________________
લોભ.
૭. લેશ્યા-૬.
૮. ઇન્દ્રિયો-૫.
૯. સમુદ્ઘાત-૪. વેદના, કષાય, મરણ અને વૈક્રીય. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૩. ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન.
૧૨. જ્ઞાન-૩. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન.
૧૩. અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન.
૧૪. યોગ-૧૩. ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રીય, વક્રીય મિશ્ર અને કાર્મણ કાયયોગ.
સામાન્ય રીતે પંચેન્દ્રિય તિર્યંચોને મોટે ભાગે અસત્યામૃષા મનયોગ અને અસત્યામૃષા વચનયોગ હોય છે. જ્યારે જે તિર્યંચોને જાતિસ્મરણ જ્ઞાન પેદા થયેલું હોય, અવધિજ્ઞાન પેદા થયેલું હોય એવા વિશિષ્ટ તિર્યંચોને ૪ મનનાં અને ૪ વચનનાં યોગ હોય છે.
વૈક્રીય શરીર બનાવનારા તિર્યંચોને વૈક્રીય મિશ્ર અને વૈક્રીય કાયયોગ હોય.
૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન.
મિથ્યાદ્રષ્ટિઓને ૩ અજ્ઞાન અને ૩ દર્શન હોય. સમકીતી જીવોને ૩ જ્ઞાન અને ૩ દર્શન હોય છે.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ (૨૫૬ આવલિકા પ્રમાણ) ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ (ત્રણ પલ્યોપમ)
૧૯. પર્યાપ્તિઓ-૬.
૨૦. કિમાહાર - છએ દિશિનો હોય.
૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલીકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ-૨૪. દંડકમાં જાય છે. નારકી, પૃથ્વી આદિ-૫ વિકલેન્દ્રિય-૩ પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય ભવનપતિ-૧૦ વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. વૈમાનિકમાં આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જઇ શકે છે.
૨૩. આગતિ - ચોવીશ દંડકમાંથી તિર્યંચ રૂપે આવી શકે છે.
નારકી, પૃથ્વી આદિ-૫, વિકલેન્દ્રિય-૩ પંચે. તિર્યંચ, મનુષ્ય ભવનપતિ-૧૦ વ્યંતર જ્યોતિષ વૈમાનિકમાંથી આવે છે.
વૈમાનિકના સહસ્ત્રાર દેવલોક સુધીનાં દેવો તિર્યંચમાં આવી શકે છે. ૨૪. વેદ-૩. પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ. અસન્ની પંચેન્દ્રિય તિર્યંચોને વિષે :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ અને કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ એક હજાર યોજન.
૩. સંઘયણ-૧. છેલ્લું છેવટ્ટુ અથવા છએ હોય.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬.
Page 132 of 161