________________
વાસ્તવિક સુખ કહેવાય. જ્યારે વેદના ઉદયવાળું સુખ એ કાંઇ એવા પ્રકારનું નથી કે એની અનુભૂતિથી પૂર્તિ થઇ જાય પણ જેમ જેમ જીવ અનુભૂતિ કરે છે તેમ તેમ એની ઇચ્છાઓ એ સુખ માટેની વધતી જાય છે. આથી જ જ્ઞાનીઓ કહે છે કે જે સુખની અનુભૂતિથી ઇચ્છાઓ વધે તૃપ્તિ ન થાય વારંવાર અભિલાષ વધ્યા. કરે એ સુખ વાસ્તવિક સુખ ન કહેવાય. એ ઇચ્છાઓનાં અભિલાષથી જીવ વધારે દુ:ખી થતો જાય. બીજા નંબરે જ્ઞાનીઓ કહે છે કે સાચું સુખ એ કહેવાયકે જે સુખની અનુભૂતિથી જીવને થાક ન લાગે, ગ્લાનિ ના અનુભવાય પણ માનસિક શાંતિ વધે એ સાચું સુખ કહેવાય. જ્યારે આ મેથુનની ક્રિયાના સુખમાં એનો અનુભવ કરતાં પણ જીવ માનસિક થાક અનુભવે છે. શરીર પણ થાક અનુભવે છે. ગ્લાનિ પણ અનુભવે છે અને એ થાક અને ગ્લાનિના કારણે માનસિક શાંતિને બદલે માનસિક તણાવ વધી જાય છે. એવું પણ બની શકે છે. આથી એ સુખ વાસ્તવિક ગણાતું નથી. આથી જ જ્ઞાનીઓ વેદના ઉદયના સુખને દુ:ખરૂપ કહે છે. દુ:ખ ફ્લક કહે છે અને દુઃખાનુબંધિ જણાવે છે અને આ વેદના ઉદયનું સુખ એવા પ્રકારનું છે કે અગ્નિમાં ઘી નાંખવા જેવું છે. જેમ જેમ અગ્નિમાં ઘી નાખવામાં આવે તેમ અગ્નિ શાંત થવાના બદલે પ્રદિપ્ત થતો જય. છે અને ઉપરથી અગ્નિ વધ્યા જ કરે છે. એવું આ સુખ હોવાથી જ્ઞાનીઓએ દુ:ખ રૂપ જ કહેલું છે. આવી આત્મામાં જ્યારે પ્રતિતી પેદા થઇ જાય અને વાસ્તવિક સાચા સુખનો ખ્યાલ આવી જાય તો પછી જીવને મેથુન સંજ્ઞા પજવે નહિ, હેરાન કરે નહિ અને એના વિચારો શાંત થયા વગર રહે નહિ. આ વાસ્તવિક સુખની ઓળખ જીવોને, શ્રી અરિહંત પરમાત્માઓનાં સ્વરૂપને વિચારે-એને ઓળખે એનું ચિંતન કરે તો જ ઓળખ થાય કારણકે એ આત્માઓ ત્રીજા ભવે જ્યારે તીર્થંકર નામકર્મ નિકાચના કરે છે. ત્યારથી એ આત્માઓ સંસારમાં રહેલા હોવા છતાં રાગનો ઉદય-વેદનો ઉદય હોવા છતાં એ રાગના ઉદયને અને વેદના ઉદયને જ્ઞાનના બળે જ્ઞાનના ઉપયોગથી વિચ્છેદ કરે છે. અર્થાત નાશ કરીને જીવે છે માટે એ જીવો. નિર્વિકારી કહેવાય છે. ભોગાવલી કર્મના ઉદયના કારણે વેદના ઉદયને ભોગવીને નાશ કરવાનો હોવાથી એ ક્રિયા હોય છે પણ એ ક્રિયામાં જ્ઞાનનો ઉપયોગ સતત ચાલુ હોવાથી નિર્વિકારીપણા રૂપે આત્મા નિર્લેપ રૂપે રહેલો હોય છે. આથી મેથુન સંજ્ઞા ગણાતી નથી. અંતરમાં કોઇ ખૂના ખાંચરે એ વિષયના વિકારોનાં ઇ વિચારો એમને પેદા થતાં નથી. આવી સ્થિતિ અભ્યાસ પાડીને એ જીવો સંસારમાં ચોથા અવિરતિ
4 વર્ષ સુધી રહીને રાગના ઉદયને અને વેદના ઉદયને ભોગવીને નાશ કરી શકે છે પણ નવું કર્મ ભોગવવા માટેનું ઉપાર્જન કરતાં નથી. આ ત્યારે જ બની શકે કે જીવ. સંજ્ઞાને આધીન બન્યા વગર સાચા સુખની અનુભૂતિમાં સદા માટે ઉપયોગથી મસ્ત રહેતો હોય તો જ ! એવી જ રીતે છઠ્ઠા, સાતમાં ગુણસ્થાનકે રહેલા શ્રી સ્થૂલભદ્રજીનો વિચાર કરીએ તો વેદનો ઉદય ચાલુ છે. છતાં પણ વેદના ઉદયને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહીને ઉદયને વિચ્છેદ કર્યો. અંતરના કોઇ ખૂને ખાંચરે પણ એક વિચાર આવવા દીધો નથી અને કોઇ રૂવાટું પણ ક્યું નથી શાથી ? એ વેદના ઉદયના સુખ કરતાં વાસ્તવિક જે સુખ જ્ઞાની ભગવંતોએ આત્માનું કહેલું છે એનો આંશિક સાક્ષાત્ અનુભવ કરી રહ્યા છે. નહિતર વેશ્યાને ત્યાં રહેવું-વર્ષાકાળ-વેશ્યાપણ અનુકૂળ-રોજ એ સુખ માટેનાં મનામણા કરવા નૃત્ય કરવું, હાવભાવ તથા વેદનો ઉદય પેદા કરવા માટે આહારમાં અનેક પ્રકારની ઔષધિઓ નાંખીને આહાર વહોરાવવો તો પણ જે વાસ્તવિક સુખની અનુભૂતિ કરી રહ્યા છે એ અપેક્ષાએ આ સુખની તુચ્છતા તથા દુ:ખ કારતા કેટલી અંતરમાં વસી ગયેલી હશે ? એના પ્રતાપે અંતે વેશ્યાને પણ કહેવું પડ્યું કે આના કરતાં ચઢીયાતા સુખની અનુભૂતિની પ્રતિતી થઇ છે માટે આમાં જરાય ચલાયમાન થતાં નથી. તો જે સુખની અનુભૂતિ થઇ હોય તે મને કરાવો એટલે સ્થૂલભદ્રમુનિ બોલ્યા અને એ સુખની અનુભૂતિ વેશ્યાને પણ
Page 22 of 161