SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તે એવા હોય છે કે મારા આત્માને માટે તારનારી ચીજ આ જ છે. તો આ શ્રી જિનેશ્વર પરમાત્મા આદિની ભક્તિ મારે મારી શક્તિ મુજબ જ કરવી જોઇએ. મારા જેવો આવી સામગ્રી લઇને ભક્તિ કરવા જાય ? સારામાં સારી મારી શક્તિ મુજબ સામગ્રી લાવીને મારે ભક્તિ કરવી જ જોઇએ તો જ મને મળેલી લક્ષ્મી સળ ગણાય અને મારા આત્માનું કલ્યાણ થઇ શકે. જેટલી હું સારામાં સારી રીતે ભક્તિ કરીશ એટલી જ મારી સળતા છે. આવા વિચારો અને પરિણામોથી સુંદર ભક્તિ કરતાં કરતાં સારો કાળ હોય તો તીર્થંકર નામકર્મ નિકાચીત કરી શકે છે. જેમ શ્રેણિક મહારાજાએ શ્રી મહાવીર સ્વામી ભગવાનની ભક્તિ કરતાં. કરતાં તીર્થકર નામકર્મ નિકાચીત કર્યું. રોજ સવારમાં ઉઠે-ઉઠીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજ જે દિશામાં હોય ત્યાં સાત ડગલા જઇને નમસ્કાર કરે-સ્તવના કરે તેમાં કોઇ આવીને સમાચાર આપે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આ દેશમાં અને આ દિશામાં વિચરે છે. વિહાર કરતાં કરતાં ત્યાં આવી રહ્યા છે તો તે સમાચાર સાંભળીને તેની સાડા ત્રણ કરોડ રોમ રાજી વિકસ્વર થઇ જતી હતી. અંતરમાં અત્યંત આનંદ પેદા થતો અને રોમાંચ ખડા થઇ જતાં આવા સમાચાર આપનારને પોતાની શક્તિ મુજબ શરીર ઉપર જે અલંકારો હોય તે દાનમાં દઇ દેતા તથા મધ્યાહૂકાળની પૂજા માટે અક્ષતની જગ્યાએ સોનીને ત્યાં રોજ એકસોને આઠ સોનાના જવલા ઘડાવતાં હતા અને તેનો સાથીયો કરતાં હતાં. આ ભક્તિના પ્રતાપે, જીવનમાં કોઇપણ પ્રકારનો તપ કરી શક્યા નહોતા તો પણ, અરે નવકારશી પચ્ચક્ખાણ પણ કરી શક્યા. નહોતા છતાં તે આ ભક્તિથી તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને આવતી ચોવીશીમાં પહેલા તીર્થંકર થશે. આ કષાયની સહાય લઇને અપ્રમત્ત ભાવે સુંદર ભક્તિ કરી પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા. અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય ક્યાય - આ કષાયના ઉદયમાં જીવને જે ક્ષયોપશમ સમીકીત પ્રાપ્ત થયેલું હોય છે તેને લઇને આ જીવોને, ચોથા ગુણસ્થાનકે રહીને વ્રત, નિયમ, પચ્ચખાણ કરી શકતા નથી તેનું પારાવાર અંતરમાં દુ:ખ રહેલું હોય છે. કરવાની તીવ્ર ઇચ્છા પેદા થાય-ભાવના પણ પેદા થાય-આ જ કરવા જેવું છે તેવી માન્યતા પણ જોરદાર હોય, બીજાને કરતાં જોઇને પોતે ન કરી શકે તેનો પશ્ચાત્તાપ પણ જોરદાર રહેલો હોય છતાં આ કષાયનો ઉદય જીવને કરવા દે નહિ. એમ કરતાં કરતાં કોઇ કોઇ વાર એ ક્ષયોપશમ સમકીતમાં અતિચાર પણ લગાડે અને સમકીત મલિન કરતાં જાય. આથી એમ કહેવાય કે આ કષાયના ઉદયમાં જીવ આયુષ્ય બાંધે તો સાતિચાર સમકીતના પ્રતાપે ભવનપતિ કે વ્યંતરનું બાંધી શકે છે. પણ વૈમાનિકનું આયુષ્ય બાંધે નહિ. શ્રી ભગવતી સૂત્રના આઠમા શતકમાં કહ્યું છે કે સાતિચાર સમકીતી જીવો ભવનપતિ વ્યંતરનું આયુષ્ય બાંધે છે. માટે એમ કહેલ છે. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્યાય - આ કષાયનો ઉદય ચોથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા ઉપશમ-ક્ષયોપશમ અને સાયિક સમકીતી જીવોને હોય છે. આ કષાય મોટે ભાગે પ્રશસ્તરૂપે હોય છે. અવિરતિનો ઉદય હોવા છતાં આ કષાયના પ્રતાપે નાનામાં નાના વ્રત-નિયમ-પચ્ચકખાણનો અભ્યાસ (ટેવ પાડતાં પાડતાં) કરતાં કરતાં શ્રાવકના બારવ્રતોને નિરતિચારપણે પાલન કરી શકે એવી શક્તિ પેદા થાય છે અને તેનું પાલન કરતાં કરતાં પોતાની ભોગાવલી અવિરતિનો નાશ કરી શકે છે. જેમ કે શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનો આત્મા નંદીવર્ધન ભાઇના કહેવાથી સંસારમાં રહ્યા. તેમાં ઘર-રાજ્ય આદિ પ્રવૃત્તિથી નિર્લેપ થઇ પોતાના Page 14 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy