________________
જીવના શરીરની આકૃતિનું માપ વિચારીએ તો (૧) જમણા ઢીંચણ થી ડાબા ઢીંચણ સુધીનું અંતર,(૨) એ અંતર બન્ને ઢીંચણનું જેટલું હોય એટલું જ અંતર ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું હોય, (૩) એજ રીતે જમણા ઢીંચણથી ડાબા ખભાનું અંતર એટલે જેટલું માપ થાય એટલું જ માપ બન્ને ઢીંચણ જેટલું થાય અને (૪) લલાટથી શરૂ કરી પલાઠીના વચલા ભાગ સુધીનું મધ્યનું અંતર પણ એટલું જ થાય. આ રીતે ચારેયનું અંતર એક સરખું થાય તેને સમચતુરસ્ત્ર સંસ્થાન એટલે શરીરની આકૃતિ કહેવાય છે. ભગવાનની મૂર્તિઓમાં આજ આકૃતિઓ રખાય છે. એક દોરાભાર જેટલો પણ ફેરફાર હોય તો તે પ્રતિમાજી રખાતા નથી. પરિકરયુક્ત પદ્માસને રહેલી પ્રતિમાઓ અરિહંતની કહેવાય છે અને પરિકર રહિત જેટલી પ્રતિમાઓ પદ્માસને રહેલી હોય છે તે સિધ્ધ પરમાત્માઓની કહેવાય છે. આ બન્ને પ્રકારની પ્રતિમાઓની આકૃતિ આ પહેલા સંસ્થાન વાળી જ હોય છે. આવા સંસ્થાન વાળી આકૃતિને જાતાં મનની સ્થિરતા-મનની એકાગ્રતા વધતી જાય છે અને એનાથી જીવને પૂર્વભવોનું જ્ઞાન એટલે જાતિ સ્મરણ જ્ઞાન પેદા થઇ શકે છે. આવી આકૃતિવાળા માછલાઓ સમુદ્રને વિષે અસંખ્યાતા રહેલા હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રને વિષે આવા પહેલા સંસ્થાનની આકૃતિવાળા માછલાઓ અસંખ્યાતા રહેલા છ એને જોઇને બીજા કાંઇક એટલે કેટલા માછલાઓ મનની એકાગ્રતા પેદા કરીને જાતિસ્મરણ જ્ઞાન પામે છે અને અનશન કરીને મરી દેવલોકમાં જાય છે.
સ્થાપના રૂપે આકૃતિ માછલામાં રહેલી હોવા છતાં તેનું ધ્યાન કરવાથી વિચારણા કરવાથી મનની એકાગ્રતા એ આકૃતિમાં કરવાથી જાતિસ્મરણ જ્ઞાન પેદા થતું હોય છે તો આ તો મંદિરમાં સ્થાપના રૂપે રહેલા ભગવાનના ગુણોનો આરોપ કરી તેમાં પ્રાણ પુરેલા હોય છે. તેનું દર્શન કરતાં કરતાં મનની એકાગ્રતા પેદા થઇ જાય તો જ્ઞાનનો કેટલો બધો ક્ષયોપશમ ભાવ પેદા થઇ શકે ? માટે જ્ઞાનીઓ કહે છે કે જો સાચા ભાવે એકાગચિત્તે દર્શન કરતાં આવડે તો એ દર્શનથી સમ્યગ્દર્શન પેદા થાય છે અને યાવત્ કેવલજ્ઞાન પણ પેદા થાય છે. (થઇ શકે છે.) માટે રોજ દર્શન વારંવાર કરવા જોઇએ કે જેથી જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ અને ક્ષાયિક ભાવે જ્ઞાન પેદા થાય છે માટે જેઓ સ્થાપના નિક્ષેપાનો નિષેધ કરે છે. મનાઇ કરે છે એ જીવોને કેવો અને કેટલો કર્મબંધ થાય એ વિચારવા યોગ્ય છે !
(૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન :- જે જીવોના શરીરની આકૃતિને વિષે નાભિના ઉપરના ભાગના અવયવો શાસ્ત્રમાં કહ્યા મુજબ લક્ષણથી યુક્ત હોય એટલે લક્ષણ સહિત હોય અને નાભિના નીચેના અવયવો લક્ષણથી રહિત હોય તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહેવાય. આવા પ્રકારની આકૃતિવાળું શરીર તે અશુભ કહેવાય છે. જગતમાં આવા શરીરવાળા જીવો પણ હોય છે.
(૩) સાદિ સંસ્થાન :- જે શરીરની રચના વિશેષમાં આ કર્મના ઉદયથી જીવોને નાભિની નીચેનાં ભાગના અવયવો લક્ષણથી યુક્ત હોય અને ઉપરના અવયવો લક્ષણથી રહિત હોય એવા શરીરવાળા જીવોની જે આકૃતિ તે સાદિ સંસ્થાન કહેવાય છે. આ આકૃતિ પણ અશુભ ગણાય છે કારણકે જોનારના
આંખની સ્થિરતા ટકતી નથી.
(૪) વામન સંસ્થાન :-મસ્તક ગ્રીવા = ડોક, હાથ અને પગ લક્ષણથી રહિત હોય અને છાતી પેટ, પીઠ આદિ લક્ષણથી યુક્ત હોય તે વામન સંસ્થાન કહેવાય છે.
(૫) કુબ્જ સંસ્થાન :- મસ્તક ગ્રીવા હાથ અને પગ લક્ષણથી યુક્ત હોય અને છાતી, પેટ, પીઠ આદિ લક્ષણથી રહિત હોય તે કુબ્જ સંસ્થાન કહેવાય છે.
(૬) હુડક સંસ્થાન :-શરીરમાં રહેલા બધા જ અંગોપાંગ લક્ષણથી રહિત હોય તે હુંડક સંસ્થાન
Page 26 of 161