________________
૧. શરીર-૪. ઔદારિક, વૈક્રીય, વૈજસ, કાર્મણ શરીર.
૨. અવગાહના - અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઔદારિક શરીરનો હોય.
-
૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ અથવા ૬-૧૦ અને ૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
૬. કાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના મરણના છેલ્લા અંતર્મુહૂતૅ મરણ સમુદ્દાત હોય અને જે જીવો વાયુકાયનું આયુષ્ય બાંધ્યા પછી મરણના છેલ્લા અંતર્મુહૂર્તે કષાયના તીવ્ર ઉદયમાં રહેલા હોય અને મરણ પામી વાયુકાયમાં ઉત્પન્ન થાય ત્યાં એક અંતર્મુહૂર્ત સુધી પર્યાપ્તાવસ્થામાં જે કષાય રહેલો હોય તે કષાય સમુદ્ઘાત રૂપે કહેવાય છે. બાકીના જીવોને કષાય સમુદ્દાત હોતો નથી.
૧૦. દ્રષ્ટિ-૧. નિયમા મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુ દર્શન. ૧૨. જ્ઞાન - હોતું નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોય છે.
૧૪. યોગ-૫. ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રીય, વૈક્રીય મિશ્ર અને કાર્પણ કાયયોગ. અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્રકાયયોગ. વિગ્રહગતિમાં કાર્મણ કાયયોગ, પર્યાપ્તાવસ્થામાં ઔદારિક કાયયોગ. કેટલાક વાયુકાય જીવોને, જ્યારે વા વંટોળ આદિ પેદા થાય ત્યારે સ્વાભાવિક રીતે વૈક્રીય મિશ્રકાયયોગ અને વૈક્રીય કાયયોગ પેદા થાય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - નિરંતર, વિરહ વગર અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન - નિરંતર વિરહ વગર અસંખ્યાતા જીવો ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત-ક્ષુલ્લક ભવ પ્રમાણ-૨૫૬ આવલિકા પ્રમાણ. ઉત્કૃષ્ટ ત્રણ
હજાર વરસ.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
૨૦. કિમાહાર - ૩-૪-૫-૬ દિશિનો આહાર હોય.
લોકાગ્રે રહેલા ને ત્રણ દિશિનો કાટખૂણીયામાં રહેલા ને ચાર દિશિનો નિષ્કુટમાં પાંચ દિશિનો અને સ નાડીમાં કે ત્રસનાડીની બહાર રહેલા નિષ્કુટ આદિ વગરનાજીવોને છ દિશિનો આહાર હોય છે. ૨૧. સજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી. અક્ષરનો અનંતમો ભાગ હોવાથી સૂક્ષ્મ રૂપે હોય છે તેથી આ સંજ્ઞા સૂક્ષ્મ રૂપે હોય છે.
૨૨. ગતિ - ૯ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રન્દ્રિય અને સન્ની અસન્ની તિર્યંચો એમ નવ દંડકમાં જાય છે.
Page 124 of 161