________________
કરાવી આ ઉપરથી મેથુન સંજ્ઞા જીવને રહે તો પહેલા ગુણસ્થાનક સુધી. આવા વાસ્તવિક સુખની અનુભૂતિ ન થાય ત્યાં સુધી જ ગણાય છે. આથી ભગવાનનું દર્શન નિર્વિકારી રૂપે ધ્યાનમાં રાખીને કરીએ-ગુણોનું ચિંતન કરીએ તોજ મેથુન સંજ્ઞા સંયમમાં આવતી જાય.
પુરૂષને સેવવાનો અભિલાષ એ સ્ત્રીવેદ કહેવાય. સ્ત્રીને સેવવાનો અભિલાષ એ પુરૂષવેદ અને ઉભયને એટલે બન્નેને સેવવાનો અભિલાષ એ નપુંસક વેદ કહેવાય છે. આ વેદનો ઉદય અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત દરેક જીવોને પરાવર્તમાન રૂપે નવમાં ગુણસ્થાનક સુધી ચાલુ હોય છે. વેદના ઉદય. વગરનો કાળ કોઇ જીવનો હોતો નથી. સતત ચાલુ જ હોય છે. આથી વેદનો ઉદય ધ્રુવોદયી પ્રકૃતિ કહેલી છે. ત્રણેમાંથી એકનો ઉદય સતત ચાલુ જ રહે છે. એ ઉદયના કારણે અભિલાષ પેદા થાય અને પછી એની ઇચ્છાઓ પેદા થયા જ કરે છે એ મેથુન સંજ્ઞા કહેવાય છે.
(૪) પરિગ્રહ સંજ્ઞા :-પરિ એટલે આત્માની ચારે બાજુથી ગ્રહ એટલે વળગાડ અર્થાત આત્માની ચારે બાજુથી વળગાડ વળગ્યા કરવો વળગાડ વળગેલો હોય તે પરિગ્રહ કહેવાય છે.
આ પરિગ્રહ બે પ્રકારનો હોય છે. (૧) બાહ્ય પરિગ્રહ (૨) અત્યંતર પરિગ્રહ.
બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો કહેલો છે. એમાં મુખ્ય બે પ્રકારો હોય છે. (૧) સચિત્ત પરિગ્રહ, (૨) અચિત્ત પરિગ્રહ.
સચિત્તમાં ધાન્ય, બે પગવાળા પ્રાણીઓ, ચાર પગવાળા પ્રાણીઓ આવે છે. અચિત્ત પરિગ્રહમાં ધન, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, વાસ્તુ ઇત્યાદિ આવે છે. આ બાહ્ય પરિગ્રહ કહેવાય છે.
અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારનો કહેલો છે. મિથ્યાત્વ, ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-પુરૂષવેદ-સ્ત્રીવેદ અને નપુંસકવેદ એમ ચોદ પ્રકારના પરિગ્રહો હોય છે.
બાહ્ય પરિગ્રહનો ત્યાગ અત્યંતર પરિગ્રહને સંયમિત કરીને એના ત્યાગ માટે કહેલો છે. જો બાહ્ય પરિગ્રહના ત્યાગથી અત્યંતર પરિગ્રહને સંયમિત કરી એનો ત્યાગ કરવાની ભાવના ન હોય તો એ ત્યાગને જ્ઞાનીઓએ વખાણ્યો નથી.
લોભના ઉદયથી પેદા થાય તે પરિગ્રહ. શરીર અને શરીરને સુખાકારી રાખનાર પદાર્થો મેળવવાની, ભોગવવાની, સાચવવાની, ટકાવવાની અને ન ચાલ્યા જાય એની કાળજી રાખવાની ઇચ્છાઓ. એ પરિગ્રહ કહેવાય છે.
આ સંજ્ઞારૂપ પરિગ્રહ પહેલા ગુણસ્થાનક સુધી હોય છે. ચોથા અને પાંચમાં ગુણસ્થાનકમાં હેય બુધ્ધિ જીવંત રહેતી હોવાથી એ પરિગ્રહ રૂપે ગણાય પણ સંજ્ઞા રૂપે નહિ. અનાદિ કાળથી જીવો જગતમાં જે પરિભ્રમણ કર્યા કરે છે. તેમાં દરેક જન્મમાં શરીર નવા પેદા કરતો જાય છે અને આયુષ્ય પૂર્ણ કરે છોડતો જાય છે આથી જ્યારે શરીર બનાવે છે ત્યારથી આ શરીર પ્રત્યેનું મમત્વ જીવને રહ્યાજ કરે છે. ચાલુ જ હોય છે એ પરિગ્રહ કહેવાય છે અને જ્યારે શરીરને છોડે છે તે વખતે પણ એ શરીરના મમત્વને અંતરમાં રાખીને છોડે છે, ત્યાગ કરે છે, આથી એ જીવને બીજા ભવમાં પણ એ શરીરના મમત્વના કારણે પચાસ ટકા પાપ ચાલ્યા કરે છે. એ શરીર નાશ પામ્યું હોય એના પગલો વિખરાઇ ગયા હોય એ વિખરાયેલા પુગલો જગતમાં જ્યાં જ્યાં જાય અને એનાથી જે જે જીવોની હિંસાઓ થાય તે દરેક હિંસાનું પાપ મમત્વ બુદ્ધિથી છોડનાર (શરીરને) જીવને લાગ્યા કરે છે. આથી આ પરિગ્રહ સંજ્ઞા જીવને અનાદિ કાળથી રહેલી છે. એમ કહેવાય છે એ સંજ્ઞાનો નાશ પોતાના આત્મામાં રહેલી ગ્રંથી છે. અનુકૂળ પદર્થો પ્રત્યેનો ગાઢરાગ
Page 23 of 161