________________
એમ દશ ભેદો મરીને ૧૨૬ ભેદોમાંથી કોઇપણ જગ્યો જઇ શકે છે.
દેવગતિના-૧૨૬. ભવનપતિ-૨૫, વ્યંતર-૨૬, જ્યોતિષ-૧૦ અને વૈમાનિકનો પહેલો બીજો દેવલોક = ૬૩ અપર્યાપ્તા + ૬૩ પર્યાપ્તા = ૧૨૬.
(૧૭) પાંચ હરિવર્ષ + ૫ રમ્યફ + ૫ દેવકૂફ + ૫ ઉત્તર કુરૂ એમ ૨૦ ક્ષેત્રોના ગર્ભજ પર્યાપ્તાં મનુષ્યો મરીને ૧૨૮ ભેદોમાં જઇ શકે છે. દેવગતિના-૧૨૮. ભવનપતિ-૨૫, યંતરિ-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિકનો પહેલો બીજો દેવલોક-૨ + પહેલો કિબિષીયો દેવ એમ ૬૪ અપર્યાપ્તા તથા ૬૪ પર્યાપ્તા સાથે ૧૨૮ ભેદો થાય
છે.
(૧૮) ૧૬ અંતર દ્વીપના ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો મરીને ૧૦૨ જીવ ભેદને વિષે ઉત્પન્ન થઇ શકે છે. દેવગતિના-૧૦૨, ભવનપતિ-૨૫, વ્યંતર-૨૬ = ૫૧ અપર્યાપ્તા તથા પ૧ પર્યાપ્તા = ૧૦૨ થાય છે. (૧૯) સમુચ્છિમ અપર્યાપ્તા ૧૦૧ મનુષ્યો મરીને ૧૭૯ જીવ ભેદોમાં ઉત્પન્ન થઇ શકે છે.
તિર્યંચગતિના-૪૮ (સ્થાવર-૨૨, વિકસેન્દ્રિય-૬, પંચે તિર્યંચના-૨૦) મનુષ્યના-૧૩૧ (સમુચ્છિમ મનુષ્ય-૧૦૧ પંદરકર્મભૂમિ ગર્ભજ અપર્યાપ્તા પર્યાપ્ત-30).
(૨૦) ભવનપતિ-૨૫, વ્યંતરના-૨૬, જ્યોતિષના-૧૦, વૈમાનિકનો પહેલો બીજો દેવલોક, પહેલો કિબિષીયો એમ ૬૪ પર્યાપ્તા દેવો મરીને ૨૩ દંડકમાં જાય છે. બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, બાદર પર્યાપ્તા અપકાય, બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય, ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પાંચ તિર્યંચો અને પંદર કર્મભૂમિના ગભજ પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ૧૫ મનુષ્યો એમ ૨૩ થાય છે.
(૨૧) ૩ થી ૮ દેવલોકના પર્યાપ્તા દેવો મરીને ૨૦ જીવ ભેદોમાંથી કોઇ પણ જીવભેદમાં ઉત્પન્ન થઇ શકે છે.
ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પાંચ તિર્યંચો અને પંદર કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ૧૫ મનુષ્યોનાં ભેદો = ૨૦ ભેદો થાય છે.
(૨૨) નવથી બાર દેવલોકના દેવો, નવ ગ્રેવેયકના દેવો અને પાંચ અનુત્તર વિમાનમાં રહેલા દેવો. એમ ૧૮ પર્યાપ્તા દેવો મરીને ૧૫ જીવ ભેદોમાં ઉત્પન્ન થઇ શકે છે. ૧૫ કર્મભૂમિના સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો જાણવા.
આ રીતે ૫૬૩ જીવ ભેદોમાં ગતિદ્વાર પૂર્ણ થયું.
પાંચસો ત્રેસઠ જીવ ભોની આણંતિદ્વાર
કયા કયા જીવો મરીને કયા કયા જીવ ભેદોમાં જાય છે. એમ જે વર્ણન કર્યું એમ કયા કયા જીવ ભેદને વિષે કયા કયા જીવો આવી શકે છે એનું જે વર્ણન કરવું તે આગતિ દ્વાર કહેવાય છે.
(૧) બાદર પર્યાપ્તા પૃથ્વીકાય ૨. બાદર પર્યાપ્તા અપકાય ૩. બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય આ ત્રણ જીવ ભેદને વિષે ૨૪૩ જીવો આવે છે એટલે ૨૪૩ પ્રકારના જીવોમાંથી કોઇને કોઇ જીવ આ ત્રણ જીવ ભેદમાંથી કોઇને કોઇ જીવ રૂપે ઉત્પન્ન થઇ શકે છે.
તિર્યંચગતિ-૪૮ + મનુષ્યના-૧૩૧ + દેવતાના-૬૪ = ૨૪૩.
(૨) બાકીના પૃથ્વીકાયના-૩ ભેદ. બાકીના અપકાયના ૩ ભેદ, તેઉકાય-૪, વાયુકાય-૪, સાધારણ વનસ્પતિકાય-૪ અને બાકીનો પ્રત્યેક વનસ્પતિકાયનો એક ભેદ એમ ૧૯ ભેદોને વિષે ૧૭૯
Page 159 of 161