________________
પ્રકારના જીવોમાંથી કોઇને કોઇ જીવ આવી શકે છે એટલે ઉત્પન્ન થઇ શકે છે.
તિર્યંચગતિના ૪૮ (સ્થાવર-૨૨ વિકલન્દ્રિય-૬, પંચે.તિર્યચ-૨૦) મનુષ્યના-૧૩૧ (સમુચ્છિમ મનુષ્ય-૧૦૧, પંદરકર્મભૂમિના ગર્ભજ મનુષ્યો-૩૦).
(૩વિશ્લેન્દ્રિયના-૬ સમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યચના-૧૦ ગર્ભજ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૫ એમ કુલ ૨૧ જીવ ભેદને વિષે ૧૭૯ જીવભેદોમાંથી કોઇને કોઇ જીવ આવે છે. અર્થાત ઉત્પન્ન થઇ શકે છે. તિર્યંચગતિના-૪૮ મનુષ્યના-૧૩૧ = ૧૭૯.
(૪) ગર્ભજ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચના પાંચ ભેદને વિષે ૨૬૭ જીવભેદોમાંથી કોઇને કોઇ જીવો આવે છે. અર્થાત ઉત્પન્ન થઇ શકે છે.
તિર્યંચગતિના ૪૮ મનુષ્યના-૧૩૧ નારકીના ૭ પર્યાપ્તા. દેવતાના ૮૧ પર્યાપ્તા. ભવનપતિ-૨૫, વ્યંતર-ર૬, જ્યોતિષ-૧૦, વૈમાનિકના-૨૦ = ૮૧.
(૫) પહેલી નારકીને વિષે ૨૫ જીવોમાંથી કોઇને કોઇ આવે છે. અર્થાત ઉત્પન્ન થઇ શકે છે.
સમુચ્છિમ પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો-પાંચ, ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-૫ કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા. મનુષ્યો-૧૫ = ૨૫.
(૬) બીજી નારકીને વિષે ૨૦ જીવ ભેદો આવે છે. અર્થાત્ ૨૦ જીવ ભેદોમાંથી કોઇને કોઇ જીવો ઉત્પન્ન થઇ શકે છે.
ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો-પાંચ. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો-૧૫. (૭) ત્રીજી નારકીને વિષે ૧૯ જીવો આવી શકે છે. અર્થાત્ ૧૯ પ્રકારના જીવો ઉત્પન્ન થઇ શકે છે.
કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫ ગર્ભજ પર્યાપ્તા-જલચર-ચતુષ્પદ ઉરપરિસર્પ અને ખેચર એમ ચાર સાથે ૧૯.
(૮) ચોથી નારકીને વિષે ૧૮ પ્રકારના જીવો આવે છે અર્થાત ઉત્પન્ન થઇ શકે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા-૧૫ મનુષ્યો, ગર્ભજ પર્યાપ્તા જલચર-ચતુષ્પદ અને ઉરપરિસર્પ એમ ૩ સાથે ૧૮.
(૯) પાંચમી નારકીને વિષે ૧૭ જીવ ભેદો આવે છે અર્થાત આ ૧૭માંથી કોઇને કોઇ ઉત્પન્ન થઇ શકે છે. કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા ૧૫ મનુષ્યો-ગર્ભજ પર્યાપ્તા જલચર તથા ઉરપરિસર્પ = ૧૭.
(૧૦) છઠ્ઠી અને સાતમી નારકીને વિષે ૧૬ જીવભેદો આવે છે અર્થાત એમાંથી કોઇને કોઇ જીવભેદ ઉત્પન્ન થઇ શકે છે.
કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા ૧૫, ગર્ભજ પર્યાપ્તા જલચર = ૧૬.
(૧૧) ૧૫ કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા-૧૫ તથા સમુરિચ્છમ મનુષ્યના ૧૦૧ એમ ૧૧૬ જીવોને વિષે ૧૭૧ જીવ ભેદો આવે છે અર્થાત આ જીવોમાંથી કોઇને કોઇ જીવો ઉત્પન્ન થઇ શકે છે.
સ્થાવર-૧૪ (પૃથ્વીકાય-૪, અપકાય-૪, સાધારણવનસ્પતિકાય-૪, પ્રત્યેકવનસ્પતિકાય-૨) વિકલેન્દ્રિય-૬, પંચન્દ્રિય તિર્યચના-૨૦, સમુરિંછમ મનુષ્યના-૧૦૧ કર્મભૂમિ ગર્ભજ મનુષ્યના ૩૦ = ૧૭૧.
(૧૨) પંદર કર્મભૂમિ ગર્ભજ પર્યાપ્તા મનુષ્યોને વિષે ૨૭૬ જીવો આવે છે અર્થાત્ આમાંથી કોઇને કોઇ ઉત્પન્ન થઇ શકે છે.
સ્થાવર-૧૪ = પૃથ્વીકાય-૪, અપકાય-૪, સાધારણ વનસ્પતિ-૪, પ્રત્યેક વનસ્પતિ-૨. વિકલેન્દ્રિય,૬, પંચેન્દ્રિય તિર્યચ-૨૦, સમુચ્છિમ મનુષ્ય-૧૦૧, કર્મભૂમિ ગર્ભજ મનુષ્યો-૩૦, પહેલી છે નારકીના-૬, દેવતાના-૯૯ = ૨૭૬ થાય.
Page 160 of 161