________________
૩. રોજ સ્વાધ્યાય કરવો. ૪. ઇન્દ્રિયોનો સંયમ કરવો. ૫. યથાશક્તિ તપ કરવો. ૬. સાતે ક્ષેત્રમાં યથાશક્તિ દાન કરવું.
જેમ પુણીયો શ્રાવક શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના કાળમાં આ કષાયના ઉદયથી શ્રાવકપણામાં સુંદર આરાધન કરતો હતો. પહેલા સુખી શ્રાવક હતો. પછી ભગવાન મલ્યા, દેશના સાંભળી અને સંયમ લેવાની શક્તિ ન હોવાથી સર્વસ્વનો સ્વેચ્છાએ ત્યાગ કરી પોતે જેટલી મૂડીમાં કમાણી કરી પોતે અને પોતાના ઘરવાળા માટેનું ભરણપોષણ કરી શકાય તે રીતે રહે છે. બજારમાંથી સાડાબાર દોકડાની મડીમાંથી પૂણીયો વેચાતી લાવી, બજારમાં વેચતો હતો તેમાં બે જણનું પેટા ભરાય એટલું મલી જાય કે ધંધો બંધ કરી ધર્મની આરાધના કરતો હતો, તેમાં રોજ ત્રિકાલ પૂજા કરતો હતો. બે ટંક આવશ્યક (પ્રતિક્રમણ) કરતો હતો અને બાકીના ટાઇમમાં સામાયિક કરી સ્વાધ્યાય કરતો હતો. તેમાં એકવાર ભગવાનની દેશનામાં સાંભળવા મળ્યું કે શ્રાવકપણામાં આરાધના કરતાં એક સહ ધર્મીને પોતાની શક્તિ મુજબ જમાડી ભક્તિ કરે તો શ્રાવકપણાની આરાધના પૂર્ણ ગણાય. તે સાંભળી ચિંતવવા લાગ્યો કે બે જણનું માંડ પૂર્ણ કરું છું તો સાધર્મિકને શી રીતે જમાડી ભક્તિ કરૂં? આ વિચાર સવારમાં ઉઠતાં આવતાં ચિંતવવા લાગ્યો તેમાં ધર્મપત્નીએ કહ્યું કે શું વિચારો છો ? ત્યારે પુણીયા શ્રાવકે તે વાત જણાવી એટલે શ્રાવિકાએ કહ્યું કે એમાં વિચાર શું કરો છો ? આપણે રોજ એક સાધર્મિકને જમાડી ભક્તિ કરી શકીએ ! ત્યારે પુણીયા શ્રાવકે કહ્યું શી રીતે ? તો શ્રાવિકાએ કહ્યું કે એક દિવસ તમારે ઉપવાસ કરવાનો. એક દિવસ માટે ઉપવાસ કરવાનો તો તેમાં એક સાધર્મિકની ભક્તિ થઇ શકે. પૂણીયા શ્રાવકે કહ્યું કે મારા કરતાં ધર્મમાં તું ચઢી. એ જ દિવસથી તે ચાલુ કર્યું. આવા વિચારો જે રહે છે તેમાં આ પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય કામ કરે છે. પ્રત્યાખ્યાનીય સંજ્વલન ક્યાય -
આ કષાયનો ઉદય પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ કષાયના કાળમાં જીવોને સુખમય સંસારને છોડીને સર્વવિરતિ લઇ સુંદર રીતે આરાધના કરવાનું મન થતાં પોતાની શક્તિ મુજબ સર્વસ્વનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરી નિરતિચારપણે સંયમનું પાલન કરે છે અને તેમાં જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં દેશવિરતિના પરિણામનો નાશ કરવા માટે પ્રયત્ન કરતો રહે છે. પ્રત્યાખ્યાનીય કષાય હોવાથી સર્વવિરતિની ભાવના હોવા છતાં પરિણામ આવતાં નથી અને સાથે સંજ્વલન કષાયનો ઉદય. હોવાથી સંયમ લઇ સુંદર રીતે પાલન કરતાં તે કષાયનો નાશ કરવા પ્રયત્ન કરે છે. આ કષાયના ઉદયકાળમાં આયુષ્યનો બંધ થાય તો તેમાનિક દેવનું આયુષ્ય અવશ્ય બંધાય છે. સંજવલન અનંતાનુબંધિ ક્યાય -
આ કષાયનો ઉદય છઠ્ઠા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનનાં પરિણામમાં રહેલા જીવોને હોય છે. આ કષાય સ્વાભાવિક રૂપે ઉદયમાં હોતો નથી. પણ પુરૂષાર્થ કરીને પેદા કરવો પડે છે. આ કષાય જ્યારે શાસનનો ઉહાહ થતો હોય અથવા શાસન પ્રભાવનાનું કોઇ કાર્ય હોય તે વખતે શક્તિ સંપન્ન મહાત્મા પોતાની શક્તિનો ઉપયોગ ન કરે તો તે મહાત્માઓનો અનંત સંસાર વધી જાય છે એમ જ્ઞાની ભગવંતોએ
Page 38 of 161