________________ (13) ત્રીશ અકર્મભૂમિને વિષે મનુષ્ય ગર્ભજ પર્યાપ્તા રૂપે 20 જીવો આવે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫, ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો પાંચ = 20. (14) પ૬ અંતરદ્વીપ મનુષ્યને વિષે (ગર્ભજ મનુષ્ય) 25 જીવો આવે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫, ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-૫, સમુચ્છિમ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચો-૫ = 25. (15) ભવનપતિ-૨૫, વ્યંતર-ર૬ = 51. દેવોને વિષે 111 જીવો આવે છે. અર્થાત એમાંથી કોઇને કોઇ ઉત્પન્ન થઇ શકે છે. ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો-૧૦૧, પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો-૧૦ = 111 (16) જ્યોતિષના-૧૦, વૈમાનિકનો પહેલો દેવલોક અને પહેલો કિબિષીયો એમ 12 દેવલોકને વિષે 50 જીવ ભેદો આવી શકે છે. કર્મભૂમિના-ગર્ભજ પર્યાપ્તા-૧૫, અકર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૩૦ મનુષ્યો ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-૫ = 50 (જ્યોતિષીના અમુક ભેદોને વિષે પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય હોય છે ત્યાં પ્રાયઃ પ૬ અંતરદ્વીપના મનુષ્યો આવી શકે છે. (17) બીજા દેવલોકને વિષે 40 જીવ ભેદોમાંથી આવે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫ અકર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૨૦ મનુષ્યો (પાંચ હિમવંત અને પાંચ હિરણ્યવંત સિવાય) ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો પાંચ = 40. (18) 3 થી આઠ દેવલોકને વિષે બે કિલ્બીલીયા દેવો 9 લોકાંતિક દેવો એમ 17 દેવોને વિષે 20 જીવભેદોમાંથી આવે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા 15 મનુષ્યો ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-૫ = 20. (19) 9 થી 12 દેવલોક નવગ્રવેયક અને પાંચ અનુત્તર એમ 18 દેવલોકને વિષે 15 જીવો આવે છે અર્થાત પંદર પ્રકારના જીવોમાંથી કોઇ ને કોઇ જીવભેદ આ દેવલોકમાં આવી શકે છે. કર્મભૂમિ ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો-૧૫. અપર્યાપ્તા દેવો કરણ અપર્યાપ્તા હોવાથી પર્યાપ્તા દેવોની અંતર્ગત આવી જાય છે. આ રીતે આગતિદ્વાર સંપૂર્ણ દંડક પ્રકરણ સમાપ્ત. Page 161 of 161