________________
આત્મામાં અનંતી શક્તિ છે એવું શાસ્ત્રકારો પોકારી પોકારી કહે છે. એમાં જરા પણ શંકા નથી. પણ એ પ્રત્યક્ષ અનુભવમાં લાવવા માટે આપણે આપણા આત્માની સુપ્ત શક્તિઓને પ્રકાશમાં લાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ. તેને પુરૂષાર્થ કહે છે. જે જે મહાપુરૂષો આ જગતમાં ચળકી ગયા અને જેમના પુરૂષાર્થનું અને નામનું સ્મરણ આપણે ભૂલી શકતા નથી, એવા પુરૂષો જ માનવ દેહની વિશિષ્ઠ ઉપયોગિતા સિદ્ધ કરી ગયા છે અને આત્મવિકાસના આ કાર્યમાં માનવ દેહ જ સંપૂર્ણ કાર્યક્ષમતા બતાવી શકે છે. દેવલોકમાં તો વૈક્રીય શરીર જ હોય છે અને તે સત્કર્મથી મળેલા પુણ્યજનિત સુખનો ઉપભોગ લેવા માટે જ હોય છે. વ્યવહારૂ ભાષામાં કહીએ તો એ એક સુખોપભોગનું સોનેરી પાંજરું જ કહી શકાય. એમાં વ્રત, નિયમો, તાજપને અવકાશ હોતો નથી. જેમ કોઇ માણસને અમુક વરસનો કારાવાસ મળે અને તેટલા કાળ સુધી એને મુક્ત થવાની આશા રાખી શકાય નહીં એવો એ પ્રકાર છે. કોઇ અત્યંત સામાન્ય કોટીનો માણસ એક મહાન રાજાની કૃપાને પાત્ર થાય, રાજા તેને અત્યંત સુખસગવડોવાળા મહેલમાં મૂકે, ઘણા નોકરચાકર હાથ નીચે હોય, ખાવા પીવાની બધી જ સગવડો ઉંચા પ્રકારની હોય, એવી સ્થિતિમાં પેલા. માણસને પરાવલંબી જીવન વિતાવવું પડે. કોઇ જાતની છુટ હોય જ નહીં. કારણ કે જે કાંઇ જોઇએ તે સેવકો તરત લાવી આપે. એવી સ્થિતિમાં એ આત્માનો વિચાર શી રીતે કરી શકે ? એને તો જાણે સોનાના પાંજરામાં પુરાએલું જીવન વિતાવવું પડે. એવી સ્થિતિ દેવલોક કે સ્વર્ગની હોય છે. ત્યાં આત્મવિકાસ સાધવાને અવકાશ જ હોતો નથી. આત્માને ગુણસ્થાનોમાં ઉંચે ચઢાવવાનો અવકાશ ક્ત માનવદેહમાં જ હોય છે. તેથી જ માનવદેહની મહત્તા વિશેષ ગણવામાં આવે છે.
માનવદેહનો સદુપયોગ કરવામાં આવે અને સંયમપૂર્વક આત્મધર્મને અનુસરો કર્મો કરવામાં આવે તો તે માનવ મનુષ્ય દેહમાં પણ દેવતા તરીકે પૂજાય છે. પણ એ જ માનવ પોતાને મળેલી શક્તિનો કરે તો તે જ માણસ દાનવ પણ થઇ શકે છે અને જગતના ધિક્કારને પાત્ર બની શકે છે. પોતાના જીવનમાં પણ પોતાની ઘોર નિરાશા અને વિટંબના પોતાની સગી આંખે જોવાનો પ્રસંગ એને મળે છે. જે લોકો એની જય બોલાવતા હતા તે જ લોકો તેનો તિરસ્કાર કરતા જોવામાં આવે છે. એ ઉપરથી એમ ફલિત થાય છે કે, ભલે દુર્લભ અને સારામાં સારો એવો માનવ જન્મ મળેલો છે તો પણ જ્યાં સુધી તેનો ઉપયોગ શી રીતે કરવો એ આપણે જાણતા ન હોઇએ ત્યાં સુધી તે મળેલો માનવદેહ પણ નકામો જ વેડફી નાખવા જેવો થઇ પડે. ઘણા દાખલાઓ આપણી નજર સામે જોવામાં આવે છે કે, કોઇ તદૃન ભીખારી જેવી હાલતમાં રહેલા. માણસને અકસ્માત ઘણા ધન, માલ, મિલકતનો વારસો મળી જાય છે, ત્યારે એને કાંઇપણ આવડત નહીં હોવાને કારણે એ હર્ષાતિરેકમાં તે ધન ગમે તેવા ખોટા માર્ગે થોડા જ દિવસમાં ઉડાડી નાંખે છે. અને પાછો બાવો થઇ જાય છે. ત્યારે એને પોતાની મૂર્ખાઇનું ભાન થઇ જાય છે. પણ એ શા કામનું ?
ઉપરના વિવેચન ઉપરથી એ સિદ્ધ થાય છે કે માનવ દેહ એ અત્યંત વૈભવસંપન્ન, કાર્યક્ષમ અને આત્મોન્નત્તિના કાર્યમાં ઉપયોગી દુર્લભ એવો છે. બીજા કોઇપણ જન્મના શરીરમાં એ બધા ગુણો એકત્ર મળી આવતા નથી. તેને લીધે જ આ માનવદેહનો સદુપયોગ કરી લેવાની આપણી જવાબદારી ઘણી વધી પડે છે માટે આ દુર્લભ અવસરનો સારામાં સારો લાભ ઉઠાવવો એ આપણી જ થઇ પડે છે. એ સબુદ્ધિ બધાઓને સાપડે એવી ભાવના પ્રગટ કરી અમો વિરમીએ છીએ.
- આ ઓદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ઉત્સધ અંગુલના માપે એક હજાર યોજનથી કાંઇક અધિક હોય છે અને જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. આ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ યુગલિક મનુષ્યોની અપેક્ષાએ ત્રણ પલ્યોપમની હોય છે અને
Page 14 of 161