________________
કરવાથી મારે જે સુખ જોઇએ છે તે જરૂર મળશે જ. તો તે માટે કરોડપતિને ત્યાં અહીં જન્મ પામેલો હોય તો પણ તેનો ત્યાગ કરીને નિરતિચારપણે ચારિત્રનું પાલન કરે છે. અને નવમા ગ્રેવેયકનું આયુષ્ય બાંધીને નવમાં ગ્રેવેયકમાં ઉત્પન્ન થાય છે. પણ આ જીવોનું મિથ્યાત્વ ગાઢ બનતું જાય છે. આ કારણથી આ. કષાયના ઉદયકાળમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં દેવલોકનું આયુષ્ય બાંધે છે. આટલું કષ્ટ વેઠીને પૂર્વક્રોડ વરસ સુધી નિરતિચાર ચારિત્રનું પાલન કરવા છતાંય સુખનો રાગ ઓછો ન થતાં કાઢવાનું મન પણ ન થતાં આ જીવો પાપનો અનુબંધ જોરદાર બાંધે છે અને પુણ્ય સામાન્ય બાંધે છે. માટે પાપાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરે છે. દેવલોકમાં ઉત્પન્ન થયા બાદ એક અંતમહૂર્તમાં પાપનો અનુબંધ ઉદયમાં આવતાં ઇર્ષ્યા ભાવ પેદા થઇ જાય છે કે આ નવમાં ચૈવેયકનું સુખ મને મળવાનું હતું. મેં મહેનત કરેલી છે છતાંય આ જીવોને શાથી મળ્યું ? આ વિચારથી ઈષ્યનાં પરિણામ એકત્રીશ સાગરોપમ સુધી રહે છે. ત્યાંથી મરીને અનાર્ય ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ નરકાદિ દુર્ગતિમાં જાય છે.
આ રીતે આ અનંતાનુબંધિ સંવલન જેવો કષાય પ્રાપ્ત કરીને અભવ્ય-દુર્ભવય અને ભારેકર્મી જીવો અનંતી વાર પ્રયત્ન કરે છે.
જ્યારે આત્માને અનાદિકાળથી ભટકાવનાર અને દુ:ખી કરનાર રાગ-દ્વેષના પરિણામ જ છે કે જે અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ કરાવે છે, પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ કરાવે છે, તેને જ્ઞાની ભગવંતો ગ્રંથી કહે છે. તેને ઓળખીને તેનાથી સાવધ રહી પ્રવૃત્તિ કરવા માંડે તે મિથ્યાત્વની મંદતા કહેવાય છે. આ મિથ્યાત્વની મંદતા થાય અને અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી જીવો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ વિચરતાં એવા સુસાધુની-સાધર્મિકની- તપસ્વીની સેવા ભક્તિ કરતાં કરતાં જીવ પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે એવી જ રીતે એ રાગાદિ પરિણામની ગ્રંથી તોડવા માટે અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી વ્રત નિયમ પચ્ચખાણ કરતો કરતો. શ્રાવકના બારવ્રતોને નિરતિચારપણે પાલન કરતો સકામ નિર્જરા સાધી શકે છે અને અનંતાનુબંધિ સંવલન કષાયની સહાયથી સર્વવિરતિને ગ્રહણ કરી ગ્રંથી તોડવાના લક્ષ્યથી નિરતિચારપણે ચારિત્રનું પાલન કરતો કરતો. સકામ નિર્જરા સાધીને આત્મ કલ્યાણ સાધતો જાય છે. આ ઉપરથી નક્કી થાય છે કે મિથ્યાત્વની મંદતા. સાથે કષાયની સહાય મળે તો જીવ અપ્રમત્તપણે આરાધના કરતો કરતો સકામ નિર્જરા સાધી. આત્મકલ્યાણ કરી શકે છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જેટલી કષાયની સહાય વધારે તેટલું આત્મકલ્યાણ જલ્દી થાય. આ કષાયને પ્રશસ્ત કષાયો કહેવાય છે. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્યાય -
આ કષાયનો ઉદય ત્રીજા અને ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. ત્રીજા ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. જ્યારે ચોથા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમનો હોય છે. આ ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરવાનું મન થાય. સારી રોતે ભક્તિ કરે એ જ રીતે શ્રી જિનેશ્વર પરમાત્માના સુસાધુની પણ ભક્તિ કરે. સાધર્મિક ભક્તિ પણ પોતાની શક્તિ મુજબ સારી રીતે કરે. આ જ કર્તવ્યો આ જીવો માટે તરવાનું સાધન હોય છે. આથી તે વખતે એ અપ્રત્યાખ્યાનીય કષાયને પુરૂષાર્થથી અનંતાનુબંધિ જેવો. બનાવે કે જેના પ્રતાપે અપ્રમત્તભાવે શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ નિકાચીત કરી શકે છે. આ કષાય જ્યારે ઉદયમાં વર્તતો હોય છે ત્યારે તેના અંતરમાં જે પરિણામ આવે છે
Page 33 of 161