું રાજ છોડી ક્યાં જઇએ ? અને ત્રણ ડગલામાં શી રીતે રહી શકીએ ? માટે થોડો વિચાર કરી વધારે જગ્યા રહેવા માટે આપો પણ નમુચિએ ના પાડી. એટલે વિષ્ણુકુમાર મુનિ તે વખતે સંજ્વલન અનંતાનુબંધિ કષાયનો ઉદય પેદા કરી વૈક્રીય લબ્ધિ વડે લાખ યોજનાની કાયા કરી એક પગ ઉત્તરના છેડે અને બીજો પગ દક્ષિણના છેડે એમ છ ખંડની બન્ને બાજુ મૂકી નમુચિને લોહી વમતો સિંહાસન ઉપરથી નીચે પાડી બોલ્યા કે બોલ ત્રીજો પગ ક્યાં મુકુ ? એમ જણાવ્યું. ત્યારે ત્યાં લોકો ભેગા થઇ ગયા માફી માગી. પણ વિષ્ણુકુમાર મુનિને તો ખબર નથી. આથી તેમનો ગુસ્સો શાંત પાડવા માટે દેવતાઓ નગારા તેમના કાન પાસે વગાડે છે અને મહાત્મા શાંત થયા. આ રીતે આ કષાય પેદા કરી સાધુ સમુદાયની રક્ષા કરી. આ વખતે જો ત્રીજો પગ નમુચિ રાજાની છાતી ઉપર મુકી દીધો હોત અને તે જો મરણ પામ્યો હોત તો તે વખતે અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય પેદા થઇ જાત. એટલે છઠ્ઠા ગુણસ્થાનકમાંથી તે સીધા પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી દેત. સંજ્વલન અપ્રત્યાખ્યાનીય ક્યાય -
આ કષાયનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. આ ઉદયકાળમાં જીવોને સર્વવિરતિમાં અતિચાર લગાડે છે. કાંઇક અંતરમાં કષાયના કારણે વિરતિમાં બળતરા પેદા થયા કરે તથા જે વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરેલ હોય તેનાથી આગળ વધવાની ભાવના થવા દે નહિ. બીજા નથી કરતાં તેના કરતાં આટલું કરીએ છીએ એય ઘણું છે એવી ભાવના રહ્યા કરે. સાતિચાર ચારિત્રનું પાલન એટલે કે સંયમ જીવનમાં અતિચાર પૂર્વકનું ચારિત્ર આ કષાયથી જીવો આચરે છે અને તે વખતે આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવલોકનું પણ કિબિપીયા દેવોનું આયુષ્ય બાંધી શકે છે. મોટેભાગે કિલ્બિષીયા દેવોમાં ઉત્પન્ન થયેલા જીવો જે હોય છે તેઓનું સમકીત દુર્લભ થાય છે. મહામુશીબતે પછી સમકીત પામી શકે છે. માટે જીવનમાં આ કષાય ન આવી જાય તેની સતત કાળજી રાખવા જેવું છે. સંજવલન પ્રત્યાખ્યાનીય ક્યાય -
આ કષાયનો ઉદય પણ જીવોને છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. સંયમનો પરિણામ પ્રાપ્ત કર્યા પછી પોતાની શક્તિ મુજબ તે પરિણામની વૃદ્ધિ કરવા માટે, તેમાં સ્થિરતા લાવવા માટે, તપ-જપ વગેરે વિશેષ રીતે કરવાનું મન થયા કરે છે અને તે જીવો તે તપ વગેરે સારી રીતે કર્યા કરે છે. આ કષાયના ઉદયકાળમાં જીવ સાવધ ન રહે તો અપ્રશસ્ત કષાય બની જાય અને આત્માને નુક્શાન કરનારો પણ બને છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામમાં અપ્રશસ્ત કષાયના ઉદયથી જીવોને જે શુભ પ્રકૃતિઓ સારા રસે બંધાય છે. તે બંધાયેલો રસ સત્તામાં રહેલી અશુભ પ્રવૃતિઓમાં સંક્રમ પામીને એટલે અશુભ પ્રકૃતિ રૂપે તે રસ બની નિકાચીત પણ બની શકે છે
જેમ કે શ્રી મલ્લીનાથ તીર્થકર બન્યા તેમાં ત્રીજા ભવે જ્યારે જિનનામ નિકાચીત કરતા હતા ત્યારે
Page 40 of 161