________________
૨૩. આગતિ - દશ દંડકવાળા જીવો વાયુકાયમાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, સન્ની અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો અને સન્ની અસન્ની મનુષ્યો ઉત્પન્ન થાય છે.
૨૪. વેદ-૧. નપુંસક વેદ. ભાવથી ત્રણે વેદ હોય છે. ૬. વનસ્પતિકાય દંડક્ત વિષે
૧. શરીર-૩. દારિક, તેજસ, કામણ.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉછૂટ, એક હજાર યોજનથી કાંઇક અધિક.
૩. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મિથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬. ૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
9. લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત, તેજલેશ્યા.
ભવનપતિ વ્યંતરમાં તેજો વેશ્યાવાળા કેટલાક જીવો મરીને તથા જ્યોતિષ-વેમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો તેજોલેશ્યા સાથે પ્રત્યેક વનસ્પતિ કાયમાં ઉત્પન્ન થાય એ અપેક્ષાએ વનસ્પતિમાં તેજોલેશ્યા કહેલી છે.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય. ૯. સમુદ્યાત-3. વેદના, કષાય, મરણ.
અશાતા વેદનીય ઉદયથી જીવને વેદના સમુદ્યાત. આયુષ્ય છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે મરણ સમુદ્યાત થઇ શકે અને જે જીવોએ પૂર્વભવમાં વનસ્પતિનું આયુષ્ય બાંધ્યું હોય અને છેલ્લે મરતી વખતે તીવ્ર કષાયમાં રહીને મરણ પામે તો તે કષાય વનસ્પતિમાં ઉત્પન્ન થતાં એક અંતર્મુહૂર્ત રહે છે તે વખતે કષાય સમુદ્દાત કહેવાય છે બાકીના સમયમાં આ મુદ્દાત હોતો નથી.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન. ૧૨. જ્ઞાન - નથી. ૧૩. અજ્ઞાન – ૨. મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન. ૧૪. યોગ-૩. દારિક, દારિકમિશ્ર, કાર્પણ કાયયોગ,
વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં ઓદારિક મિશ્રયોગ, પર્યાપ્તાવસ્થામાં દારિક કાયયોગ.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અચક્ષુદર્શન. ૧૬. ઉપપાત - નિરંતર અનંતા જીવો ઉત્પન્ન થયા કરે છે. ૧૭. ચ્યવન - નિરંતર અનંતા જીવો ચ્યવન પામે છે. (મરણ પામે છે.) ૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ એટલે ૨૫૬ આવલિકા પ્રમાણ
Page 125 of 161