________________
દ્વેષ બુદ્ધિ પેદા કરાવે તે ક્રોધ સંજ્ઞા.
(૫) માન સંજ્ઞા :- ગવરૂપ પોતાના અંતરમાં અને બીજાના અંતરમાં અભિમાન પેદા કરાવે, ગર્વ એવો પેદા થાય કે એના વિચારો બદલાઇ જાય એના વચનો બદલાઇ જાય. કાયાથી એની પ્રવૃત્તિઓ પણ બદલાઇ એના વચનો બદલાઇ જાય, કાયાથી એની પ્રવૃત્તિઓ પણ બદલાઇ જાય અને આ માનના કારણે જુઠ બોલવા આદિમાં ડર નાશ પામી જાય તે માનસંજ્ઞા કહેવાય છે.
(૬) માયા સંજ્ઞા - વક્રતારૂપ હૈયું કુટલિ બની જાય. કોઇના હાથમાં હૈયું ન આવે જેના કારણે લુચ્ચાઇ દંભ ઇત્યાદિ વાળું હૈયું બની જાય. એના બોલવામાં વચને વચને કપટ દખાયા કરે તે માયાસંજ્ઞા.
(૭) લોભ સંજ્ઞા :- ગૃધ્ધિ રૂપ સંજ્ઞા છે. એટલેકે પદાર્થો પ્રત્યેની આસક્તિ-મમત્વ બુદ્ધિ વધ્યા જ કરે. જેટલું મલે એમાં સંતોષ પેદા થાય જ નહિ અસંતોષમાં જ સદા માટે સળગ્યા જ કરે તે લોભ સંજ્ઞા. જ્ઞાની ભગવંતોએ લોભની શરૂઆત- અતિ ઉનાધીથી ચોપડેલું અનાજ ખાવા મલતું હોય, રહેવા માટે મકાન મલતું હોય અને અંગ ઢાંકવા માટે સાંધા વિનાનું કપડું મલતું હોય તો આનાથી અધિક મેળવવાની ઇરછાઓ કર્યા કરવી. ઇરછાઓમાં રહેવું તે લોભસંજ્ઞા કહેવાય છે. અર્થાત લોભની શરૂઆત કહેલી છે. એના અભિલાષના વિચારોમાં કાળ પસાર કરવો તે લોભસંજ્ઞા કહેવાય.
(૮) શોક સંજ્ઞા :- વિપ્રલાપ કરવા તે આક્રંદ કર્યા કરવું તે અને વૈમનસ્ય રૂપ એટલે ગાંડા માણસોની જેમ લવારો કર્યા કરવો તે શોકસંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા જીવોને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવ અને મોહના ઉદયથી પેદા થાય છે.
(૯) લોકસંજ્ઞા - સ્વચ્છેદ ઘટિત વિકલ્પરૂપા લૌકિક આચરિતા.
(૧૦) ધર્મસંજ્ઞા :- મોહના ક્ષયોપશમ ભાવથી ધર્મસંજ્ઞા પેદા થાય છે. ક્ષમાદિ આચરવા રૂપ ધર્મ કહેવાય છે.
પ- સંસ્થાન દ્વાર
જગત આખુંય સદા માટે જીવ અને પુદ્ગલોથી ભરેલું છે. જગતમાં જેટલા જીવો છે. એના કરતાં અનંતગુણા અધિક પુદ્ગલો રહેલા છે. આ અનંતા પુદ્ગલો કોઇને કોઇ આકૃતિવાળા હોય છે. એ પુગલોની આકૃતિને સંસ્થાન કહેવાય છે. પણ એ સંસ્થાનરૂપ આકૃતિનું અહીં વર્ણન કરવાનું નથી. પણ જીવો જગતમાં રહેલા છે એ જીવો જ્યાં જ્યાં ઉત્પન્ન થઇ આહારના પુદગલોને ગ્રહણ કરી એ પુદગલોને પરિણામ પમાડી શરીર રૂપે બનાવે છે એ શરીરની આકૃતિ કેવા પ્રકારની બનવી (બનાવવી) એની જે વિચારણા કરવી એ સંસ્થાન કહેવાય છે. એ સંસ્થાન નામકર્મના ઉદયથી જીવના શરીરની આકૃતિ બને છે તેનું અહીં વર્ણન વિચારવાનું છે. એ સંસ્થાનનાં છ ભેદો હોય છે. (૧) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૨) વ્યગોધ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) કુજ સંસ્થાન, (૫) વામન સંસ્થાન અને (૬) હુંડક સંસ્થાન.
મોક્ષે જવા માટે પહેલું સંઘયણ અવશ્ય જોઇએજ જ્યારે મોક્ષે જવા માટે પહેલું સંસ્થાન જ જોઇએ. એવો નિયમ નહિ છએ સંસ્થાનમાંથી કોઇપણ સંસ્થાનથી જીવ મોક્ષે જઇ શકે છે.
શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓને અને ત્રેસઠ શલાકા પુરૂષ જીવોને અવશ્ય પહેલું સંસ્થાન જ હોય છે.
(૧) સમચતુરસ્ત્ર સંસ્થાન :- જે શરીરને વિષે ચારે બાજુની આકૃતિ એક સરખી હોય એટલે શરીરના ચારેય ભાગો એક સરખા માપના હોય તે સમચરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. જેમકે પદ્માસને બેઠેલા
Page 25 of 161