________________
જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે.
એક જીવની અપેક્ષાએ આ શરીરનું આંતરૂં ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ હોય છે. કોઇ મનુષ્ય ઔદારિક શરીરથી અનુત્તરનું કે સાતમી નારકીનું આયુષ્ય બાંધી ઉત્પન્ન થાય અને પછી ઔદારિક શરીરને પામે એ અપેક્ષાએ આંતરૂં કહેલ છે. જઘન્યથી એક અંતર્મુહૂત કાળ હોય છે. કોઇ ચારિત્રવાન્ જીવ ઉત્તર વૈક્રીય શરીર કરીને અંતર્મુહૂર્તમાં ઔદારીક શરીરને ફરીથી પ્રાપ્ત કરે એ અપેક્ષાએ જાણવું.
જગતમાં આ ઔદારિક શરીરો અસંખ્યાતા હોય છે. આ શરીર, તિર્યંચો અને મનુષ્યોને જ હોય છે. આ શરીરથી ગતિ તિર્લીંગણીએ તો જંઘાચારણ મહાત્માઓ રૂચક દ્વીપ સુધી જઇ શકે છે અને વિધા ચારણ મુનિઓ અને વિધાધરો નંદીશ્વર દ્વીપ સુધી જઇ શકે છે. ઉર્ધ્વલોકને વિષે પાંડુક વન સુધી જઇ શકે છે.
(૨) વૈક્રીય શરીર :- નાના વિધ એટલે અનેક પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓથી આ શરીર બનેલું હોય છે. વિક્રિયાઓથી બનેલું તેનું નામ વૈક્રીય શરીર કહેવાય. એક કરી શકે, અનેક કરી શકે. નાના કરી શકે, મોટા કરી શકે, દ્રશ્ય કરી શકે, અદ્રશ્ય કરી શકે, ભૂમિ પરથી આકાશમાં દેખાડી શકે અને આકાશમાંથી ભૂમિ ઉપર દેખાડી શકે. જગતમાં ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોની આઠ વર્ગણાઓ હોય છે. તેમાંથી બીજી ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવવાની શક્તિ પેદા થાય તે વૈક્રીય શરીર કહેવાય છે. આ વૈક્રીય શરીરના બે ભેદ હોય છે.
(૧) સ્વાભાવિક પૈક્રીય શરીર - એટલે દેવતા અને નારકીમાં ઉત્પન્ન થાય તે વખતે જે શરીર પ્રાપ્ત થાય તે વૈક્રીય શરીર સ્વાભાવિક કહેવાય છે. અને (૨) ઉત્તર વૈક્રીય શરીર - મૂલ શરીર પ્રાપ્ત થયા પછી બીજું નવું શરીર પેદા કરે અને એવા અનેક શરીરો બનાવવા તે ઉત્તર વૈક્રીય શરીર કહેવાય છે. ભવ પ્રત્યયથી સ્વાભાવિક વૈક્રીય શરીર, દેવ અને નારકોને હોય છે. જ્યારે ઉત્તર વૈક્રીય શરીર દેવ-નારકોને હોય તથા કેટલાક મનુષ્યોને અને તિર્યંચોને હોય છે. મનુષ્યો અને તિર્યંચાને ઉત્તર વૈક્રીય શરીર જે હોય છે તે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીવોને એકથી છ ગુણસ્થાનક સુધીનાં જીવોને હોય છે.
(૩) આહારક શરીર :- જગતમાં રહેલી ગ્રહણ યોગ્ય વર્ગણાઓની આઠ વર્ગણાઓ હોય છે તેમાંથી ત્રીજી આહારક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી આહારક શરીર રૂપે પરિણામ પમાડીને આહારક શરીર બનાવે તે આહારક શરીર કહેવાય છે. આ શરીર માત્ર છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા જીવોજ કરી શકે છે અને તે ચૌદપૂર્વધર મનુષ્યો કરી શકે છે અને તે બે કારણોથી બનાવે છે. (૧) શ્રી તીર્થંકર પરમાત્માઓનું સમવસરણ બનાવેલું હોય તે સમવસરણ જોવાની ઇચ્છાથી જવું હોય તો આહારક શરીર બનાવીને જઇ શકે છે. અને (૨) ચૌદપૂર્વધરોને પદાર્થોની વિચારણા કરતાં પરાવર્તન અને અનુપ્રેક્ષા કરતાં કરતાં કોઇ પદાર્થમાં શંકા પડે તો તે શંકાના સમાધાન માટે આ શરીર બનાવી તીર્થંકર પરમાત્મા પાસે પહોંચાડી શંકાનું સમાધાન કરી પાછું આવે તે આહારક શરીર કહેવાય છે. આ આહારક શરીર આખા ભવચક્રમાં ચાર વાર જ કરે છે. આ શરીર પુરૂષવેદી અને નપુંસક વેદી જીવો કરી શકે છે. જ્યારે સ્ત્રીવેદી જીવો કરી શકતા નથી કારણકે સ્ત્રીઓને ચૌદપૂર્વ ભણવાનો નિષેધ છે.
(૪) તૈજસ શરીર :- જગતમાં રહેલી ગ્રહણ યોગ્ય વર્ગણાઓ આઠ હોય છે તેમાંથી ચોથી તૈજસ વર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કરીને તૈજસ રૂપે પરિણામ પમાડીને લીધેલા (ભોજન રૂપે) આહારના પુદ્ગલોને પાચન કરવાનું કામ કરે છે તે તૈજસ શરીર નામકર્મ કહેવાય છે. આ તૈજસ શરીર ઉષ્ણતાવાળું હોય છે. હંમેશા કાર્મણ શરીરની સાથેને સાથે જ હોય છે એટલે અનુગામી રૂપે હોય છે. જીવનમાં તપશ્ચર્યા કરવાથી મનની એકાગ્રતાના કારણે જીવને તેજોલેશ્યા આ તૈજસ શરીરમાંથી લબ્ધિરૂપે પેદા થાય છે અને
Page 15 of 161