________________
અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ એને જ્ઞાનીઓએ ગ્રંથી કહેલી છે. એ ગ્રંથીના પ્રતાપેજ જીવોને શરીર પ્રત્યે મમત્વ બુધ્ધિ થાય છે. તે પરિગ્રહ સંજ્ઞા કહેવાય છે. આ પરિગ્રહ સંજ્ઞાને પહેલા ગુણસ્થાનકે ઓળખીને જીવે એ જીવોને પરિગ્રહ સંજ્ઞા હોતી નથી. આથી કર્મબંધ અલ્પ થતો જાય છે. (કરતો જાય છે.) અને અંતે પરિગ્રહથી એટલે શરીરથી જીવ છૂટી જાય છે.
આ ચાર સંજ્ઞાઓમાંથી કોઇને કોઇ સંજ્ઞા જીવોને અંતર્મુહૂર્ત અંતર્મુહૂતૅ ચાલુ જ હોય છે. આથી સંજ્ઞા
વગરનો કોઇ જીવ હોતો નથી એમ કહેવાય છે.
લોક સંજ્ઞા :-લોકોએ ઉપચાર કરેલી વ્યવહારમાં પ્રવર્તાવેલી ઇચ્છા પ્રમાણે ઘડેલા નિર્ણયોવાળી જે વાતો તે લોક વ્યવહાર કહેવાય છે. અર્થાત્ લોક વ્યવહારને અનુસરવાવાળી જે વૃત્તિઓ તે લોકસંજ્ઞા કહેવાય છે. જેમકે (૧) સંતાન રહિત જીવોને સદ્ગતિ ન હોય. (૨) કુતરા યક્ષ છે. (૩) કર્ણ કાનમાંથી થયો. (૪) કાગડા એ દેવ છે. વગેરે લૌકિક કલ્પનાઓ કરવી તે લોક સંજ્ઞા કહેવાય છે. અનાદિ કાળથી સંસારમાં ભટકતા એવા જીવો અનંતીવાર મનુષ્ય જન્મને પામીને આવી લોકસંજ્ઞાઓમાં અનંતી વાર સાયેલા છે અને તેના કારણે મોટા ભાગે આવા સંસ્કારો જીવોને ચાલુ જ રહે છે તે લોકસંજ્ઞા રૂપે કહેવાય. પ્રવચન સારોધ્ધારમાં મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી શબ્દ અને અર્થ વિષયક સામાન્ય બોધ ક્રિયારૂપ જે ઉપયોગ તે દર્શન ઉપયોગ કહેવાય છે. આ દર્શન ઉપયોગવાળી ઓધ સંજ્ઞા કહેવાય છે. અને વિશેષ બોધ ક્રિયારૂપ જ્ઞાન ઉપયોગ તેને લોકસંજ્ઞા કહેવાય છે.
(૬) ઓધ સંજ્ઞા :- પૂર્વ સંસ્કારથી પેદા થયેલી તે ઓધ સંજ્ઞા કહેવાય છે. તે જેમકે (૧) વેલડીઓને વૃક્ષ ઉપર ચઢવું, ભીંતાદિ ઉપર ચઢવું તે. (૨) બાળકને સ્તનપાન કરવું તે અથવા (૩) મોધમ એટલે મુંગુંજ્ઞાન તે. સામાન્ય શબ્દાર્થનું જ્ઞાન અવ્યક્તપણાનો ઉપયોગ કે જે ઉપયોગની વિચારણાના શબ્દો વ્યક્ત કરી ન શકાય કહી ન શકાય તેવી જાતની જે સંજ્ઞા એવી સંજ્ઞાઓનું જે જ્ઞાન તે ઓધ સંજ્ઞા કહેવાય છે. (૧) વેદનીય કર્મના ઉદયથી જીવોને સુખસંજ્ઞા અને દુઃખસંજ્ઞા પેદા થાય છે. જેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમવાળા જીવોને જ્ઞાન પેદા થતાં થતાં બીજાને સમજાવી શકે. શંકાના સમાધાન સંતોષકારક આપી શકે એનાથી જીવને સુખસંજ્ઞા પેદા થતી જાય છે. એવી જ રીતે દૂર સુધી જોવાની શક્તિ પેદા થાય અને જે જોઇ ન શકે એની અપેક્ષાએ જીવને સુખ થાય એથી સુખસંજ્ઞા પેદા થાય છે અને કોઇને ઘણી મહેનત કરવા છતાં ન આવડે તો અંતરમાં ગ્લાનિ પેદા થાય. દુઃખ પેદા થાય અને જે જીવોને પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ મંદ મળેલો હોય તેના કારણે જાણી ન શકે તેને ગ્લાનિ થાય અને દુ:ખ થાય તે દુઃખ સંજ્ઞા કહેવાય છે. વેદનીય કર્મના ઉદયથી એટલે શાતા વેદનીયના ઉદયથી જીવને સુખ સંજ્ઞા અને અશાતા વેદનીયના ઉદયથી જીવને દુઃખસંજ્ઞા થાય છે. મિથ્યાત્વના ઉદયે જીવોને મોહસંજ્ઞા પેદા થાય છે. જેમ જેમ જીવોને મિથ્યાત્વનો ઉદય તીવ્ર એટલે ગાઢ બનતો જાય તેમ તેમ મોહનોઅંધાપો પેદા થાતો જાય છે. મોહના અંધાપા વાળા જીવો સંજ્ઞાને ઓળખી શકતા નથી. સંજ્ઞાઓને આધીન થઇને જ પોતાનું જીવન જીવતાં સંસારમાં પરિભ્રણ કરતાં જાય છે. જ્યારે મોહનો ઉદય જીવોને દશમા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે મોહનો અંધાપો પહેલા ગુણસ્થાનકે જ હોય છે. મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયે જીવોમાં વિચિકત્સા એટલે જુગુપ્સા સંજ્ઞા પેદા થાય છે ક જે કોઇ પ્રતિકૂળ પદાર્થો જોવા મળે, સુંઘવા મળે તો મોટું બગાડી જાય છે તે જુગુપ્સા કહેવાય છે. આ સંજ્ઞાને ચિત્ત વિપ્લુતિરૂપ સંજ્ઞા પણ કહેવાય છે કે જેથી મોઢા આદિ ઉપર વિકૃતિ પેદા થઇ જાય છે.
(૪) ક્રોધ સંજ્ઞા :- અપ્રીતિ રૂપ- પોતાના અંતરમાં અને બીજા જીવોના અંતરમાં અપ્રીતિ પેદા કરાવે.
Page 24 of 161