________________
કે જેને ઘરમાં પોતાની પત્ની પોતાના બાળકો વગેરે છે તેને સ્વપત્ની સંતોષનો નિયમ છે, પરસ્ત્રી માતા અને બેન સમાન માનીને કોઇના ઘરમાં ગમે તેવા કામે પણ પ્રવેશ કરતો નથી. એટલું જ નહિ પોતાના મિત્રોના ઘરે પણ પ્રવેશ કરવો હોય તો પુરૂષ ઘરમાં હોય તો જ બાકી નહિ. એમાં મંત્રીશ્વર તેનો મિત્ર હતો. એકવાર મંત્રીની સાથે તેના ઘરે ગયો તેમાં મંત્રીશ્વરની પત્ની તેનું રૂપ જોઇ કામાંધ બની તેમાં એકવાર મંત્રીશ્વર રાજાના કોઇ મહત્વના કામે બહાર ગયેલ છે તે વખતે મંત્રીશ્વરની પત્ની સુદર્શનને બોલાવવા ગઇ કે તમારા ભાઇ બિમાર છે. તમને યાદ કરે છે અને મલવા માગે છે તે માટે મને મોકલી છે તો ચાલો હું બોલાવવા આવી છું. સુદર્શન વિશ્વાસ રાખી તેના ઘરે ગયા, અંદર પેસતા બારણાં બંધ કરી છેવટના રૂમમાં લઇ ગઇ, અને બારણા બંધ કરી કહ્યું કે ભાઇ નથી. મારાથી નથી રહેવાતું માટે તમને લાવી છું. સુદર્શને પોતાના શીલના રક્ષણ કરવા માટે કહ્યું કે બેન હું નપુંશક છું, એમ કહી બારણા ખોલી બહાર નીકળી. ગયો. તે વખતે પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય ઉદયમાં છે. તેના બળે આવા સારા પરિણામ પેદા કરી પોતાના વ્રતની રક્ષા કરી શક્યો. ત્યારથી અભિગ્રહ દ્રઢ કર્યો કે કોઇના ઘરે જવું નહિ. અને કોઇ બેનની સાથે વાતચીત કરવી નહિ. આ પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય ગણાય છે. આ કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય ક્યાય :
પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકના પરિણામમાં રહેલા જીવો જ્યારે વ્રત-નિયમ-પચ્ચકખાણ આદિનું વર્ણન સાંભળતા સાંભળતાં વોર્મોલ્લાસ પેદા થતાં મન-વચન-કાયાના વ્યાપાર વડે વ્રત-નિયમ-પચ્ચખાણ ગ્રહણ કરે અને થોડા કાળ પછી આ કષાયનો ઉદય થતાં વીર્ષોલ્લાસ મંદ પડી જાય કે તેના પ્રતાપે હીના પરિણામી પણ બની જાય અને મનમાં થયા કરે કે મેં ક્યાં આ નિયમ ગ્રહણ કર્યો, હવે મારાથી પળાતો. નથી, નિયમ લીધા છે માટે તેનો ભંગ પણ થાય નહિ. આથી હવે લીધો છે તો પાલન કરી લ્યો. નિયમ લેતી. વખતે કેટલા કાળ સુધી પાળવો તે મેં મનમાં ધારેલ ન હોવાથી થોડા દિવસ પાળી નિયમ છોડી દઉં તો મને દોષ લાગે કે નહિ ? મારો નિયમ ભાંગશે તો નહિ ને ? આવા વિચારો કરે છે. આ કષાયનો ઉદય જીવોને
જ્યાં સુધી હોય છે ત્યાં સુધી આવા વિચારો કરાવી આર્તધ્યાન પણ પેદા કરાવે છે. માટે આ કષાયનો ઉદય જીવોને પોતાના લીધેલા વ્રત-નિયમ-પચ્ચક્ખાણ આદિમાં રસ ઓછો કરાવીને અતિચાર લગાડે છે. આથી સાતિચાર દેશવિરતિપણું આ કષાયના ઉદયમાં હોય છે. આથી સાતિચાર દેશવિરતિવાળા જીવો આયુષ્યનો. બંધ કરે તો નિયમા વૈમાનિક દેવલોકનું પહેલા દેવલોકનું એટલે સૌધર્મ દેવલોકનું આયુષ્ય બાંધી શકે છે. પ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્યાય -
આ કષાય પાંચમાં ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ કષાયમાં વ્રત-નિયમ-પચ્ચકખાણા કરવાનો વીર્ષોલ્લાસ જીવોને સારો રહે છે અને જે વ્રતાદિ લીધેલ હોય તેમાં અખંડ રીતે પાલન કરતાં કરતાં આગળ વધવાના ભાવ સુંદર ટકી રહે છે. માટે આ કષાયથી જીવો પ કર્મો સુંદર રીતે કરે છે.
દેવપૂજા ગુરૂપતિઃ સ્વાધ્યાયઃ સંયમસ્તપ: |
દાનચેતિ ગૃહસ્થાનાં ષ કમણિ દિને દિને III ૧. શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરવી. ૨. ત્રિકરણ શુધ્ધિથી સુગરૂની સેવા કરવી.
Page 37 of 161